અરે બાપ રે, સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ, વેન્ટિલેટર-ICU ખૂટતાં ડોક્ટોએ કહ્યું-હવે તો ભગવાન જ બચાવે

એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ ટપટપ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ત્યારે હવે જે માહોલ ઉભો થયો છે એ ખરેખર ભયાવહ છે, સ્થિતિ એટલી નાજુક છે કે જોઈને રડવું આવે છે. કારણ કે સુરત શહેર કોરોનાના જવાળામુખી પર જીવી રહ્યું છે. કોરોના પોઝિટિવ લોકો માટે હોસ્પિટલોમાં બેડ નથી, દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન નથી, ઓકિસજન પૂરતો નથી અને વેન્ટિલેટર તેમજ બાયપેપ પણ ખૂટી પડ્યાં હોવાની સ્થિતિ છે. તો વળી બીજી તરફ સ્મશાનમાં ભઠ્ઠીઓ ઓછી પડતી હોવાથી રાજકોટથી મગાવવામાં આવી છે. હોમ કવોરન્ટીન રહેલા દર્દીએ માટે ફેબિબલુ દવાનો જથ્થો પણ હવે કો ખૂટી પડયો છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો બીજી તકલીફ એવી પણ છે કે હોસ્પિટલોમાં સ્ટાફ રહ્યો નથી., જે સ્ટાફ સેવા કરી રહ્યો છે તેમાંના પણ ઘણા લોકોને કોરોનાએ પોતાનો શિકાર બનાવી દીધો છે સ્વજનોને બચાવવા ઈન્જેકશનની લાઈનોમાં ઊભા રહેલાં સગાંમાં પણ ચેપ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સ્થિતિમાં હવે ડોક્ટરો પણ લાચાર બન્યા છે.

હિંમતથી સારવાર આપી રહ્યા છે, પણ તેઓ હવે કહી રહ્યા છે કે સુરતને હવે ભગવાન જ બચાવી શકે. કારણ કે સ્થિતિ એ હદે ભીષણ થઈ ગઈ છે કે સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે હવે કેરોસિનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સાતમાં પડદે પણ લોકોએ આવું નહીં વિચાર્યું હોય કે કોઈ દિવસ સુરતના આવા દિવસો પણ આવી શકે છે.

image source

જો સુરતની આવી સ્થિતિ થવા પાછળનું કારણ જોવામાં આવે તો રોજના 50થી 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. બીજું એક કારણ એવું પણ છે કે ખાનગી હોસ્પિટલોમાં એકપણ બેડ ખાલી નથી, સરકારીમાં ગણ્યાંગાઠ્યાં જ ખાલી રહ્યા છે. દરેક હોસ્પિટલોમાં દાખલ થવા માટે 10થી 150 દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

તો વળી રોજના સરેરાશ 100થી 200 લોકોના કોવિડ અને નોન-કોવિડમાં મૃત્યુ થાય છે. શહેરનાં ત્રણેય સ્મશાનમાં અંતિમવિધિ માટે 12થી 14 કલાકનું વેઈટિંગ, નવાં સ્મશાન શરૂ કરવામાં આવ્યા છે. સુરતની આ પરિસ્થિતિ સામે ડોક્ટરો પણ લાચાર થયા છે. ડો સમીર ગામી કહે છે કે બેડની ભલામણ માટે રોજના 100થી 150, ઈન્જેક્શન માટે 80 ફોન આવે છે.

image source

ડો.દીપક વીરડિયા આ અંગે વાત કરતાં કહે છે કે મને સુરત જ નહિ, સુરત બહારથી પણ ફોન આવી રહ્યા છે. હાલ શહેરનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ કોલેપ્સ થઇ ચૂક્યું છે. હવે તો સુરતને ભગવાન જ બચાવી શકે. ડો. પ્રતીક સાવજ સુરત વિશે વાત કરે છે કે હોસ્પિટલ બહારના દર્દીઓે ભગવાન ભરોસે છે. ઘરમાં પણ દર્દીઓેને ઓક્સિજનની જરૂર પડે છે. રોજના ભલામણ માટે 100થી 150 ફોન આવે છે. દિપ્તી પટેલનું પણ કહેવું છે કે બીજો વેવ વધુ ઘાતક અને ચેપી છે.

બાળકોથી માંડી યુવાઓેમાં ચેપનું પ્રમાણ વધ્યું છે. બેડ, ઈન્જેક્શનની ભલામણના રોજના 100 ફોન આવે છે. ત્યારે હવે તમે વિચાર કરી શકો છો કે સુરતમાં ખુદ ડોક્ટર જ કહી દે છે કે હવે તો ભગવાન જ બચાવે. તો પરિસ્થિતિ કઈ હદે વણસી હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!