બ્રિટનથી સુરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતાં હડકંપ, માતા-બહેનને પણ ચેપ લગાડ્યો

કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ દુનિયાભરના દેશોની સાથે ભારત પર પણ તોળાવા લાગ્યું છે. ભારતમાં પણ યુકેથી પરત ફરેલા 30થી વધુ લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે. જો કે હવે કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ ગુજરાત પર પણ ભમી રહ્યું છે. કારણ કે સુરતના હજીરા ખાતે માતા-પિતાને મળવા આવેલી એક પરિણીતા આ કોરોના સંક્રમિત છે અને તેનાથી તેની માતા અને બહેન પણ સંક્રમિત થયા છે. હાલ આરોગ્ય વિભાગે તેના પિતાને દેખરેખ હેઠળ રાખ્યા છે અને અન્ય સંક્રમિત દર્દી માટે હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

image source

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 10 ડિસેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી પરિણીતા હજીરામાં રહેતા તેના માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. 32 વર્ષીય પરિણીતા નાતાલની પડેલી રજાને ધ્યાનમાં રાખી ભારત આવી હતી. 20 ડિસેમ્બરે પરિણીતા યુકે પરત જવાની હતી પરંતુ ત્યારે યુકેના નવા સ્ટ્રેનને લઈને ફ્લાઈટ બંધ થઈ હોવાથી તેને દિલ્હીથી પરત ફરવું પડ્યું હતું.

image source

આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન અનુસાર આરોગ્ય વિભાગે યુકેથી આવેલા મુસાફરોને સ્ટ્રેક કરી તેમના ટેસ્ટ કરવાનું શરુ કર્યું. જેમાં પરિણીતાનું નામ પણ હતું અને આરોગ્ય વિભાગે તેના ટેસ્ટ કરાવ્યા. જેમાં પરિણીતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેના પરિવારના સભ્યોના પણ કોરોના ટેસ્ટ થયા જેમાં તેની બહેન અને માતા કોરોના સંક્રમિત જણાયા અને પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે પિતાને પણ હાલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

image source

હાલ યુકેથી પરત ફરેલી પરિણીતા અને તેના પરિવારના સભ્યોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેમના માટે હોસ્પિટલના દસમા માળને રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ ત્રણેય પોઝિટિવ દર્દીના સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. જો કે ત્યાંનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. હાલ તો ત્રણેયની હાલત સ્થિર છે. પરંતુ જરૂરી તમામ રિપોર્ટ કરાવી અને સારવાર શરુ કરવામાં આવી છે.

image source

કોરોનાના નવા સ્ટ્રેનની આશંકાએ ત્રણેય દર્દીને અલગ રાખવામાં આવ્યા છે. તેમને કોરોનાના અન્ય દર્દીઓ સાથે પણ રાખવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ પરિણીતાના પિતા હજીરા ખાતેની કંપનીમાં નોકરી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત