5 કરોડ રૂપિયામાં સુરત મેયરનો બંગલો તૈયાર, શાહી સુવિધાઓથી સજ્જ, બંગલામાં કુંભધડો મુકાયો:PICS

હાલના સમયમાં સુરત મહાનગર પાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે ત્યારે એવા સમયમાં સુરતમાં મેયરનો 5 કરોડનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુરતના મેયરના આ બંગલામાં ઇન્ટિરિયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એવું જાણવા મળ્યું છે. સુરત શહેરના હાલના મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એકમના દિવસે શુભ મુહૂર્ત જોઈને પોતાના આ 5 કરોડના બંગલામાં કુંભ ઘડો મુક્યો છે.

image source

સુરત શહેરના મેયર હેમાલી બેનના આ આલિશાન બાંગ્લા પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના અલગ નિવાસ સ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી આ બંગલાની કામગીરી હવે પૂર્ણ થઇ છે. 4.83 કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઇ ચુક્યો છે. એટલું જ નહીં આ બંગલાના ડેકોરેશન પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મેયરના આ આલિશાન બંગલાનું નિર્માણ ઉધના મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ પાસે કરવામાં આવ્યું છે. 5983 ચો. મીટર એટલે કે 64377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો મેયરનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.

image source

શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને લાંબા સમય રાહ જોયા બાદ સતાવાર નિવાસ સ્થાન મળ્યું છે. લાંબા સમયથી સુરત સીટીના મેયર માટે પણ સતાવાર નિવાસ સ્થાન બનાવવામાં આવે તે અંગે હલચલ થઇ રહી હતી. આખરે સ્થાયી સમિતિએ ઓક્ટોબર 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મંજુરીની મહોર મારી હતી.

તમને જણાવી દઈએ કે શહેરના હાલના મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એક્મને દિવસે શુભ મૂહર્ત જોઈ મેયર બંગલોમાં કુંભ ઘડો મુક્યો હતો . આ પ્રસંગે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન હેમાલી બોઘવાલાએ બંગલોની ચાવી લઇ કબજો મેળવ્યો હતો.

image source

સુરત શહેરના મેયરના આ બંગલામા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પબ્લિક એક્ટીવી ઝોન અને પ્રાઈવેટ એકટીવી ઝોન તૈયાર કરાયા છે. જયારે પ્રથમ માળે પ્રાઈવેટ રેસીડેન્ટ ઝોન તૈયાર કરાયો છે. પ્રથમ માળે ત્રણ બેડરૂમ અને બે માસ્ટર બેડ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. 2640 ચો.મી જમીનમાં વિવિધ એરિયા ડેવલપ કરવામાં આવ્યા છે. તો પબ્લિક એક્ટીવી ઝોનમાં બે ગેસ્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *