સુરતમાં કોરોનાનો હાહાકાર: વધતા કેસને લઈને સુરત કોર્પોરેશન એક્શનમાં, જાણો બહારથી આવતા લોકો માટે શું લેવાયો આ મોટો નિર્ણય…

કોરોના વાયરસના કારણે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા આ મહાનગરોમાં રાત્રી કરફ્યુનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે ત્યારે સુરતમાં પાલિકા તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે અને મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે

image source

સુરત મહાનગર પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ સુરતમાં શહેર બહારથી આવતા લોકોએ સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. સુરત શહેરમાં બહારથી આવતા લોકો માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અને ફરજિયાત રૂપે બહારથી આવતા લોકો માટે સાત દિવસ માટે હોમ-કોરોન્ટાઈનનો નિયમ બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે જો આ જાહેરનામાનો ભંગ કરવાં આવશે તો જે તે વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

image source

વધતા જતા કોરોમાં સંક્રમનને ધ્યાનમાં લઈને સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. શાળાઓ શરૂ કરવામાં આવી એ પછી સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. એવામાં સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે.

વધુમાં તંત્રએ જણાવ્યું છે લે ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તેમજ શાળા અને કોલેજમાં પણ 7 દિવસ ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. ફક્ત પરીક્ષા જ ઓફલાઈન લેવાશે.

image source

સુરત મહાનગર પાલિકાના આ નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. અને આજથી 7 દિવસ માટે ફક્ત ઓનલાઇન શિક્ષણ જ અપાશે. આ ઉપરાંત જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં સૌથી વધુ કોરોના કેસો આવતા સીટી બસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અઠવાડિયા માટે સુરત શહેરમાં 21 રૂટો પર સિટી બસ અને BRTS સેવા બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા ત્યાં સીટી બસો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ- બગીચાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

image source

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા એને કાબુમાં લાવવા માટે સિટી બસ પછી હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા.

તંત્રના આદેશને પગલે શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.

image source

કોરોના વાયરસના કેસ સતત વધારો નોંધાતા સુરતમાં આરોગ્ય રથ કાર્યરત કરાયા છે. સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં 30, 593 ઘરોમાં 1, 26, 285 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12, 106 લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે 30 જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને 11, 277 કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!