આ સુપર સ્ટાર્સની પત્નીઓ હંમેશ માટે રહે છે લાઇમલાઇટથી દૂર, જોઇ લો તસવીરોમાં તમે પણ

સુપરસ્ટારની આ પત્નીઓ લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ પતિથી કોઈ વાતમાં ઓછી નથી.

image source

બોલિવૂડ સ્ટાર્સનું લાઇમલાઇટમાં રહેવું એ કંઈ નવી વાત નથી. કારણ કે ચાહકો તેમના પ્રિય સ્ટાર વિશે માહિતી મેળવવા માંગતા હોય છે. આવી સ્થિતિમાં, તેઓ તેમની દરેક વસ્તુ વિશે જાણવા માટે ગૂગલનો આશરો લે છે. બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે કે જેઓ હમેંશા લાઇમલાઇટમાં રહે છે, પરંતુ ચાહકો પાસે તેમની પત્ની વિશે વધારે માહિતી હોતી નથી. ચાલો તો અમે તમને આજે આ પેકેજમાં એવા કલાકારોની પત્નીઓ વિશે જણાવીએ છીએ કે, જેઓ લાઈમલાઈટથી દૂર રહે છે.

1. સોહેલ ખાન અને સીમા સચદેવ

image source

સૌથી પહેલાં વાત કરીએ, સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની. સોહેલ ખાન ભલે આ દિવસોમાં ફિલ્મોમાં જોવા ન મળતો હોય, પરંતુ ઇવેન્ટ્સમાં તેની હાજરી ખાસ જોવા મળે છે. સોહેલ ખાનની પત્નીનું નામ સીમા સચદેવ છે, જે લાઈમલાઈટથી દૂર જ રહે છે. તેમણે પોતાના જન્મદિવસના દિવસે જ સીમા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. સોહેલ ખાન અને સીમા સચદેવના લગ્ન વર્ષ 1998 માં થયા હતા.તેમને બે પુત્રો છે અને બંને અત્યારે ખુશખુશાલ લગ્નજીવન પસાર કરી રહ્યાં છે.

2. ઈમરાન હાશ્મી અને પરવીન સાહની

image source

બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી ભલે મોટા પડદા પર ખાસ જોવા મળતો નથી પરંતુ તે લાઇમલાઇટથી દૂર પણ રહેતો નથી.તેઓ મોટાભાગે મોટા ઇન્વેટ્સમાં જોવા મળે જ છે. પરંતુ બહુ ઓછા લોકો ઇમરાન હાશ્મીની પત્ની વિશે જાણે છે. તેની પત્નીનું નામ પરવિંન સાહની છે. બંનેના લગ્ન વર્ષ 2006 માં થયા હતા. તેને અયાન નામનો એક પુત્ર પણ છે.ઈમરાનની પત્ની પરવિંન સહાની લાઈમલાઈટથી દૂર રહે છે.

3. જ્હોન અબ્રાહમ અને પ્રિયા રુંચાલ

image source

અભિનેતા જ્હોન અબ્રાહમ ઓછી ફિલ્મો કરે છે. પરંતુ તે દર્શકો વચ્ચે એકદમ લોકપ્રિય છે. બિપાશા બાસુ જોડે આઠ વર્ષનાં સંબંધના થયેલાં અચાનક થયેલાં અંત બાદ જ્હોન અબ્રાહમે 2014 માં પ્રિયા રુંચાલ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા મૂળ અમેરિકાની છે. પ્રિયા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ છે.

4. બોબી દેઓલ અને તાન્યા આહુજા

image source

બોલિવૂડ એક્ટર ધરમપુત્ર બોબી દેઓલ લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહ્યો હતો પરંતુ તે હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મ હાઉસફુલ થકી ફરી પાછો બોલીવુડમાં આવ્યો હતો. બોબીની પત્નીનું નામ તાન્યા આહુજા છે. બોબી દેઓલ તાન્યાને પહેલી વાર એક રેસ્ટોન્ટમાં જોઈ હતી અને જોતાં જ એ તાન્યાએ દિલ દઈ બેઠો. એ બંનેના લગ્ન વર્ષ 1996 માં થયા હતા. તેમને બે પુત્રો છે.તાન્યા ખૂબ જ દુર્લભ પ્રસંગોએ જ દેખાય છે અને લાઈમલાઈટથી દુર જ રહે છે.