સુરતનું યુવાધન કોરોના કાળમાં ‘કપલ બોક્સમાં’ મસ્ત, જેમાં 10 કપલ માણી રહ્યાં હતાં ‘એકાંત’, અને પછી થયું એવું કે…

રાજ્યમાં કોરોના મહામારીનો ભય હજુ પણ ફેલાયેલો છે. તેવામાં વાત કરીએ સુરતની તો આ શહેર પર કોરોના થોડા સમય પહેલા મોત બનીને ભમી રહ્યો હતો. હવે સ્થિતિ પહેલાની સરખામણીએ થોડી સુધરી છે. પરંતુ જોખમ તો હજુ પણ છે જ. તેવામાં સુરતમાં કપલ્સ બેફામ થયા છે.

કોરોના કાળમાં લોકોને સુચના આપવામાં આવે છે કે અગત્યનું કામ ન હોય તો બહાર નીકળવું જ નહીં. તેવામાં કપલ્સ મસ્તી માણવા માટે કપલ બોક્સમાં પુરાયેલા મળ્યા હતા. ઘરમાંથી બહાના કરી બહાર આવેલા 10થી વધુ કપલ પર પોલીસની ટીમ ત્રાટકી હતી.

image source

એક તરફ કોરોનાથી રોજ અનેક લોકો પોતાના સ્વજન ગુમાવી રહ્યા છે, અનેક લોકો ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે. કોરોના મહામારી વધુ ફેલાય નહીં તે માટે લોકો સ્વૈચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ કરીને બેઠા છે. આવામાં કેટલાક લોકો પ્રેમાલાપ કરવા જ્યાં ત્યાં પહોંચી જાય છે.

આવી જ ઘટના બની હતી સુરતમાં. અહીં હજુ પણ કોરોનાનું તાંડવ અટક્યું નથી તેવામાં યુવક યુવતીઓને જાણે કોરોનાની કોઈ ચિંતા જ ન હોય તેમ એકાંતની પળો માણવા એકઠા થયા હતા. અહીં 10થી વધુ કપલ એકાંતની પળો માણતા પોલીસના હાથે ઝડપાયા હતા.

image source

પોલીસના દરોડા દરમિયાન કોફી શોપમાં આવેલા કપલ બોક્સમાંથી સગીરો અને અન્ય યુવક યુવતીઓ ઝડપાઈ હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા કોફી શોપમાં ખાસ કપલ માટે કપલ બોક્સ બનાવવામાં આવેલા હતા. જેમાં પ્રેમાલાપ કરતાં 10થી વધુ કપલ્સ ઝડપાયા હતા.

આ કોફી શોપમાં ધમધમતા કપલ બોક્સમાંથી જે 10થી વધુ કપલ ઝડપાયા તેમાં કેટલીક છોકરીઓનું ઉંમર તો માત્ર 14થી 18 વર્ષની જ હતી. કપલ બોક્સમાંથી જે યુવકો ઝડપાયા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી.

image source

મહત્વપૂર્ણ છે કે કપલ બોક્સનું દૂષણ સુરતમાં ઘણા સમયથી છે. આ અંગે પહેલા કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને કપલ બોક્સ દૂર કરવા આદેશ પણ અપાયા હતા. તેમ છતાં કેટલીક જગ્યાએ છુપી રીતે આ ગોરખધંધો ધમધમે છે.

આ કપલ બોક્સ અંગે આજે પોલીસને જાણ થતાં પોલીસ કોફી શોપ પર ત્રાટકી હતી. પોલીસને આ અંગે બાતમી મળી હતી અને ત્યારબાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!