સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા શાક માર્કેટ-દુકાનો કરાવી દીધા બંધ, બહારથી આવતા લોકો માટે પણ થઈ ગયું આકરું

નેતાઓએ રાજકીય તાયફાઓ કરી લીધા અને ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે. ત્યારે હાલમાં કોરોનાએ માઝા મુકી છે અને ભારે ગતિએ કેસ વધી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જો હાલની વાત કરીએ તો ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ કોરોનાના દૈનિક કેસો આવી રહ્યા છે, ત્યારે સુરત કોર્પોરેશને કોરોનાનું સંક્રમણ અટકાવવા આકરાં પગલા ભરવાના શરૂ કરી દીધા છે.

હવે નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે અને એમાં જો વાત કરીએ તો સુરત શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ હોમ કોરોન્ટાઈનમાં રહેવું પડશે. બહાર ગામથી આવતા લોકોએ ફરજીયાત સાત દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે.

image source

સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધતા પાલિકા સક્રિય થઈ ગઈ છે. આ સાથે જ સરકારે કહ્યું છે કે જો જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. જો કે આ પહેલાં પણ સુરત મનપા દ્વારા શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને તમામ ક્લાસ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બાગ-બગીચાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બન્યો છે. ચૂંટણીઓમાં ન નડેલો કોરોના હવે સરકાર અને તંત્રને નડી રહ્યો છે.

અને હવે ફરીથી તંત્ર દ્વારા આકરાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તેવામાં નાઈટ કરફ્યૂ બાદ હવે ક્વોરન્ટાઈનનો નિયમ પણ સામે આવ્યો છે. હવે સુરતમા બહારથી આવતાં લોકોને સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. કેમ કે સુરતમાં બહારથી આવતા લોકોને કરાશે ક્વોરન્ટાઈનનું પાલન કરવું પડશે અને 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.

image source

આ સાથે જ જોવા જેવી એ છે કે નિયમ માત્ર એટલો જ નહીં પણ ક્વોરન્ટાઈ વ્યક્તિને ઘરમાં અલજ આઈસોલેસનમાં રહેવું પડશે. અને જો બહારથી આવનાર લોકોમાં લક્ષણ જણાશે તો તેઓને કોવિડ 19નો રિપોર્ટ કઢાવવો પડશે. આ ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં કોરોનાએ કહેર મચાવતા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શાક માર્કેટ બધ કરાવ્યું હતું.

કોરોના સંક્રમણ વધવાના કારણે ઉધના ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમામ દુકાનો સહિત શાક માર્કેટ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

હાલમાં માહોલ એવો છે કે રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે.

એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!