ગુજરાતના આ જિલ્લામાં જતા પહેલા રાખજો ખાસ ધ્યાન, કારણકે ત્યાં વધી રહ્યા છે ધડાધડ કોરોનાના કેસ

કોરોનાના કેરમાં ગુજરાત રાજ્યનો આ જીલ્લો વધતા જઈ રહેલા કોરોના કેસને લઈને બની રહ્યો છે હોટસ્પોટ

વિશ્વ ભરમાં કોરોનાનું સંકટ સતત વિસ્તરતું જઈ રહ્યું છે ત્યારે ભારતમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જો ભારતમાં કોરોનાની વાત કરીએ તો પાછળના ૨૪ કલાકમાં ભારતમાં ૩૫ હાજર જેટલા નવા કેસ નોધાયા છે. જો કે મહારાષ્ટ્ર સૌથી વધારે કેસ અને સંક્રમણ સાથે નંબર એક પર છે.

image source

આ સમયે ગુજરતમાં પણ કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. રાજ્યના અનેક જીલ્લામાં કોરોનાના નવા કેસમાં રોકેટની ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયે જે જિલ્લાઓમાં કેસ ન હતા એવા વિસ્તારોમાં પણ હવે કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. આવા સમયે સરકાર અને તંત્રની ચિંતાઓમાં વધારો થઇ રહ્યો છે.

ભાવનગરમાં ૫ દિવસમાં ૨૫૦ નવા કેસ

image source

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સતત વધતા આંકડામાં ભાવનગર પણ જોડાયુ છે. ભાવનગર જીલ્લાની વાત કરીએ કોરોના વાયરસનું સંક્રમણ અહી પણ વિસ્ફોટક ગતિએ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ બાબતે શહેર ભરમાં વધારો જોવા મળી રહ્યો છે. અહી પાછળના ૫ દિવસમાં ૨૫૦ જેટલા નવા કોરોના કેસ નોધાયા છે.

image source

જો સંપૂર્ણ જીલ્લાની વાત કરીએ તો ગઈ કાલે એટલે કે પાછળના ૨૪ કલાકમાં શહેરી વિસ્તારમાં ૩૫ અને ગ્રામીણ વિસ્તારમાં ૧૫ કોરોના કેસ નોધાયા છે. આ સાથે ભાવનગર જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૭૯૮ થઇ છે. પરિણામે તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

image source

પાછળના દિવસોમાં ચિંતાજનક વધારો

ગુજરત રાજ્યમાં જયારે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર જીલ્લામાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો. પાછળના પાંચ દિવસમાં ભાવનગર જીલ્લામાં ૨૫૦ કરતા વધારે કેસ જોવા મળ્યા છે. ભાવનગર શહેરમાં જ ગત પાંચ દિવસમાં કોરોનાના નવા ૨૫૦ કેસ નોધાયા છે. આમ જીલ્લા સહીત ભાવનગર શહેરમાં પણ કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો નીધાયો છે.

image source

પરિણામે હાલ ભાવનગર શહેરમાં બહારથી આવનારા લોકો પર મોનીટરીંગ થઇ રહ્યું છે. અધેલાઇ ચોકડી પાસે ઉભી કરવામાં આવેલી પોસ્ટમાં બહારથી આવનારા લોકોનું યોગ્ય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ પોસ્ટમાં કોરોના ટેસ્ટની પણ સુવિધા છે. હાલમાં અમદાવાદ, વડોદરા અને સુરતથી આવનારા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે.

તંત્ર પર સાચા આંકડાઓ છુપાવવાનો આરોપ

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક વખત ભાવનગર તંત્ર પર સાચા આંકડાઓ છુપાવવાનો આરોપ લાગી ચુક્યો છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના તંત્ર દ્વારા કોરોના મૃત્યુંઆંકને છુપાવ્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં કોરોનાથી થયેલ દર્દીઓનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્ર દ્વારા છુપાવામાં આવ્યા હોય એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત