વિવાદમાં સપડાયેલી એલઆર સુનીતા યાદવ ભૂતકાળમાં જાહેરમાં ઝઘડા અને પરીક્ષામાં કરતી હતી…

વિવાદમાં સપડાયેલી એલઆર સુનીતા યાદવનો ખરડાયેલો ભૂતકાળ, જાહેરમાં ઝઘડા અને પરીક્ષામાં ગેરરીતિ કરતી હતી

આરોગ્ય મંત્રીને કાયદાનું ભાન કરાવવા બાબતે હાલમાં પ્રસિદ્ધિ પામનાર પોલીસ ખાતાની એલઆર સુનીતા યાદવ પોતે જ કાયદાઓનું ચીરહરણ કરી ચુકી હોવાનું સામે આવી રહ્યું છે. કોલેજ કાળમાં પણ નાની નાની વાતમાં વિદ્યાર્થીઓ સાથે ઝઘડા કરતી સુનીતા યાદવ વિશે એમના પ્રોફેસરે નામ ના લખવાની શરતે જણાવ્યું હતું કે સુનીતાનો સ્વભાવ પહેલાથી જ આવો છે. કોઈ પણ ઝઘડામાં ઉતરી જઈને એ પોતાને કઈક સમજતી હોય એમ વર્તે છે. સુનીતા કોલેજકાળમાં પણ એમએની પરીક્ષા દરમિયાન ગેરરીતી કરતા ઝડપાઈ હતી અને એને એક સત્ર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.

image source

પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ પકડાઈ હતી

સુનીતા યાદવ એ ધરુકાની કોલેજમાં એમએમાં અર્થશાસ્ત્રના વિષય સાથે આભ્યાસ કરતી હતી. જો કે આ સમયે પરીક્ષામાં તે ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગઈ હતી. પરિણામે એને પરીક્ષામાં ગેરરીતી કરવાના ગુન્હામાં એક સત્ર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. જો કે આ પરીક્ષા દરમિયાન સુનીતાની સાથે અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ કોપી કેસમાં પરીક્ષાના સમય દરમિયાન ગેરરીતી કરતા પકડાયા હતા. પણ થોડીક તપાસ બાદ આ ચાર લોકોને એકબીજા સાથે વાત કરતા હોવાનું સામે આવતા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જયારે સુનીતાનું એક સત્ર સસ્પેન્ડ થયું હતું.

image source

ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપતી

સુનીતા યાદવ અભ્યાસ કાળથી જ વિવાદોમાં રહે છે. સુનીતા વરાછા વિસ્તારમાં આવેલ ધારૂકાવાળા કોલેજમાં એમએ અંતર્ગત અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતી હતી, ત્યારથી જ એ વિવાદોમાં રહેતી હતી. સુનિતા અંગે એમના સાથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એ અભ્યાસ સમયે (કોલેજ કાળમાં) પણ નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જતી હતી. વાંક એનો હોય તો પણ એ જાહેરમાં જ બાખડી પડતી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા સમયે પણ સુનીતા કાયદાની જાણકાર હોય એમ વિદ્યાર્થીઓને એ સમય પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હતી.

image source

સુનીતા યાદવ કેવી રીતે ચર્ચામાં આવી ?

આ ઘટના ગત 8 જુલાઈના રોજ રાત્રે ઘટી હતી. જયારે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર સુનિતા યાદવ વચ્ચે રાત્રીમાં કર્ફ્યું દરમિયાન ઘરની બહાર નીકળવા અને મંત્રીના લેબલ લગાડેલી ગાડી બાબતે બોલાચાલી થઇ હતી. રાત્રે કરફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને કેટલાક સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ આખી ઘટનાનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. અહીંથી સુનીતા યાદવ ચર્ચામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત