સુરતના અનોખા લગ્ન ભારે ચર્ચામાં, 68 વર્ષના અંકલેશ્વરના વરરાજા અને 65 વર્ષની મુંબઈની દુલ્હન, ક્યા જોડી હૈ

લગ્ન જીવન જીવનનો સૌથી અનેરો આનંદ હોય છે અને એક મહત્વનું પાસું હોય છે. ત્યારે અવાર નવાર કોઈને કોઈ લગ્ન ચર્ચામાં આવતા રહે છે. ત્યારે હવે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે અને તેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. હાલ સુરત શહેર એક અનોખા લગ્નનું સાક્ષી બન્યું છે. અંકલેશ્વરના વરરાજા અને મુંબઇની વધુના અનોખા લગ્ન સુરતમાં થયા અને ત્યારબાદ શહેરમાં જ સત્કાર સમારંભ પણ યોજાયો હતો. 68 વર્ષીય વર અને 65 વર્ષીય વધુના અનોખા લગ્ન યોજાયા હતા. દીકરીએ માતાને હરખથી વળાવી હતી. ત્યારે આવો આ કિસ્સા વિશે વિસ્તારથી વાત કરીએ…

image source

કહેવાય ને કે જીવનના એક પડાવ ઉપર વ્યક્તિ પહોંચે એટલે એને કોઇના સાથની જરૂર પડે પરંતુ વ્યક્તિના પરિવારમાં કોઇ પણ ન હોય ત્યારે તે પોતાની એકલતા દૂર કરવા માટે શું કરે? તો વળે જીવનસાથીની શોધ તરફ. આમ તો લગ્ન કરવાની કોઇ ઉંમર હોતી નથી પરંતુ સમાજ દ્વારા યુવા વયે લગ્ન કરવાની પરંપરા છેલ્લી કેટલીય સદીઓથી ઘડી કાઢવામાં આવી છે. ત્યારે લોકો યુવા વયે નહીં પરંતુ આઘેડ વયે લગન કરે છે. આવો જ એક કિસ્સાનું સાક્ષી સુરત શહેર બન્યું છે. કારણ કે સુરતમાં 68 વર્ષના વરરાજા અને 65 વર્ષની દુલ્હનના લગ્ન થયા હતા. લગ્ન બાદ માતાને દીકરીએ હરખેથી વિદાય આપી હતી.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ વૃદ્ધ કપલ લગ્ન કરીને હનીમૂન પર પણ ગયુ હતું અને હનીમૂનથી પરત આવ્યા બાદ તેમનું સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અંકેલશ્વરના વૃદ્ધે મુંબઈમાં રહેતી વૃદ્ધા સાથે લગ્ન કર્યા હતા. જો તેમના વિશે વાત કરીએ તો અંકલેશ્વરમાં 68 વર્ષના હરીશ પટેલ પરિવારની સાથે રહે છે. કોરોનાની મહામારી વચ્ચે હરીશ પટેલની પત્નીનું મોત નીપજ્યું હતું. 7 મહિના પહેલા હરીશ પટેલના પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ એકલવાયું જીવન જીવતા હતા.

image source

પછી એક દિવસ તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતાં, બસ ત્યારથી આ કહાની શરૂ થઈ અને તેમને એક જીવનસાથી પણ મળવાના હતા. તેમને ટ્રસ્ટના સભ્યો સામે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી અનુબંધ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના હરીશ પટેલ અને મુંબઈમાં રહેતા જ્યોત્સના જૈનની મીટીંગ કરાવવામાં આવી હતી. આ મીટીંગમાં બંને લગ્ન માટે રાજી થયા હતા. સુરતમાં હરીશ પટેલ અને જ્યોત્સના જૈનના લગ્ન યોજાયા હતા. જ્યોત્સના જૈન મુંબઈમાં રહે છે અને તેમને બે દીકરી અને એક દિકરો છે. જ્યોત્સના જૈનના પતિને કેન્સર હોવાના કારણે તેમનું નિધન થયું હતું ત્યારબાદ તેઓ પણ એકવાયું જીવન જીવતા હતા.

image source

જો વાત કરીએ લગ્ન સમયી તો ત્યારે જ્યોત્સના જૈનનો દિકરો હાજર રહ્યો ન હતો કારણ કે, તે વિદેશમાં રહે છે. એટલે માતાની વિદાય દીકરીએ આપી હતી. લગ્ન બાદ આ વૃદ્ધ દંપતીએ વડોદરામાં રહેવાનું પસંદ કર્યું છે. લગ્ન બાદ વૃદ્ધ દંપતી હનીમૂન માટે ત્રણ દિવસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં રહ્યું હતું, 2 દિવસ પોઈચામાં અને બે દિવસ સાપુતારામાં રહ્યું હતું. હનીમૂનથી પરત આવ્યા બાદ સુરતમાં વૃદ્ધ દંપતીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. હવે આ દંપતી વડોદરામાં રહેશે અને તેમને વડોદરામાં ગોત્રી વિસ્તારમાં એક ફ્લેટ પણ રાખ્યો છે. હવે બન્ને સુખેથી જીવન જીવી રહ્યા છે અને તેઓ હાલમાં લોકોને પ્રેમનું એક અનોખું ઉદાહરણ પણ પુરુ પાડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત