સુરતની LR સુનિતા યાદવના આ વિવાદિત ફોટા કોની સાથે છે, એ જરા વાંચો તો ખરા

સુનિતા યાદવનો વાયરલ વિડિયો શું કોઈ રાજકીય રમત છે ?

થોડા દિવસો પહેલા સુરતમાં કર્ફ્યુ દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીએ રાત્રીના સાડા દસ વાગ્યે મિત્રોને પોલીસે અટકાવતા તેમની મદદે આવવું પડ્યું હતું અને તેમાં તે પોતે પણ કર્ફ્યું ઉલંઘન કરતા જોવા મળ્યા હતા. અને તે વખતે સુનિતા યાદવ નામની એક મહિલા પોલીસે તેમને અટકાવ્યા હતા. હાલ આ મામલાએ સંપૂર્ણ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.

image source

જેવો આ વિડિયો વાયરલ થયો હતો તે વખતે સુનિતા યાદવને એક દબંગ મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી અને સોશિયલ મિડિયાએ તેણીના આ કામ પર તેણીને ખૂબ બીરદાવી પણ છે, પણ હવે તેણીના જૂના વિડિયો સામે આવી રહ્યા છે અને નવી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

image source

સુનિતા યાદવ પેલીસ વિભાગમાં LR ની ફરજ નિભાવી રહી છે. હાલ તેણીની એક તસ્વીર સોશિયલમ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણી AAP ના કાર્યકર્તા સાથે જોવા મળી છે. આ આપ કાર્યકર ઘનશ્યામ અણઘણ છે. અને આ ફોટો બહાર આવતાની સાથે જ સુનિતા યાદવ વિષે અગણિત તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. કેટલાક તો એવું પણ વિચારી રહ્યા છે કે સુનિતાના આરોગ્યમંત્રીના દીકરા સાથેના વર્તન તેમજ તે વખતે રેકોર્ડ થયેલી વિડિયો પાછળ કોઈ રાજકીય કારણ હોવાની શંકા સેવી રહ્યા છે.

તે પહેલાં તેણીના પિતાની કાર પર પોલીસનું બોર્ડ લગાવેલી તસ્વીર પણ વાયરલ થઈ હતી. જે બદલ તેણીએ માફી પણ માગી હતી. તો વળી તેણીના ભૂતકાળને પણ સોશિયલ મિડિયા પર વારંવાર ઉજાગર કરવામા આવી રહ્યો છે. જોકે ઘણા બધા લોકો સોશિયલ મિડિયામાં સુનિતાને પક્ષે છે અને તેણીની હિંમતને બીરદાવી રહ્યા છે.

image source

તાજેતરમાં સુનિયાએ સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ મુક્યો છે. જેમાં તેણીએ સ્પષ્ટતા કરી છે કે તેણી કોન્સ્ટેબલ નથી, પણ તેણી એક LR રેન્ક પર છે. તેણીએ એ પણ જણાવ્યું છે કે તેણી પોતાના સ્થાને સાચી છે અને તેણીની તબિયત સારી નહીં હોવાથી હાલ તે મિડિયા સામે નથી આવી રહી. તેણીએ એ પણ જણાવ્યું હતું કે તેણી પોતાના ડિપાર્ટમેન્ટ સાથે બંધાયેલી છે.

જીવથી મારી નાખવાની ધમકી મળી છે

તેણીએ આ વિડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે તેણીને મારી નાખવાની ધમકી પણ મળી રહી છે. અને તેણી મિડિયા સમક્ષ પણ આવશે. આ મામલો એટલો બધો વધી ગયો છે કે તેણે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું છે અને થોડા સમય પહેલાં તેણીએ એક નેશનલ ન્યુઝ ચેનલને પણ ઇન્ટર્વ્યૂ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત