રાજા જેવી જિંદગી જીવે છે સની દેઓલ, ફિલ્મોમાં નથી વધુ એક્ટિવ તો ય 350 કરોડની સંપત્તિના છે માલિક

બોલિવૂડમાં એક્શન હીરો તરીકે પ્રખ્યાત સની દેઓલને કોઈ પરિચયની જરૂર નથી. સનીના પિતા ધર્મેન્દ્ર 70 ના દાયકાના સુપરસ્ટાર હતા અને તેમણે પણ પરંપરાને આગળ ધપાવી હતી. સનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 1983 માં આવેલી ફિલ્મ ‘બેતાબ’ થી કરી હતી. રોમેન્ટિક ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સનીની છબી એક્શન અને ગુસ્સાવાળા હીરોની બની હતી. સની દેઓલ બોલિવૂડના સૌથી મોટા એક્શન હીરો તરીકે ઓળખાય છે. અભિનય બાદ સની દેઓલ રાજકારણમાં પણ પ્રવેશ કરી ચુક્યા છે. તેઓ ગુરદાસપુરથી સાંસદ છે.

image soucre

સની દેઓલ લીકથી હટીને ફિલ્મો કરવા માટે જાણીતા છે. સની દેઓલ તે બોલીવુડના સુપરસ્ટાર્સમાંના એક છે જેમને 90 ના દાયકામાં એક્શન કરતા જોઈને લોકો પાગલ થઈ જતા હતા. સની છેલ્લા 4 દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. પોતાના કામને કારણે સની દેઓલે કરોડો રૂપિયાનું રજવાડું બનાવ્યું છે.

image socure

સની દેઓલ હાલમાં એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ ચાર્જ કરે છે. સની દેઓલ લગભગ 350 કરોડની સંપત્તિના માલિક છે. તેમાં સનીની પત્ની પૂજાની કમાણીનો પણ સમાવેશ થાય છે. ફિલ્મો સનીની કમાણીનો એકમાત્ર સ્રોત નથી. તેમનું ‘વિજેતા ફિલ્મ્સ’ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.સની ફિલ્મો ઉપરાંત એડ ફિલ્મો પણ કરે છે. સન્ની એન્ડોર્સમેન્ટ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સની ઘણી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકયા છે.

image soucre

સની દેઓલની પ્રોપર્ટીની વાત કરીએ તો તેમનો મુંબઈના જુહુ વિસ્તારમાં આલિશાન બંગલો છે. આ સિવાય પંજાબમાં સનીની પૈતૃક સંપત્તિ પણ છે. સાથે જ, યુકેમાં તેમનું શાનદાર ઘર પણ છે. સનીએ તેના યુકેના ઘરમાં કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ કર્યું છે

image source

સની પાસે ઘણી લકઝરી ગાડીઓ પણ છે. જેમાં પોર્શે સિવાય ઓડી એ 8 અને રેન્જ રોવર જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે. સની જ્યારે પણ શૂટિંગ કે કોઇ ઇવેન્ટ માટે જાય છે ત્યારે તે ઘણીવાર પોર્શે કાર ચલાવતા જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં સની ખૂબ જ નમ્ર છે જે મીડિયા અટેનશન, ફિલ્મી પાર્ટીઓ અને લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

image soucre

ફિલ્મોમાં ઝડપી એક્શન કરનાર સની દેઓલ પોતાના પરિવારને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તે તેના આખા પરિવાર સાથે જુહુ સ્થિત આલિશાન બંગલામાં રહે છે. સનીને તેની માતા સાથે ખૂબ લગાવ છે. તે તેમની સાથે રહે છે

image soucre

સની દેઓલની પત્ની પૂજા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સની દેઓલમાં તેની ફિલ્મી કારકિર્દીને કારણે, તેણે તેના લગ્નનું ઘણું સિક્રેટ રાખ્યું હતું પરંતુ તે આ લગ્નને લાંબા સમય સુધી છુપાવી શક્યો નહીં. ફિલ્મોમાં ઓછો સક્રિય હોવા છતાં, તેની શાનમાં કોઈ કમી નથી.