સુનિતા યાદવ સોશિયલ મીડિયામાં આવ્યા સામે, જોઇ લો વિડીયોમાં ખાસ શું કહ્યું…

સુનિતા યાદવને છે જીવનું જોખમ – સામે આવી દર્શાવ્યો ભય

ગુજરાતમાં તાજેતરમાં બની ગયેલી આરોગ્યમંત્રીના દીકરાને કરફ્યૂનું પાલન કરાવતી ગુજરાત પોલીસની મહિલા પોલીસની ઘટનાએ હાલ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. માત્ર ગુજરાત જ નહીં પણ આ ઘટના હાલ સમગ્ર દેશના મિડિયામાં ગાજી ઉઠી છે. વાસ્તવમાં ગુજરાતના આરોગ્યમંત્રીના દીકરાએ સુરતમાં ચાલી રહેલા કર્ફ્યુનું પાલન નહોતું કર્યું, તે કર્ફ્યુમાં MLA નું લખાણ લખેલી કાર લઈને શહેરમાં રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ફરી રહ્યો હતો.

image source

અને તે સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલે તેને રોક્યો હતો અને આ દરમિયાનની એક વિડિયો તરત જ વાયરલ થઈ ગઈ હતી. અને ત્યાર બાદથી આ આખીએ ઘટના સોશિયલ મિડિયાથી માંડીને બધા જ મિડિયામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. આ કોન્સ્ટેબલ યુવતિનું નામ સુનિતા યાદવ છે.

image source

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરા દ્વારા જ્યારે તેણી સાથે દલીલબાજી કરવામાં આવી ત્યાર બાદ તેણીએ રાજીનામુ આપી દીધું હતું. જોકે આખુંએ સોશિયલ મિડિયા સુનિતાના પક્ષે અવાજ ઉઠાવી રહ્યું છે. પણ હાલ સુનિતા યાદવ સોશિયલ મિડિયામાં સામે આવ્યા છે. તેણીએ કહ્યું કે તેણી પોલીસ કોન્સ્ટેબલ નથી, પણ LR રેન્કની અધિકારી છે. તેણીએ કહ્યું કે તેણી પોતાના સ્થાને સાચી છે, અને તેણીની તબિયત સારી નથી માટે તેણી મિડિયા સામે નથી આવી રહેલી, પણ તેણી પોતાના ડિપાર્ટમેન્ટ સાથે બંધાયેલી છે.

image source

તેણીએ એમ પણ જણાવ્યું છે કે થોડા જ સમયમાં મિડિયા સમક્ષ હાજર થશે. તેણી જણાવે છે કે તેણી કેટલીક બાબતો પ્રેશરમાં નથી કરી શકતી. તેણીએ પોતાના રાજીનામા બાબતે માત્ર ટેલિફોનિક વાત જ કરી હતી અને જો તેણીને ન્યાય નહીં મળે તો તેણી મિડિયા સમક્ષ પણ આવશે. કાયદેસરની પ્રક્રિયાઓ બાદ તેણી મિડિયા સામે આવશે. તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલ સોશલ મિડિયા પર જે વિડિયો વાયરલ થયો છે તે ઘટનાનો માત્ર અંત જ છે આખો વિડિયો સામે નથી આવ્યો અને ટ્વિટર પર તેના નામનું જે અકાઉન્ટ છે તે ફેક છે.

બીજી બાજુ તેણીએ એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે તેણીને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. અને તેણી પર રાજકીય દબાણ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. અને તેણીના જણાવ્યા પ્રમાણે પોલીસ વિભાગની ઘણી બધી મહિલાઓ પોતાના સિનિયર અધિકારીઓથી દબાયેલી છે. તેણીએ એ પણ ભય વ્યક્ત કર્યો હતો કે તેણી કાલે જીવતી રહેશે પણ કે નહીં. તેણીએ પોતાની કારમાં પોલીસનું બોર્ડ લગાવ્યું છે તે બાબતે પણ તેણી માફી માગી રહી છે.

જાણો શું હતી આખી ઘટના

હાલ સુરતમાં કોરોના મહામારી ઘણી વધી ગઈ છે અને તેના જ પગલે ત્યાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી પિતાની MLA લખેલી કાર લઈને બહાર નીકળ્યો હતો. તે સમયે સુનિતા યાદવ પોતાની ફરજ બજાવી રહી હતી અને ફરજના ભાગ રૂપે તેણે પ્રકાશ કાનાણીને રોક્યો હતો અને ત્યારથી જ આ ઘટનાની શરૂઆત થઈ હતી.

image source

પ્રકાશ કાનણીના મિત્રો કર્ફ્યુમાં બહાર નીકળ્યા હતા જે પ્રતિબંધિત હતું અને પોતાના મિત્રોને બચાવવા માટે પ્રકાશ કાનાણી ત્યાં પોતાના પિતાની ગાડીમાં ત્યાં આવી પહોંચ્યો હતો. અને બન્ને પક્ષ વચ્ચે કેટલીએ દલીલબાજી થઈ હતી. અને પ્રકાશ કાનાણીથી મેળ ન પડ્યો તો તેમના પિતા કુમાર કાનાણીએ આ મામલામાં દખલગીરી કરી હતી અને છેવટે મહિલા પોલીસે પીછે હટ કરવી પડી હતી.

ત્યાર બાદ આખી ઘટનાનો વિડિયો સુનિતાએ પોતાની સોશલ મિડિયા વોલ પર અપલોડ કર્યો હતો. જો કે હાલ તે વિડિયોને ડિલીટ કરી દેવામા આવ્યો છે. પણ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સામાન્ય માણસોને આવા સમયે ડંડા ખાવાના વારા આવે છે જ્યારે નેતાઓ તેમજ તેમના સંતાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત