કાયદાનું પાલન કરાવતી ‘લેડી સિંઘમ’ સુનિતા યાદવની મુશ્કેલીઓ વધી, નથી પોતાના સ્કૂટરનો વિમો અને નથી…

કાયદાનું પાલન કરાવતી લેડી સિંઘન સુનિતા યાદવના પોતાના સ્કૂટરનો નથી તો વિમો કે નથી PUC

છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સુરતની એક મહિલા પોલીસ અને રાજ્યના આરોગ્ય મંત્રીના દીકરાનો કાયદાનું પાલન કરાવતો એક વિડિયો વયારલ થયો છે અને તે વિડિયોના આધારે આ મહિલા પોલીસ કે જેણીનું નામ સુનિતા યાદવ છે તેણીને તેની હિંમત જોઈને લેડી સિંઘમ બનાવી દેવામાં આવી હતી. પણ હવે જ્યારે મામલો ઓર વધારે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે સુનિતા યાદવના ભૂતકાળમાં પણ લોકો ડોકિયું કરી રહ્યા છે અને તેણીએ કેટલી વાર કાયદાને તોડ્યો છે તેનો રેકોર્ડ બહાર લાવી રહ્યા છે.

image source

હાલ આ મામલો એટલી હદે ગંભીર બની ગયો છે કે સુનિતાએ સોશિયલ મિડિયા સામે આવીને એવું પણ નિવેદન આપવું પડ્યું હતું ક તેણીના જીવને જોખમ છે. પણ મંત્રીના દીકરા તેમજ તેના ભાઈબંધોને કાયદાનું પાલન કરાવીને નામના મેળવનારી આ LR સુનિતા યાદવે પોતે પણ ભૂતકાળમાં ઘણા બદા કાયદાઓ તોડ્યા છે. અને હજુ સુધી પોતાનો બાકી દંડ પણ તેણીએ ચુકવ્યો નથી.

image source

સુનિતાએ વાયરલ થયેલી વિડિયોમા મંત્રિના દીકરાની ગાડી પર લગાવેલું ધારાસભ્યનું બોર્ડ પણ ઉતરાવડાવ્યું હતું તો તેની સામે તેણીના પિતાની કારમાં પણ પોલીસની પ્લેટ જોવા મળી હતી, તે અંગે સુનિતાએ માફી માગી હતી. સુનિતા પોતે એક એક્ટિવા ધરાવે છે. અને તેણીના આ સ્કૂટરની ફ્રન્ટ સાઈડ પર તેણીએ નંબર પ્લેટ પણ નથી લગાવી આમ તેણીએ પણ ટ્રાફિકનો એક મહત્ત્વનો નિયમ તોડ્યો છે.

તેણીના એક્ટિવાની પાછળની નંબર પ્લેટ પર પોલીસ લખેલું છે. માત્ર આટલું જ નહીં પણ તેણીના એક્ટિવાનું તો નથી તો તેણીએ પીયુસી ઉતરાવ્યું કે નથી તો તેનો વિમો ઉતરાવ્યો. તે સિવાય તેણી જાણે કોઈ દબંગ પોલીસવાળી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી રોંગ સાઇડ એક્ટિવા ચલાવતી કેમેરામાં નજરે પડી છે અને તે અંગે તેણીને અત્યાર સુધીમાં 1300 રૂપિયાનો દંડ પણ કરવામા આવ્યો છે જે હજુ સુધી તેણીએ ભર્યો જ નથી.

પોતાના જ એક્ટિવામાં નંબર પ્લેટ નથી

image source

કોરોના કાળમાં કર્ફ્યુ સમયે અરધી રાત્રે મંત્રીના પુત્રને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનારી સુનિતા જ્યારથી પોતાની ડ્યૂટી પર લાગી છે ત્યારથી તેણે ઘણા બધા લોકોના વિડિયો બનાવ્યા છે જેનો તેણીએ પોતે પણ સ્વિકાર કર્યો છે. તેણી લોકોને ટ્રાફિકના પાઠ ભણાવવા અને પોતાની દબંગગીરી કરવા માટે જાણીતી છે. લોકોને પાઠ ભણાવનારી સુનિતા યાદવના એક્ટિવાની આગળની બાજુએ તો નંબર પ્લેટ લગાવવાની તકલીફ પણ તેણીએ લીધી નથી.

image source

જો આવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિ ફરતી હોય તો તેને પોલીસે ઉભા ઉભા દંડ ફટકાર્યો હોત. જ્યારે આવા ભ્રષ્ટ લોકો જ સામાન્ય માણસો કે પછી મંત્રીના દીકરા પાસે કાયદાનું પાલન કડક રીતે કરાવતા હોય ત્યારે તેમની પાસે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે કે તેઓ પણ કાયદાનું પાલન કરતા હોય.

સુનિતાનું એક્ટિવા રસિજ્સ્ટ્રેશન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન પર 2016નું નોંધાયેલું છે. કોરોનાની મહામારી નહોતી ફેલાઈ તે અગાઉ સરકારે ટ્રાફિક રૂલ્સને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા હતા અને કાયદાને કડક બનાવ્યો હતો અન તે વખતે નંબર પ્લેટ તેમજ પીયુસી માટે લોકોને રીતસરનું આરટીઓ ઓફિસની લાઇનમાં ઉભું રહેવુ પડ્યુ હતું. પણ સુનિતાએ તે વખતે પણ આ નિયમોને ગંભીરતાથી નહોતા લીધા અને તે સમયે પણ તેણે પીયુસી પણ નહોતું કઢાવ્યું કે પોતાના એક્ટિવાનો વિમો પણ નહોતો નોંધાવ્યો. આમ તેણીનું લોકો પાસે કાયદાનું અમલ કડક રીતે કરાવવાનું વલણ કોઈ બેવડા ધોરણ તરફ ઇશારો કરી રહ્યું છે.

image source

વારંવાર રોંગસાઇડમાં વાહન ચલાવવાનો ગુનો

સુનિતા યાદવના નામે રજિસ્ટર્ડ થયેલા એક્ટિવાને વર્ષ 2019માં રોંગ સાઇડ પર ચલાવવા બદલ રૂપિયા 300 અને રૂપિયા 100 લેખે અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યા હતા જે હાલ 1300 રૂપિયા સુધી પહોંયી ગયા છે તે પણ તેણીએ ભર્યો નથી જે સુરત સીટી પોલીસની વેબસાઇટ પર જોઈ શકાય છે. જો તેણી પોતે જ નિયમોનું પાલન નથી કરી રહી અને સામાન્ય લોકો સમક્ષ કાયદાનું પાલન કરાવીને તેમની વિડિયો ઉતારી તેમને શરમમાં મકુવાની ચેષ્ઠા ધરાવતી સુનિતાએ પોતે અનેક ટ્રાફિક નિયમોનો ઉલંઘન કર્યો છે. આવા સંજોગોમાં તેની ફરજ નિષ્ઠા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત