સુરતના આ રીક્ષાવાળાને કરવા જોઈએ સત સત વંદન, દિવ્યાંગજનોને 24 કલાક ફ્રી આપે છે સેવા

સુરતનો આ રીક્ષાવાળાને કરવા જોઈએ સત સત વંદન, આપી રહ્યો છે દિવ્યાંગજનો માટે 24 કલાક ફ્રી સેવા

રીક્ષાવાળાનું નામ પડે એટલે ઘેટાં બકરાની જેમ પેસેન્જર ભરેલા હોય અને રિક્ષાને ટ્રાફિકમાં આમ તેમ કરીને ચલાવતો હોય એવો રીક્ષા ચાલક જ યાદ આવે. એમાં ય વળી રીક્ષા ચાલકો લોકો પાસેથી જે મન ફાવે તેમ ભાડા લે એ તો તરત જ નજર સામે તરવરી જાય. પણ કઈ બધા રીક્ષાવાળા એક સરખા નથી હોતા એનું સાક્ષાત ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરત શહેરના એક રીક્ષાવાળા એ. સુરત શહેરમાં આ રિક્ષાચાલક એટલો જીંદાદીલ છે કે એ છેલ્લા 12 વર્ષથી દવાખાના માટે જતા બધા જ લોકોને ફ્રીમાં સેવા આપે છે. એટલું જ નહી આ રીક્ષા ચાલક સ દિવ્યાંગજનોને પણ પોતાની રિક્ષામાં ફ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે.

તમને થશે કે શુ ખરેખર કોઈ રીક્ષા ચાલકનું હૃદય આટલું મોટું હોઈ શકે તો એનો જવાબ છે હા. સુરતના વીરભદ્રસિંહ ઝાલા નામના રિક્ષાચાલક આવા જ રીક્ષા ચાલક છે. વિરભદ્રસિંહ ઝાલાએ પોતાની રિક્ષા પાછળ લખ્યુ છે કે દવાખાના માટે અંધ અને અપંગ વ્યક્તિ માટે 24 કલાક ફ્રી સેવા.

image source

તમને જણાવી દઈએ કે વીરભદ્રસિંહ ઝાલા છેલ્લા 15 વર્ષથી રિક્ષા ચલાવી પોતાનુ જીવન ગાડું ચલાવે છે. પોતાના અનુભવ વિશે જણાવતા વીરભદ્રસિંહે ઝાલાએ કહ્યું કે રિક્ષા ચલાવતા ચલાવતા ઘણા બધા મુસાફરો સાથે મુલાકાત થઇ અને થોડી વાતચીત થાય એટલ અમુક મુસાફરોની પરિસ્થિતિ પણ જાણી. એક દિવસ વિરભદ્રસિંહના માતા-પિતાએ તેને લોકોની સેવા કરવા માટેની વાત કહી અને પછી પોતાના માતા પિતાની વાતથી પ્રેરણા લઈને આ રીક્ષા ચાલકે આ પ્રકારની સેવા કરવાની શરૂઆત કરી હતી.

image source

આ ઉમદા કાર્ય શરૂ કરનાર વીરભદ્રસિંહને રોજ દિવસમાં 3થી 4 જેટલા કોલ આવે છે અને તે લોકોને ફ્રીમાં સેવા આપે છે. આ રિક્ષા ચાલકની સેવા લેનારા વ્યક્તિ અશ્વિન વિરાણી જણાવ્યું હતું કે આ રિક્ષાચાલકને જ્યારે પણ કોઈ સેવા અર્થે ફોન કરીએ છીએ ત્યારે તે તાત્કાલિક જ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે અને પોતાની સેવા આપ્યા બાદ આ રીક્ષા ચાલક એક પણ રૂપિયા લીધા વગર તરત જ ત્યાંથી રવાના થઇ જતો હોય છે.

image source

વીરભદ્રસિંહ જેવા રીક્ષા ચાલક વિશે સાંભળીને ખરેખર એવું લાગે છે માનવતા સાવ મરી નથી પરવારી. જ્યાં માણસ જ માણસનો દુશ્મન થઈને બેઠો છે એવા આ આજના જમાનામાં જો વીરભદ્રસિંહ જેવા થોડા ઘણા માણસો પણ હોય તો ખરેખર માણસનું હોવાપણું સાર્થક લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત