સુરતમાં આ રાજકીય પાર્ટી કાયમ કરી રહી છે મિસાલ, ઉમેદવાર પોતે આઈસોલેશન સેન્ટરમાં આપે છે નર્સની સેવા

ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે ગુજરાતનું સુરત કોરોનાનું એપી સેન્ટર બની ચૂક્યું છે. સુરતમાં કોરોનાની બીજી લહેરે પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સૂરતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એક સરાહનીય કામ શરૂ કર્યું છે.

image source

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોરોનાના દર્દીઓ માટે 6 મોટા આઈસોલેશન કેન્દ્ર શરૂ કર્યા છે. જેમાં ઓક્સીજન અને ડોક્ટરી સેવા પણ દર્દીને આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે આમ આદમી દ્વારા શરૂ કરાયેલા કતારગામ વોર્ડ નંબર 2માં નગરસેવક દિપ્તીબેન સાકરિયા પોતે વોર્ડમાં ચાલી રહેલા આઈસોલેશન કેન્દ્રમાં નર્સનું કામ કરી રહ્યા છે. દિપ્તી બેન પહેલા પણ નર્સનું કામ કરી ચૂક્યા છે. તેનો અનુભવ આજે તેમને કોરોના મહામારીમાં મદદ કરી રહ્યો છે.

image source

આમ આદમી પાર્ટીના નગર સેવક દ્વારા પોતે નર્સ બનીને સેવા આપવામાં આવી રહી છે. એવી વાત બહાર આવતાં લોકોએ તેમના કામના વખાણ કરવાનું શરૂ કર્યું છે. મીડિયાને આ વિશે કહેતા દિપ્તી બેને કહ્યું કે કોરોના મહામારીમાં લોકોની સેવાનો અવસર મને મળ્યો છે અને સાથે એવામાં નગરસેવક હોવાની સાથે આ કામ કોઈ ના કરે તો તે સારી વાત નથી. મને આ અવસર મળ્યો છે અને તેનાથી હું ખુશ છું.

આવી છે સુરતમાં મનપાની સ્થિતિ

image source

કોરોનાએ સુરત મનપાની તિજોરી ખાલી કરી દીધી છે. છેલ્લા એક વર્ષમાં કોરોના પાછળ સુરતની મનપાએ 220 કરોડનો ખર્ચ કર્યો છે. હાલની સ્થિતિએ આગામી 3 મહિનામાં 500 કરોડના ખર્ચનો અંદાજ પણ રાખવામાં આવી રહ્યો છે. જેના કારણે મનપાએ રાજ્ય સરકાર પાસે 500 કરોડની માંગ કરી છે, આ ખર્ચમાં સૌથી વધુ 60 કરોડનો ખર્ચ રેપીડ એન્ટીજન ટેસ્ટ પાછળ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ કરોડોનું નુકસાન

image source

આ સાથે જણાવી દઈએ કે કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખીને આજથી 2 દિવસ સુધી એટલે વીકેન્ડમાં સુરતના ટેક્સટાઈલ માર્કેટ પણ સ્વૈચ્છિક રીતે બંધ રહેશે. કોરોનાની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર દેખાઈ રહી છે. અહીં છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાંથી ઓર્ડર ઘટવા લાગ્યા છે તો સાથે જ પાર્સલોની સંખ્યા ઘટતાં ટ્રાન્સપોર્ટસ દ્વારા બુકીંગ બંધ કરાયું છે. આ કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ હીરા બજાર ચાલુ રહેશે.

સુરતમાં 24 કલાકની કોરોનાની સ્થિતિ

image source

સુરતમાં કોરોના દર્દીઓનો આંક 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. ગઈકાલે શહેરમાં વધુ 2176 કેસ નોંધાયા છે તો સાથે જ સિવિલ-સ્મીમેર હોસ્પિટલ માં 1176 દર્દીઓની ગંભીર હાલત જોવા મળી રહી છે. સિવિલમાં 899 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. અહીં 23 દર્દીઓ વેન્ટિલેટર ઉપર, 263 બાયપેપ, 550 ઓક્સિજન ઉપર જીવી રહ્યા છે. તો અન્ય તરફ સ્મીમેર હોસ્પિટલમાં 340 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે,
28 વેન્ટિલેટર ઉપર, 121 બાયપેપ અને 191 ઓક્સિજન ઉપર શ્વાસ લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *