સુરેખા સિકરીની ખુદ્દારી એવી હતી કે ભલભલા દંડવત થઈ જતા, આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં છેલ્લાં શ્વાસ સુધી ભીખ ન માંગી

જાણીતી અભિનેત્રી સુરેખા સિકરી કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ પામી છે. શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હત. ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર સુરેખા 2020 સુધી ખૂબ જ એક્ટિવ હતી. તે સતત ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળતી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી ખરાબ તબિયત અને લોકડાઉનને કારણે તે એક્ટિંગ ક્ષેત્રેથી થોડું દૂર રહી હતી.

image source

ગયા વર્ષે સુરેખા સિકરીએ તે દિવસોમાં મહારાષ્ટ્ર સરકાર જે નિર્ણય લીધો હતો તેનો વિરોધ કર્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો કોઈ ફિલ્મ અથવા ટેલિવિઝન સીરિયલના શૂટિંગમાં ભાગ લઈ શકશે નહીં.

એક મુલાકાતમાં સુરેખાએ કહ્યું હતું કે તેને કેટલીક ઓફર્સ મળી છે અને તે તમામ એડ ફિલ્મસની છે. સુરેખાએ આ વિશે વધારે વાત કરતા કહ્યું હતું કે હજી કંઇ પણ ફાઇનલ થયું નથી. એડ ફિલ્મોની ઓફર મારા માટે પૂરતી નથી. મારે વધુ કામ કરવું પડશે કારણ કે મારું મેડિકલ બીલ ઘણું વધારે છે. આ સિવાય મારે બીજા ઘણા ખર્ચો છે પણ નિર્માતાઓ કોઈ રિસ્ક લઈ શકતા નથી.

image source

આ ઇન્ટરવ્યૂમાં તેના શબ્દો સાંભળીને કેટલાક લોકોએ ખોટા સમાચાર ફેલાવ્યા કે તેણી તેના મિત્રો પાસેથી પૈસા માંગે છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ છે. આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ‘હું લોકોમાં કોઈ પણ પ્રકારનું ખોટું ઇમ્પ્રેશન મેળવવાં માંગતી નથી કે હું કોઈની પાસે ભીખ માંગું છું. મારે કોઈ દાન પણ નથી જોઈતું.

આગળ વાત કરતા તે કહે છે કે હા, ઘણા લોકોએ મને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કર્યો જેના માટે હું તેમની ખૂબ આભારી છું. પરંતુ મેં કોઈની પાસેથી કોઈ આર્થિક મદદ લીધી નથી. મને કામ આપો અને હું સમ્માન સાથે પૈસા કમાવવા માંગું છું. વધારે જણાવતાં તે કહે છે કે જો 65 વર્ષની ઉંમરે રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સ કામ કરી શકે છે તો પછી અભિનેતાઓ અને આ ક્ષેત્રે સંકળાયેલા લોકો શા માટે બહાર જઇને કામ કરી શકતા નથી?

image source

આપણે બધા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ સમયે ટકી રહેવા માટે આપણને પૈસાની પણ જરૂર હોય છે. આથી આવા નિયમો જો સરકાર ઠોપશે તો તે બધા માટે મુશ્કેલ ઉભી કરશે.

મળતી માહિતી મુજબ 2018માં સુરેખાને બ્રેઈન સ્ટ્રોક થયો હતો અને જેના પછી તેના શરીરનો અડધો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. તેને આમાંથી સ્વસ્થ થવામાં થોડો સમય લાગ્યો અને જેના કારણે તે કામ કરી શકી નહીં. તેની અસર તેની આર્થિક સ્થિતિને પણ પડી અને તેણે કહ્યું કે હવે કામ પર પાછા ફરવા માંગે છે. ગોસ્ટ સ્ટોરીઝ ફિલ્મમાં તે અભિનય કરતી છેલ્લે જોવા મળી હતી.

સુરેખાએ કહ્યું હતું કે હું બધી જરૂરી સાવચેતી રાખીને કામ પર જવા તૈયાર છું. હું લાંબા સમય સુધી ઘરે બેસી શકું ગેમ નથી અને મારા કુટુંબ પર બોજ બનાવા માંગતી નથી. તેમનાં મૃત્યુ બાદ હવે લોકો તેમની આ વાતોને અને કામ કરવાની ધગશને સલામ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!