સુરતના વેપારી પરિવારને કડવો અનુભવન, OLX ઉપર લેપટોપ વેચવા મૂક્યું અને ખાતામાંથી સીધા આટલા ઉડી ગયાં

હાલમાં મોટા મોટા શહેરોમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ઓનલાઇન ફ્રોડના દરરોજ કે એકાતરા દિવસે કિસ્સાઓ બહાર આવી રહ્યાં હોવા છતાં પણ શહેરમાં અનેક લોકો આ ઓનલાઇન ચીટરોની લોભામણી વાતોમાં આવીને છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. આ પહેલાં અમદાવાદ શહેરના છેલ્લા 11 દિવસ 10થી 20 ઓગસ્ટ દરમિયાન 8 આવા કિસ્સા સમાચારપત્રોમાં પ્રકાશિત થયા હતા. ત્યારે હવે સુરતથી એક અજીબ કિસ્સો સામે આવી રહ્યો છે.

image source

જો આ કિસ્સા વિશે વાત કરવામાં આવે તો સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીના પુત્રઍ ઓઍલઍક્ષ ઉપર લેપટોપ વેચવા મુકવાનું ભારે પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ધુતારાએ રૂપિયા 29 હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપિયા 10નો ક્યુઆર કોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલી સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા 96,999 ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી અને વેચનારને ચિંતામાં મુકી દીધા છે.

image source

તો આવો આ કેસ વિશે વિગતે વાત કરીએ કે આખરે શા માટે આ શખ્સ લૂંટાયો અને તમારે શું ઘ્યાન રાખવું કે જેથી તમારી સાથે આવી કોઈ ઘચના ન બને અને તમારું ખાતું ખાલી ન થઈ જાય. તો વાત કંઈક એમ છે કે અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ ઍપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભાવેશ મનજીતભાઈ બારોટ શ્રીજી ટેકનોક્રેટ્સ નામના ઈલેકટ્રીકલ ઈક્યુમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરે છે. ભાવેશભાઈની પત્ની રાજકમલબેન ઍસ.બી.આઈની અલથાણ બ્રાન્ચમાં ખાતુ ધરાવે છે. અને તેનો મોબાઈલ નંબર પેટીઍમ સાથે લીંક છે. ભાવેશભાઈના પુત્ર આરૂષે ગત તા 10મી ડિસેમ્બરના રોજ તેના મોબાઈલ પરથી ઓઍલઍક્સ સાઈટ પર લેપટોપ વેચવાની જાહેરાત મુકી હતી.

image source

જાહેરાત મૂક્યા પછી કોઈ લેપટોપ ખરીદે એવી રાહ જોતા હતા અને બે દિવસ બાદ જ જાહેરાત જોઈને ઍટલે 12મી ડિસેમ્બરના રોજ એક અજાણ્યાઍ ફોન કરી પોતે પલસાણામાં રહેતો હોવાનુ કહી લેપટોપ લેવા માટે ઈચ્છા બતાવી હતી અને લેપટોપનો ભાવ 29 હજાર નક્કી કર્યો હતો. અજાણ્યાઍ પહેલા 10 રૂપિયાનો ક્યુઆર કોડ વોટ્સઅપ પર મોકલી સ્કેન કરવા કહેતા આરુષે તેની માતા રાજકમલબેના મોબાઈલથી કોડ સ્કેન કરતા તેણીના ઍકાઉન્ટમાં 10 રૂપિયા જમા થયા હતા. આ રીતે અજાણ્યાઍ પહેલા આરૂષને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અજાણ્યાઍ સાંજે લેપટોપ લેવા આવવાનુ અને તેનું પેમેન્ટ હાલમાં આપી દેવાનુ જણાવી 29 હજાર લખેલ ક્યુઆર કોડ મોબાઈલના વોટ્સઅપ ઉપર મોકલ્યો હતો.

image source

ત્યારબાદની ઘટના વિશે જો વાત કરીએ તો આ ક્યુઆર કોર્ડ આરૂષે તેની માતા રાજકમલબેનના મોબાઈલ કે જેમા પેટીઍમ ઍક્ટીવ હોય જેમાં સ્કેન કરતા ખાતામાંથી રૂપિયા 29 હજાર કપાઈ ગયા હતા. જાકે જે તે સમયે રાજકમલબેનના ખાતામાંથી પૈસા કપાયા હોવાનો કોઈ મેસેજ નહોતો આવ્યો. પછી અજાણ્યાએ દાવ રમવાનું શરૂ કર્યું અને કહ્યું કે મારા ખાતામાંથી રૂપિયા કપાયા નથી જેથી હું ફરી ક્યુઆર કોડ મોકલું છું કહી ફરીથી ત્રણ વાર ક્યુઆર કોડ મોકલ્યા હતા. તેને સ્કેન કરતા ફરી ખાતામાંથી તબક્કાવાર રીતે વધુ બે વાર રૂપિયા 29,000 અને રૂપિયા 9999 મળી કુલ ચાર તબક્કામાં કુલ રૂપિયા 96,999 રાજકમલબેનના ખાતંથી ટ્રાન્સફર કરી ઉપા઼ડી લીધા હતા. ખાતામાંથી પૈસા ડેબીટ થયાનો મેસેજ દસેક મીનીટ બાદ આવતા ખબર પડી હતી. બનાવ અંગે પોલીસે ભાવેશભાઈ બારોટની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ઠગને સજા મળે છે કેમ.

image source

પણ જો વાત કરીએ અમદાવાદની વાત કરીએ તો કુલ 9.58 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. નરોડામાં એક શિક્ષક પાસેથી 2.4 અને એક શિક્ષક પાસેતી 2.16 લાખ રૂપિયાની ઠગાઈ ઓનલાઇન ગઠિયાઓએ કરી હતી. તો પીટીએમ કેવાયસીના નામે 3 નાગરિકો પાસેથી 3.82 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી જેમા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત