Site icon News Gujarat

સુરતનાં સિવિલમાં મેડિકલ સ્ટાફે જે કર્યું એના પડઘા દેશ-વિદેશ સુધી પડ્યાં, સહેવાગે વીડિયો શેર કરીને કર્યાં વખાણ

સુરતમાં જે ગતિએ દિનપ્રતિદિન કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે જેને લઈ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની અછત શરૂ થઈ હતી. હાલમાં સ્થિતિ એવી છે કે જો કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો દર્દીનાં હોસ્પિટલ અંદર ગયાં પછી અંદર દર્દી એકલતાના કારણે અને બહાર પરિવાર જનો તેની ચિંતામાં પરેશાન હોય છે. આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે કે સૌ તેનાં વખાણ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ પરિવારથી દૂર રહી સિવિલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં હકારાત્મક માહોલ બની રહે તે માટે પ્રશાસન દ્વારા બનતા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.

આ દરમિયાન ગત દિવસોમાં વીરેન્દ્ર સેહવાગ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓએ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના જન્મદિનની કરેલી ઉજવણી કરી રહ્યાં છે. સહેવાગે જેવો આ વીડિયો શેર કર્યો કે લોકો મેડિકલ સ્ટાફનાં વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો હોવાનું જાણવાં મળી રહ્યું છે. આ સાથે તેણે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓના વખાણ કરી તેમને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો.

આ વચ્ચે મળતી માહિતી મુજબ સુરતનાં સિવિલમાં આવતા દર્દીઓને ઉત્તમ સારવાર અપાઈ રહી છે તેવો દાવો કરાઈ રહ્યો છે. આ વાત જાણવા મળતાંની સાથે જ છેલ્લા અઠવાડિયા દરમિયાન ગુજરાત સહિત આસપાસનાં રાજ્યોમાંથી લોકોએ સુરતનાં સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી છે. સિવિલ સારવાર માટે પોહચનારા દર્દીઓમાં મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના તથા રાજ્યના વલસાડ, તાપી, ભરૂચ, અમદાવાદ, જૂનાગઢ સહિતના અન્ય જિલ્લાઓના દર્દીઓ શામેલ છે.

આ બાબતે અહીંના તબીબી અધિકારી એ વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં 7 દિવસથી અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વાત થઈ રહી છે સિવિલમાં દાખલ થનારા દર્દીઓમાં હકારાત્મક માહોલ વિશે અને તેનાં માટે થઈ રહેલી અનોખી પહેલો વિશે.

જાણવા મળ્યું છે કે દર્દીઓ ને હિંમત બની રહે તે માટે ‘હોંસલા’ અભિયાન અંતર્ગત દર્દીઓ માટે ગીત-સંગીતના કાર્યક્રમો કરાઈ રહ્યાં છે. જે અંતર્ગત ગત દિવસોમાં સિવિલના તબીબો સહિતના કર્મચારીઓએ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના જન્મદિનની ઉજવણી કરી હતી જેનો વીડિયો વીરેન્દ્ર સહેવાગ દ્વારા તેના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સહેવાગે આ વીડિયો શેર કર્યો તે પહેલાં જ આ વીડિયો એટલો બધો શેર થયો હતો કે ફરતાં-ફરતાં ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સુધી પહોંચ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version