સુરત: સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર અમિતા જોશીને પરિજનોંએ અશ્રુભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, ગાર્ડ ઓફ ઓનર અપાયું

33 વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશી કે જે સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેમને શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા હતી પણ એ પહેલા સુરત પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

અમિતા જોશીની અંતિમયાત્રામાં પોલીસ સહિત તેમના પરિવારજનો જોડાયા હતા. અને સૌએ અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.

મહિલા પીએસઆઇ અમિતા જોશી ઉધના પોલીસની પટેલ નગર ચોકીમાં ફરજ બજાવતા હતા. તેમને શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. આ દરમિયાન પોલીસને એક ડાયરી મળી હતી જેમાં મહિલા પીએસઆઇ એ લખ્યું હતું કે પોતે જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી.

image source

પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએના ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. તમને જણાવી દઈએ કે પીએસઆઇ અમિતા જોશીના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

મહિલા પીએસઆઈ અમિતા જોશી પોતાના પતિ,પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ અમિતા જોશી કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા

image source

અમિતા જોશી મૂળ અમરેલીના વતની હતા અને એમનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું અને એ પછી ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેઓએ આપઘાત કર્યો એ બાદ રવિવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને ભીના હૈયે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

તમને જણાવી દઈએ કે પીએસઆઈ અમિતા જોશીએ જે દિવસે આપઘાત કર્યો એ દિવસે એમની મેરેજ એનિવર્સરી હતી. મેરેજ એનિવર્સરીના દિવસે જ તેઓ નાઈટ ડ્યુટીમાંથી ઘરે આવ્યા અને ત્યાર બાદ પતિ સાથે ફોન પર ઝઘડો થયો હતો. જે બાદ તેમણે આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે હાલ પોલીસે વધુ તપાસ કરી રહી છે.

image source

સુરતના મહિલા પીએસઆઇ અમિતા જોશીએ આપઘાત કરી લીધો એનાથી સન્નાટો છવાઈ ગયો છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં.

તમને જણાવી દઈએ કે અમિતા જોશીના પિતા પણ રિટાયર્ડ પોલીસ કર્મચારી છે. અમિતા જોશીને એક પાંચ વર્ષનો દીકરો પણ છે જેને અમીટના આપઘાતના પગલાં બાદ પોતાના માથેથી માતાનો પડછાયો ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત