ઢબુડી માતા કરતા પણ ખતરનાક નિકળી સુરતની આ નવી માતાજી, સંતાન પ્રાપ્તિ કરાવવા પડાવતી લાખો રુપિયા

ઢબુડી માતાનું હજું પત્યું નથી ત્યાં સુરતમાં આવ્યા નવા માતાજી – સંતાન પ્રાપ્તિના નામે પડાવ્યા લાખો રૂપિયા

કોરોના કાળમાં પણ લોકોને છેતરવાનો ધંધો તો પૂર જોશમાં જ ચાલી રહ્યો છે. તે પછી ઓનલાઈન છેતરપિંડી હોય કે પછી ઘરે બેઠાબેઠા છેતરપીંડી થઈ રહી હોય. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ગુનાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. અહીં હત્યાઓ થઈ રહી છે, ચોરીનુ પ્રમાણ વધી ગયું છે તો વળી દુષ્કર્મ અને છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં એક ઘટના ઘટી ગઈ. અહીં માતાજીના ઢોંગ કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

image source

અહીં માતાજી હોવાનો ડોળ કરીને એક મહિલાએ લોકો પાસેથી સોના-ચાંદીના ઘરેણા પડાવી લીધા હતા. સુરતમાં આવેલા સરથાણા વિસ્તારમાં એક મહિલાએ પોતાના ઘરમાં જ મેલડી માતાનું મંદિર બનાવી રાખ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી લોકોના ભાગ્ય જોવાના ડોળ કરવામાં આવી રહ્યા છે. જેના આ ઢોંગને ભારત જન વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો છે. આ મહિલા છેલ્લા લગભગ 18 વર્ષથી લોકોને આ રીતે ધતિંગ કરીને છેતરતી આવી છે. અને માતાજી હોવાન ડોળ કરીને તેમની પાસેથી સોના-ચાંદીના ઘરેણા પડાવતી આવી છે. છેવટે આ આખીએ છેતરપિંડીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. અને છેવટે આ ભૂઈમા નામની ઢોંગી મહિલા તેમજ તેના દીકરા દ્વારા એક સેંગદનામું પોલીસે લખાવી લીધું છે જેમાં તેઓ હવે પછી આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તેવી કબૂલાત કરાવવામા આવી છે.

image source

આ ઢોંગી ભૂઈમા મૂળે ભાવનગરના છે પણ છેલ્લા 18 વર્ષથી તેઓ સરથાણા વિસ્તારમાં રહે છે. અને ઘરમાં જ તેમણે મેલડી માતાનું મંદિર બનાવી રાખ્યું છે. અને છેલ્લા 4-5 વર્ષથી તેણી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનું, સંતાન પ્રાપ્તિ વિગેરે જેવી વિધિ કરવાનો ડોળ કરતી આવી છે. અને આ બધા કામના તેણી લોકો પાસેથી 10 હજારથી લઈને 5 લાખ સુધી પડાવતી આવી છે. આ મહિલાએ માત્ર સુરત શહેરમાં જ નહીં પણ પાલીતાણા નજીક આવેલા ગામના લોકો પાસેથી પણ મોટી મોટી રકમો તેમજ સોના-ચાંદીની વસ્તુઓ પડાવી છે.

image source

આમ તો આ મહિલાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી આવતી હતી અને તેના જ આધારે ભારત વિજ્ઞાન જાથાના સભ્યોએ પોલીસની આ મામલાનો નિકાલ લાવવા માટે મદદ માંગી હતી. જ્યારે ભારત વિજ્ઞાન જાથાના સભ્યો તેમજ પોલીસ આ મહિલાના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં આરોપિ મહિલાના દીકરાએ દાદાગીરી કરવા માંડી હતી. જો કે પોલીસ હાજર હોવાથી પોલીસે તેને બરાબરનો સમજાવી દીધો હતો. જો કે ત્યાર બાદ પોલીસે તેમજ ભારત વિજ્ઞાન જાથાના સભ્યોએ તે મહિલાને એક ચમત્કાર કરી બતાવવા જણાવ્યું પણ પછી તેણી કશું જ કરી ન શકી અને તેનો ભાંડો ફૂટી ગયો.

image source

અને છેવટે પોલીસે કડકાઈથી પૂછ પરછ કરતાં તે મહિલાએ બધી જ હકીકતો સ્વિકારી લીધી હતી. અને તે પોતે લોકોને છેતરે છે તે વાતની પણ કબુલાત કરી હતી. અને હવે પછી આવા કોઈ ધતિંગ ન કરે તે માટેનું કબુલાત નામું પણ તેણી પાસે લખાવી લેવામાં આવ્યું હતું.

આ મહિલા પહેલાં દુકાન અને કારખાનું પણ ધરાવતી હતી પણ તેમાં મંદી આવતા તેણીએ લોકોને છેતરવાનો નવો ધંધો શરૂ કર્યો હતો. અને આમાં તેણીને મબલખ કમાણી થવા લાગી હતી. આ અંગે પોલીસે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો મહિલા વિરુદ્ધ કામગીરી કરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત