સુરતની મહિલાઓ એક સંસ્થાને પુરી પાડે છે રોજ લાખો રોટલીઓ… જાણો કેવી રીતે ચાલે છે સુરતનો રોટી યજ્ઞ

લોકડાઉન જાહેર થયું ત્યારથી દેશભરમાં ઠેર ઠેર લોકો જરૂરીયાતમંદોની મદદ કરી રહ્યા છે. તેવામાં સૌથી મોટી સેવા એ લોકો કરી રહ્યા છે જે આ કપરા સમયમાં ભૂખ્યા લોકોને ભોજન પુરું પાડે છે.

image source

તેમાં પણ સુરતમાં તો ઘર-પરિવારને સાંચવતી મહિલાઓ એવું કામ કરે છે જે વખાણવા યોગ્ય છે. ઘરના સભ્યોને જમાડવા એ તો દરેક ગૃહિણીની ફરજ છે પરંતુ સુરતની આ મહિલાઓ એવો સેવા યજ્ઞ ચલાવી રહી છે જેનાથી અનેકનું પેટ ઠરે છે.

રાજ્યમાં અમદાવાદ બાદ જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તેવા સુરતના પ્રીતિ શુક્લ અને તેમની આસપાસ રહેતી મહિલાઓ રોજેરોજ પરપ્રાંતીયો અને વિસ્થાપિતો માટે રોટલીઓ બનાવે છે. આ રોટલીની સંખ્યા હજારો નહીં લાખોમાં છે. આ મહિલાઓ પોતાના પરિવારની જવાબદારી નીભાવવાની સાથે રોજ પોતાના ઘરે બનતી રોટલીઓમાં 5થી 10 રોટલી વધારે બનાવે છે.

image source

રોટી યજ્ઞમાં આ રીતે રોજ મહિલાઓ વધારે રોટલી બનાવે છે અને શહેરભરમાંથી દરરોજ આશરે 1,50,000 રોટલી એકત્ર થઈ જાય છે. આ રોટલીઓ શહેરના વિસ્થાપિતોને પહોંચતી કરવામાં આવે છે. આ મહિલાઓ છાયડો નામની સંસ્થા સાથે જોડાયેલી છે અને તેઓ આ સેવાયજ્ઞ ચલાવી રહી છે.

સુરતમાં હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો અહીં ધંધા-રોજગાર માટે વસવાટ કરે છે. હાલ ધંધા-રોજગાર બંધ હોવાથી તેમને બે ટંકના ભોજનની પણ સમસ્યા ઊભી થાય છે. લોકોની આવક બંધ થવાથી તેમના માટે ભૂખ પ્રાણપ્રશ્ન બની ગઈ છે. તેવામાં સુરતની છાયડો સંસ્થાએ લોકોની ભૂખ ભાંગવાનું બીડું ઝડપ્યું છે.

image source

સુરતની મહિલાઓ રોજ 5થી 10 રોટલી વધારે બનાવી જે રોટલી એકત્ર કરે છે તેનું વિતરણ કરવાની ખાસ વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્રની મદદથી કરવામાં આવી છે. આ કામ માટે સંસ્થાને એક હોલ ફાળવવામાં આવ્યો છે. રોટલી ઉપરાંત અહીં સામાજિક આગેવાનોના માર્ગદર્શન અને મદદથી શાક અને ભોજનની અન્ય વસ્તુઓ બને છે. આ બધી જ વસ્તુઓ એકત્ર કરી એક કીટ તૈયાર કરવામાં આવે છે.

પ્રીતિબેન તેમજ અન્ય મહિલાઓએ આ અંગે કહ્યું છે કે તેમની સોસાયટીમાં એક દિવસે છાંયડો સંસ્થાના કાર્યકર્તા આવ્યા અને શ્રમિકોના ભોજન માટે મદદ કરવાની વાત કરી. બસ ત્યારથી તેમનો આ નિત્યક્રમ બની ગયો છે. તેમની સોસાયટીમાંથી રોજ 400 કરતાં વધુ રોટલીઓ બને છે. આ રીતે સંસ્થાને રોજ લાખો રોટલીઓ મહિલાઓ બનાવીને પુરી પાડે છે.

image source

સુરતમાં શરુ થયેલી આ અનોખી સેવાએ મહિલાની શક્તિનું બેજોડ ઉદાહરણ પુરું પાડ્યું છે. પરીવારને સાંચવી સ્ત્રીઓ જો એક સાથે મળી કોઈ કામ કરે તો તેનાથી હજારો લોકોના પેટ ભરાય છે તે વાતનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત