સુરતમાં હાહાકાર મચી ગયો, બેંકની મહિલા કર્મી ઘરે ચિઠ્ઠી લખીને ગુમ થઈ, લખ્યું કે-મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના…

હાલમાં ગુમ થવાના કેસો ઘણા વધારે આવી રહ્યા છે. રાજ્યમાંથી અવાર નવાર કોઈને કોઈ નાની મોટી ઉંમરના લોકો ગુમ થતાં રહે છે. આ સાથે જ સુસાઈડના કિસ્સા પણ ઘણા વધારે બની રહ્યા છે, લોકો કોઈને કોઈ કારણોસર મરી રહ્યા છે અને જીવન ટૂંકાવી રહ્યા છે. પણ હાલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને બધા ગોટે ચડી ગયા છે. જો વાત કરીએ આ કેસ વિશે તો એક રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મચારી પોતાના ઘરે એક ચિટ્ઠી લખી ગઈ કે ‘ ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું’ એમ કહીને ગુમ થઈ ગઈ અને હવે અડાજણ પોલીસમાં આવી ફરિયાદ નોંધાઇ છે.

image source

આ યુવતી મુળ ઝારખંડની છે અને તેની ઉંમર 31 વર્ષની છે. તેનું નામ રજનીકુમારી છે. મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો અડાજણ અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહે છે. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે. બન્યું એવું કે સાત તારીએ બંને બહેનો સવારે નોકરી માટે ઘરેથી નીકળી તો ગઈ પણ રજનીકુમારી બેંક પર પહોંચી ન હતી. જેથી બેંક પરથી તેની નાની બહેનને ફોન કરી રજની નોકરી પર આવી ન હોવાની જાણ કરવામાં આવી અને કંઈક ખોટુ થયું એવી ભણક લાગી હતી.

image source

ત્યરબાદની વાત કરીએ તો આ વાતની જાણ થતાં જ રાની એ તરત જ કોલ કર્યો હતો પણ રજનીકુમારીનો ફોન બંધ આવ્યો તેથી ચિંતા વધી હતી. શોધખોળ કર્યા બાદ પણ તેણીનો પતો લાગ્યો ન હતો. દરમિયાનમાં તેણીના ઘરેથી ફોન અને એક ચિઠ્ઠી મળી આવી હતી. જેણે તમામા લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતો. પ્રાપ્ય વિગત અનુસાર હિન્દી ભાષામાં ‘લખાયેલી ચિઠ્ઠીમાં રજનીએ જણાવ્યું હતું કે મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry. લખ્યું હતું.

image source

એ બાદની જો વાત કરવામાં આવે તો આ ચિઠ્ઠી મળતા જ ગભરાઇ ગયેલી રાનીએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવીવ છે અને હવે આ કેસની ગંભીરતા લઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રજનીકુમારીની માર્ચ 2020માં સગાઇ થઇ હતી. પણ હા એ વાત બની હતી કે બાદમાં સગાઇ તુટી ગઇ હતી. જેના કારણે રજનીકુમારી સતત તણાવમાં રહેતી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. પણ જો કે ક્યા કારણોસર તેણે આ રીતે ઘરનો ત્યાગ કર્યો એના પાછળ કોઈ પાક્કી માહિતી સામે આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત