ગ્રે કુર્તિમાં સુરભી જ્યોતિનો ગ્રેસફુલ લુક આવ્યો સામે, આ દિવાળીએ તમે પણ બની શકો છો આવી રીતે સ્ટાઈલિશ

ક્યારેક ઝોયા તો ક્યારેક નાગીન બનીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એમની અલગ અને દમદાર ઓળખ બનાવનારી સુરભી જ્યોતિનું સારું એવું ફેન ફોલોઇંગ છે. લોકો સુરભી જ્યોતિની એક્ટિંગને તો પસંદ કરે જ છે પણ એમના લુક અને અદાઓના પણ ફેન છે. ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિ એમના ફેશન સેન્સના કારણે ફેન્સના દિલો પર છવાયેલી છે. સુરભી ઘણીવાર પોતાના અલગ અલગ લુકમાં ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.સુરભી વેસ્ટર્ન લુક અને કપડાંની સાથે સાથે ભારતીય ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. સુરભી જ્યોતિ પાસે પારંપારિક પોશાકનો સારું કલેક્શન છે. તેણીની સાડી અને સૂટ લુક વિશે વાત કરીએ તો, તેણી તેના પરંપરાગત દેખાવ સાથે ભારતીય મહિલાની સુંદરતા દર્શાવવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. તેના દરેક લૂકને ચાહકો પસંદ કરે છે. હાલમાં જ સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે ગ્રે કલરનો કુર્તો પહેર્યો છે. એમના આ લુકને સુરભીને કુર્તાના રંગે વધુ ગ્રેસફુલ અને સ્ટાઈલિશ બનાવી દીધો છે.

image soucre

ફોટામાં તમે જોઈ શકો છો કે સુરભી જ્યોતિએ ગ્રે રંગના સુંદર સૂટ પહેરેલો છે. એમના કુર્તામાં ગ્રે રંગનું જ ઝીણું ભરતકામ છે જે એમના યુ નેકલાઈન શેપને કવર કરી રહ્યું છે. તો ગોલ્ડન લેસથી કુર્તાની ફ્રન્ટમાં ડિઝાઇન કરવામાં આવી છે.

image soucre

સુભી જ્યોતિના કુર્તામાં સેમી સ્લીવ્સ આપવામાં આવી છે. સાથે જ આ લોન્ગ કુર્તાની સાથે સુરભીએ મેચિંગ પેન્ટ પેર કર્યું છે. સુરભીએ મેચિંગ એમ્બ્રોઇડરી દુપટ્ટા સાથે એમના આ લુકને સ્ટાઇલ કર્યો છે.

image socure

આ લુકની સાથે સુરભી જ્યોતિએ એક્સેસરીઝમાં આલ્બસ્તર કલેક્શનની ઈયરરિંગસ પહેરી છે. સુરભી જ્યોતિનો લુક ખૂબ જ સિમ્પલ છે પણ તહેવારોમાં આ લુક અને સ્ટાઇલ તમને એકદમ પરફેક્ટ લુક આપી શકે છે.

image soucre

આમ તો આ પહેલા પણ સુરભી જ્યોતિ ગ્રે રંગના કુર્તા પયજામાંમાં દેખાઈ ચુકી છે. ગ્રે રંગ તમને સ્ટાઈલિશ અનવ બીજા કરતા અલગ લુક આપે છે આ રીતના શૂટ કે સાડી ફેસ્ટિવ સિઝન માટે બેસ્ટ રહેશે.

image soucre

તો હવે તમે પણ આ દિવાળી પર સુરભી જ્યોતિના આ લુકમાંથી ઇન્સપાયર્ડ થઈને પોતાના માટે આવા જ કોઈ આઉટફિટની પસંદગી કરજો જેથી કરીને દિવાળી અને નવા વર્ષના આ તહેવારોની સીઝનમાં તમે બધા કરતા અલગ દેખાઈ શકો