સુરતના સાડીના વેપારીની અનોખી પહેલ, સાડીના પાર્સલમાં સાથે આપે છે માસ્ક, આયુર્વેદિક દવા અને ફેસ શિલ્ડની કીટ

સુરતી લાલા હંમેશા તેના આગવા કામના કારણે ચર્ચામાં રહે છે. સુરતવાસીઓ કંઈક નવું કરવા માટે પણ પ્રખ્યાત છે તેવામાં આવી જ એક પહેલ અહીંના એક વેપારીએ કરી છે.

image source

સુરત ખાણીપીણી, હીરા ઉદ્યોગ અને કપડાના વેપાર માટે પ્રખ્યાત છે. લોકડાઉન દરમિયાન જાણે થંભી ગયેલી સુરતના ઉદ્યોગોની ગતિ પરત ફરી રહી છે. વેપાર ધંધા હવે ધીમી ગતિએ પણ શરુ થયા છે. તેવામાં અહીંના એક સાડીના વેપારીના એક ઉમદા કામની ચર્ચા દેશભરમાં થવા લાગી છે.

image source

જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે લોકોની સેવા કરતા વેપારીઓ માટે હવે ધંધો ચલાવવો અનિવાર્ય થયો છે. પરંતુ વેપાર શરુ કર્યા પછી પણ કેટલાક વેપારીઓએ સેવા કાર્ય પણ યથાવત રાખ્યું છે. સુરતની રધુકુળ માર્કેટમાં સાડીનો વેપાર કરતા એક વેપારીએ એક અનોખી શરુઆત કરી છે. તેણે વેપાર કરવાની સેથા સેવા કાર્ય પણ શરુ કર્યું છે. સેવા, સુરક્ષા અને વેપારના આ સંગમને લોકો વખાણી રહ્યા છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શું કર્યું છે આ વેપારીએ.

image source

રઘુકુળ માર્કેટના વેપારીના જણાવ્યાનુસાર તેમની સાડીઓના પાર્સલ સાથે માસ્ક, આયુર્વેદિક દવા, ફેસ શિલ્ડ સહિતની કીટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સાડીઓના પાર્સલ અન્ય રાજ્યોમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં આ પ્રકારે 30થી 40 હજાર જેટલી સાડીઓના પાર્સલ મોકલી પણ દેવામાં આવ્યા છે. વેપારીઓએ આ પ્રકારે 2 લાખ સાડીઓના પાર્સલ મોકલવાનો ટાર્ગેટ રાખ્યો છે.

image source

સાડીના વેપારી ગોવિંદભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અહીંના વેપારીઓ દ્વારા છેલ્લા બે મહિનાના લોકડાઉન દરમિયાન પણ સેવા કરવામાં આવી હતી. હવે તેમણે સેવાને વેપાર સાથે જોડવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે સાડીઓ સાથે માસ્ક, આયુર્વેદિક દવા સહિતની વસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ રીતે તેઓ 2 લાખ જેટલી સાડીના પાર્સલ તૈયાર કરી બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્રીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

image source

જો કે આ સેવા અને વેપાર તેઓ સરકાર દ્વારા નિર્ધારિત ગાઈડ લાઈનના નિયમોને અનુસરીને કરી રહ્યા છે. આ અનોખી પહેલ અંગે વેપારી ગોવિંદભાઈ ગુપ્તાનું જણાવવું છે કે બે મહિના દરમિયાન કરવામાં આવી રહેલી સેવાથી સ્થાનિક લોકોને તો રાહત થઈ હતી. પરંતુ હવે જ્યારે વેપાર શરુ થયો છે ત્યારે બંને કામ એકસાથે કરી અને સાડીઓના વેપાર દ્વારા દરેક વર્ગના અને અન્ય રાજ્યોના લોકો સુધી આ કીટ પહોંચાડી શકાય તેવી તક મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત