કાંતારેશ્વર મહાદેવ મંદિર – સુરત કતારગામના આ મંદિરનું છે પૌરાણિક મહત્વ… અહીં ગણેશજીનું નહીં સૌ પ્રથમ પૂજન થાય છે સૂર્યનારાયણનું…

કાંતારેશ્વર મહાદેવ મંદિર – કતારગામના આ મંદિરનું છે પૌરાણિક મહત્વ… અહીં ગણેશજીનું નહીં સૌ પ્રથમ પૂજન થાય છે સૂર્યનારાયણનું, કપિલમુનિએ કપિલા ગાયનું દાન આપીને સૂર્યનારાયણ પાસે તેમના તેજરૂપી શિવલિંગના પ્રાગટ્યનું વરદાન માગ્યું. પૌરાણિક મહત્વ છે આ શિવાલયનું…

 

View this post on Instagram

 

A post shared by MahaDev Group (@kantareshwar_mahadev_temple) on


સુરત શહેર પાસે આવેલા આ ગામનું એક ખાસ મહત્વનું છે. અહીંનું પુરાણોમાં ઉલ્લેખ છે એવા કતારગામનું નામ જાણીતું છે અહીંના શિવાલયને કારણે. આ મંદિરની સ્થાપના અને તેના વિશેની દંતકથા ખૂબ જ રસપ્રદ છે. અહીંના એક સમયના અરણ્યોમાં તાપી નદીના કિનારે કપિલ મુનિનો આશ્રમ હતો. કપિલ મુનિ પાસે એક ખૂબ દુર્લભ ગાય હતી. જેનું નામ હતું કપિલા. આ મુનિએ સૂર્યનારાયણની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા. જ્યારે સૂર્યદેવ તેમના તપથી પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા ત્યારે કપિલ મુનિએ તેમને ગાયનું દાન આપવાનો અનુરોધ કર્યો અને સૂર્યનારાયણે તેમની પાસેથી કોઈ વરદાન માગવા કહ્યું…

 

View this post on Instagram

 

A post shared by Mahadev (@kantareshwar_mahadev) on


સૂર્યનારાયણ પાસેથી કપિલ મુનિએ જે વરદાન માંગ્યું, તે જાણીને તેઓ આશ્ચર્યમાં પડ્યા…

કપિલ મુનિએ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે જે તપ કર્યું હતું, તેનો આશય એ હતો કે ભગવાન સૂર્યનારાયણ આ ધરતી પર લોક હિતાર્થે આવીને સ્થાયી થાય. તેમણે સૂર્યદેવને તેમની પ્રિય ગાયનું દાન કરવા સંકલ્પ કર્યો અને સામે સૂર્યદેવે પણ કહ્યું કે હે તપસ્વી, આપની સાધનાથી પ્રસન્ન થઈને તમને કોઈ વરદાન આપવા ઇચ્છું છું. આ સંકલ્પના સાક્ષી થવા ગણેશજીની સાથે અનેક દેવગણ પણ ઉપસ્થિત થયા અને તેમણે પણ આ પ્રસંગની પ્રસંશા કરી.

 

View this post on Instagram

 

A post shared by TheK.H29 (@thekview) on


ગણેશજીની સાક્ષીએ જ્યારે કપિલ મુનિએ વરદાન માંગ્યું કે અહીં ધરતી પર અવતરણ પામો ત્યારે સૂર્યનારાયણ અવઢવમાં પડ્યા. અને વિચારવા લાગ્યા કે આ તપસ્વીની ઇચ્છા કઈરીતે પૂરી કરવી. આવું વરદાન માંગીને તેમણે દેવગણોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે, દ્વિધા તો એ હતી કે પરમ તેજસ્વી અને આકરા તાપના સ્વામી એવા ભગવાન સૂર્યનારાયણ જો કાયમી રૂપે અહીં પૃથ્વી પર અવતરે તો તેમનું તેજ પૃથ્વી પર કોઈ લોકો સહન ન કરી શકે. આ સમસ્યાનું નિવારણ કરવા સૌએ કપિલ મુનિ સહિત મહાદેવનું સ્મરણ કર્યું અને મહાદેવ ત્યાં પ્રગટ થયા…

 

View this post on Instagram

 

A post shared by mayur panwala (@1115_panwala) on


સૂર્યનારાયણનું તેજ મહાદેવે પોતાનામાં અર્જિત કર્યું અને શિવલિંગ રૂપે ત્યાં સ્વયંભૂ પ્રગટ થયા…

ભાદરવાની સતયુગે કૃષ્ણ પક્ષે છઠ્ઠના દિવસે આ ગપિલા ગાયનું દાન આપીને કપિલ મુનિએ સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું. આ વરદાનને મહાદેવની મદદ વિના પૂર્ણ કરવું સૂર્યદેવને અશક્ય લાગતાં સૌએ એમને સ્મરણ કરીને પ્રગટ થવા અનુરોધ કર્યો. ભગવાન શંકરે સૂર્યનું તેજ ધારણ કરીને શિવલિંગ સ્વરૂપે આ કાંટાળા જંગલમાં પ્રગટ થયા એથી આ મહાદેવના મંદિરનું નામ પડ્યું કાંટાળેશ્વર મંદિર. એ સમયે ત્યાં હાજર ગણેશજીએ પણ વરદાન આપ્યું કે આજ સુધી મારું સૌથી પહેલાં પૂજન થાય છે પરંતુ આ જગ્યાએ સૌ પ્રથમ પૂજન સૂર્યનારાયણનું થશે.

 

View this post on Instagram

 

JAY MAHADEV #mahadevbhakt

A post shared by Nikhil Solanki (@_mr.solanki__) on


પૌરાણિક સમયમાં પવિત્ર નદી મા ગંગાના અવતરણ પહેલાંનું આ મંદિર હોવાનું માનવામાં આવે છે…

કહેવાય છે કે આ પૌરાણિક મંદિર પાસે એક તળાવ હતું જે ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હતું. સમય જતાં આ જગ્યાએ જંગલ પણ સૂકાતું ગયું અને સાવ કાંટાળી ઝાડીઓ થઈ ગઈ હતી. સતયુગમાં કપિલ મુનિએ આ આશ્રમ છોડીને ઉત્તર તફસ સગર રાજાના રાજ્યમાં આશ્રમ કર્યો હતો. એ સમયે તેમણે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું. સગર રાજાને ૬૦૦૦ પુત્રો હતા પરંતુ કપિલ મુનિનું અપમાન કર્યું હતું. જેથી ક્રોધિત થઈને તેમણે એમને મૃત્યુ દંડ આપ્યો અને તેમની અસ્થિઓ ત્યાં જ રહી. આ ઘટનાને ચાર પેઢી જતી રહી છતાંય અસ્થિ ત્યાંની ત્યાંજ રહી સગર રાજાના પુત્રોને મુક્તિ ન મળી. આથી ભગિરથ નામના રાજાએ તપ કર્યું ત્યારે કોઈએ કહ્યું કે સ્વર્ગમાંથી ઉતારીને ધરતી પર લાવવામાં આવે તો તેમની સદગતિ જરૂર થશે.

 

View this post on Instagram

 

A post shared by Mahadev (@kantareshwar_mahadev) on


ગંગાજીને પૂર્વજોની મુક્તિ માટે પૃથ્વી પર લાવવા માટે ભગિરથે તપ કર્યું, ભગવાન શંકરને અનુરોધ કર્યો કે જો મા ગંગા અહીં ધરતી પર આવશે તો તેમનો ધસમતો પ્રવાહ કોઈ સહન નહીં કરી શકે. આપ ઝટામાં તેમને ધારાણ કરો અને અહીં એમનું વહેણ કરો. ભગિરથના તપથી પ્રસન્ન થઈને ભાગીરથી ગંગાએ પેઢીઓથી પડેલી અસ્થિઓને સ્પર્શીને તેમના પૂર્વજોને મુક્તિ આપી.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Sodhiya (@mr.perfect_1896) on


આ પૌરાણિક પ્રસંગને આધારે જરૂર કહી શકાય છે કે કપિલ મુનિનો કાંતારેશ્વર મહાદેવની સ્થાપનાનો પ્રસંગ ગંગા પ્રાગટ્યની પહેલાંનો છે. આજે કતારગામની સૂરતી પાપડી અને લીલી તુવેર ખૂબ જ વખણાય છે. પરંતુ અહીંના મહાદેવનું પૌરાણિક મંદિરના દર્શન કરવા આજે પણ અહીં લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે. તેથી જ આ કપિલ મુનિનો આશ્રમ અને કપિલા ગાય તેમજ સૂર્યનારાયણની ઉપાસનાની દંતકથા જરૂર જાણવી જોઈએ. આ આખા પૌરાનિક પ્રસંગનો ઉલ્લેખ તાપી પુરાણમાં કરાયેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,