લીડ કેરેક્ટરે સામે સ્પોર્ટિંગ એક્ટર્સ એવી જબરદસ્ત એક્ટિંગ કરી કે ચોરી લીધી બધી જ લાઈમલાઈટ

બોલીવુડની ફિલ્મોમાં હંમેશા ફોક્સ મુવીના હીરો અને હિરોઇન પર જ કરવામાં આવે છે. દર્શક પણ હંમેશા ત્યારે જ સિનેમા હોલમાં આવવાનું પસંદ કરે છે જ્યારે એમના ફેવરિટ એક્ટરનું કોઈ મુવી આવ્યું હોય. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે જોવા તો જઈએ છીએ આપણા ફેવરેટને પણ ફિલ્મનું અન્ય કોઈ પાત્ર આપણું દિલ જીતી લે છે. બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો છે જેમાં લીડ કેરેકટરથી વધુ લાઈમલાઈટ સ્પોર્ટિંગ કેરેકટરને મળી જાય છે. આજે આપણે વાત કરવાના છે એવા જ અમુક સપોર્ટિંગ એક્ટર્સ વિશે જે લીડ એક્ટર્સ પર ભારે પડતા દેખાયા.

સની દેઓલ

image source

1993ની સુપરહિટ ફિલ્મ ‘દામિની’માં સની દેઓલે સપોર્ટિંગ પાત્ર ભજવ્યું હતું.આ ફિલ્મના મુખ્ય અભિનેતા ઋષિ કપૂર હતા, પરંતુ સનીના પાત્રે ચાહકોનું દિલ એટલું જીતી લીધું હતું કે દરેકની જીભ પર તેના જ ડાયલોગ હતા. આ ફિલ્મમાં સની દેઓલે ‘તારીખ પે તારીખ’ અને ‘ઢાઈ કિલો કા હાથ’ જેવા સુપરહિટ ડાયલોગ બોલ્યા હતા.

પ્રિયંકા ચોપરા

image soucre

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં કાશીબાઈની ભૂમિકા ભજવી હતી. તેમના પાત્રને ફિલ્મના મુખ્ય કલાકારો કરતાં વધુ લાઈમલાઈટ મળી હતી. તેમ છતાં તેનું પાત્ર સપોર્ટિંગ હતું, પરંતુ પ્રિયંકાના શાનદાર અભિનયને કારણે આ પાત્ર આજે ફિલ્મના મુખ્ય પાત્ર કરતાં વધુ લોકપ્રિય છે

અનુષ્કા શર્મા

image source

ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં શાહરૂખ ખાન અને કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે અનુષ્કા શર્માનો રોલ સપોર્ટિંગ હતો, ત્યારે તેના પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મમાં અનુષ્કાએ તેના પાત્રથી ઘણી લાઇમલાઇટ ચોરી લીધી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી

image source

2015માં આવેલી ફિલ્મ બદલાપુરમાં વરુણ ધવને મુખ્ય ભૂમિકા ભજવી હતી. વરુણના પાવર પેક્ડ પર્ફોર્મન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા પરંતુ નવાઝની એક્ટિંગે તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. ચાહકો આજે પણ તેના પાત્રના વખાણ કરે છે.

સ્વરા ભાસ્કર

image source

ફિલ્મ ‘રાંઝણા’ની લવસ્ટોરીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ધનુષ, સોનમ અને સ્વરાએ તેમના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી. પરંતુ એમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મમાં સ્વરા ભાસ્કરે સોનમ કરતાં અનેકગણી સારી એક્ટિંગ કરી છે અને તેના પાત્રને પણ વધુ વખાણ મળ્યા છે.

ઋચા ચડ્ડા

image source

આ બંને ફિલ્મો ‘ફુકરે’ અને ‘ફુકરે રિટર્ન્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. દર્શકોને તીન ફુકર્સ અને ભોલી પંજાબનની કોમેડી ગમતી હતી. પરંતુ આ બંને ફિલ્મોમાં સૌથી મહત્વની બાબત એ હતી કે ભોલી પંજાબને એકલાએ ત્રણેય ફુકરોને ઢાંકી દીધા હતા.