પુરીમાં રથયાત્રા કાઢવા માટે સુપ્રીમે આપી શરતી મંજૂરી, કોરોનાના કેસ વધ્યા તો અધવચ્ચે રથયાત્રા થશે રદ્દ

પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર અગાઉ રોક લગાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટ રથયાત્રાને મંજૂરી આપી દીધી છે.

image source

સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે રથયાત્રા કરવાની પરવાનગી આપી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મંદિર પ્રબંધન સમિતિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજાના સમન્વયથી રથયાત્રાનું આયોજન કરાવે. કોરોનાથી બચાવ માટે ગાઈડલાઈન્સનું પાલન કરવાની સાથે રથયાત્રા કાઢવાની રહેશે.

જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પુરીમાં રથયાત્રાના સમય દરમિયાન કેસ વધશે તો રાજ્ય સરકારને અધિકાર છે કે તે યાત્રા તાત્કાલિત રદ્દ કરાવે. જણાવી દઈએ કે આ અગાઉ પણ કોલેરા અને પ્લેગ ફેલાયો હતો ત્યારે રથયાત્રા નિયમોને આધીન અને મર્યાદિત સંખ્યાના ભક્તો સાથે નીકળી હતી. આજનો ચુકાદો આપતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ માત્ર પુરીમાં યાત્રાની મંજૂરી આપે છે ઓરિસ્સામાં અન્ય કોઈ જગ્યાએ યાત્રા થશે નહીં.

image source

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રથયાત્રાના 12 દિવસ દરમિયાન 10 લાખ જેટલા શ્રદ્ધાળુ પુરીમાં આવતા હોય છે તેવામાં જો આટલી સંખ્યામાં ભક્તો આવે તો કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે અને તેને ટ્રેક કરવું પણ મુશ્કેલ થશે. 18-19મી સદીમાં યાત્રા દરમિયાન કોલેરા જેવી બીમારી ફેલાઈ હતી.

આ પહેલા સોલિસિટર જનરલએ કહ્યું હતું કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિ સાથે સલાહ કર્યા પછી યાત્રાને પરવાનગી આપવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર પણ ઈચ્છતી હતી કે ઓછામાં ઓછા લોકો સાથે રથયાત્રાની પરંપરા જાળવી રાખવામાં આવે.

image source

આ મામલે ચીફ જસ્ટિસે કહ્યું છે કે શંકરાચાર્યને આમાં શા માટે જોડવામાં આવી રહ્યા છે. પહેલાથી જ ટ્રસ્ટ અને મંદિર સમિતિ જ બધા આયોજન કરે છે. શંકરાચાર્યને સરકાર શા માટે જોડી રહી છે. કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર તેમની સલાહ લઈ રહી છે કારણ કે તે સર્વોચ્ચ ધાર્મિક ગુરુ છે. વકીલ હરીશ સાલ્વેએ કહ્યું છે કે કર્ફ્યુ લગાવી દેવામાં આવે આ ઉપરાંત રથને ખેંચનાર અને પોલીસ કર્મીઓ પણ એવા જ જોડાય જે કોરોના નેગેટિવ હોય.

image source

આ અંગે સીજેઆઈએ સ્પષ્ટતા કરી હતી કે આ માઈક્રો મેનેજમેન્ટ રાજ્ય સરકારની જવાબદારી છે. કેન્દ્રની માર્ગદર્શકા અને નિયમોનું પાલન કરાવવું જનસ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ અંગે સુપ્રીમ કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે લોકોના સ્વાસ્થ્યને જોખમ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત