માતાએ ધાવણ લજાવ્યું : સુરતમાં કુવારી માતા બનતા યુવતીએ કડકડતી ઠંડીમાં બાળકે ત્યજી દીધુ

સુરતમાં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. કોઈ માતા આટલી ક્રુર કેવી રીતે બની શકે તે સવાલો બધા કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ગોડાદરામાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. જેમા તપાસમાં સામે આવ્યું કે યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતાં તે ગર્ભવતી બની હતી.

image source

ત્યાર બાદ બાળકને જન્મ આપતાં પાપ છુપાવવા માટે રવિવારે ગોડાદરા વિસ્તારના પ્રમુખ આરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 15 ડીગ્રી ઠંડીમાં બાળકને ત્યજી દીધું હતું. ત્યાર બાદ લોકોને જાણ થતા બાળકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે ગોડાદરા પોલીસે યુવતી અને તેના પ્રેમી યુવકની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકને જન્મ આપીને ત્યજી દીધું

image source

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેરની પાછળ પ્રમુખ આરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે રવિવારે સાંજે 6 વાગે એક નવજાત બાળક મળ્યું હતું. એ જીવિત અવસ્થામાં હતું. પ્રમુખ આરણ્યના પાંચમા માળે રહેતા પવન સોહનલાલ અગ્રવાલની નજર બાળક પર ગઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરતાં ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકને કબજામાં લઈને હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જ્યાં તેની હાલત સામાન્ય છે.

image source

પોલીસને તપાસમાં ખબર પડી કે એ જ વિસ્તારમાં રહેતી અસ્મિતા ( નામ બદલ્યું છે) ગર્ભવતી હતી અને તેણે બાળકને જન્મ આપીને ત્યજી દીધું હતું. તે પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે. જો કે યુવતીના આ કૃત્યની સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે. આવી ઠંડીમાં કોઈ માતા નવજાત બાળકને કેવી રીતે બહાર ફેકી શકે. લોકો કહ્યું પોતે કરેલી ભૂલની સજા આ બાળકને કેમ આપવામાં આવી રહી છે. આ બાળકનો શું વાંક.

એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો

image source

તો બીજી તરફ હોસ્પિટલે અસ્મિતાને રજા આપતાં પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે અસ્મિતા જે એપાર્ટમેન્ટમાં રહે છે એ જ એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો. તેઓ વચ્ચે સહમતીથી શરીર સંબંધ બંધાયો હતો. એને કારણે તે ગર્ભવતી બની હતી. જોકે કુંવારી માતા બનતાં પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હતું. તમને જણાવી દઈએ કે આ યુવતીના માતા-પિતા રાજસ્થાનમાં રહે છે. અહીં તે તેના ભાઈ-ભાભી સાથે રહે છે. તો બીજી તરફ અસ્મિતાનો પ્રેમી યુવક પણ રાજસ્થાનનો જ વતની છે.

યુવતી યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી

image source

મળતી માહિતી પ્રમાણે યુવતી યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. હાલ યુવક અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાનની વાતો ચાલે છે. ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.ગામીતે જણાવ્યું હતું કે અસ્મિતા યુવક વિરુદ્ધ કોઈપણ ફરિયાદ આપશે એટલે પોલીસ ફરિયાદ લઈ લેશે. સંગીતા પુખ્ત વયની છે. જો કે હાલમાં તો યુવતી તેના પ્રેમી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે તૈયાર નથી. એવામાં બન્ને પરિવાર મળીને શું રસ્તો કાઢે છે તે જોવું રહ્યું. તો બીજી તરફ નવજાત બાળકના ભવિષ્યનો પણ સવાલ છે. જે હાલમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત