ખિલાડી કુમારની બેક ટુ બેક રિલીઝ થશે 7 ફિલ્મો, જોઈ લો કઈ કઈનો સમાવેશ થાય છે

બોલિવુડના ખિલાડી કહેવાતા અક્ષય કુમારનો આજે જન્મદિવસ છે. એ આજે 54 વર્ષના થઈ ગયા છે. અક્ષય કુમાર બોલિવુડના સૌથી પોપ્યુલર એકટર છે. એ ખૂબ ઝડપથી ફિલ્મો પુરી કરવા માટે પણ જાણીતા છે. એમની આખા વર્ષમાં 5 6 ફિલ્મો રિલીઝ થાય છે. એમાંથી મોટાભાગની સુપરહિટ થાય છે. અક્ષય કુમારે વર્ષ 1991માં આવેલી ફિલ્મ સોગંધથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. એના પછીના વર્ષે આવેલી ફિલ્મ ખિલાડી સુપરહિટ થઈ. એ પછી અક્ષયે પાછું વળીને નથી જોયું. એમના જન્મદિવસ નિમિતે એમની આવનારી ફિલ્મો વિશે જણાવી દઈએ તમને.

સૂર્યવંશી.

image soucre

અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર ‘સૂર્યવંશી’ ને બન્યાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લોકડાઉન અને કોરોના વાયરસ મહામારી કારણે તેની રિલીઝ અટકી ગઈ છે. ફિલ્મનું ટ્રેલર ગયા વર્ષે જ આવી ચૂક્યું છે. પરંતુ મેકર્સે તેની રિલીઝ ડેટ નક્કી કરી નથી.

પૃથ્વીરાજ.

image soucre

અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ પણ રિલીઝ માટે તૈયાર છે. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે, આ ફિલ્મની રિલીઝ તારીખ સ્પષ્ટ થઈ શકી નથી. આ ફિલ્મથી વર્ષ 2017 માં ‘મિસ વર્લ્ડ’ બનેલી માનુષી છિલ્લર ડેબ્યુ કરી રહી છે.

બચ્ચન પાંડે

image soucre

‘બચ્ચન પાંડે’ના પોસ્ટર અને એક્શન સિક્વન્સના ફોટા અક્ષય કુમારે જાતે શેર કરી ચુક્યા છે. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને કૃતિ સેનન પણ છે. તેનું શૂટિંગ પણ પૂર્ણ થયું છે. નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી નથી.


અતરંગી રે

image soucre

હાલમાં જ ‘અતરંગી રે’નું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન અને ધનુષ પણ છે. તેના OTT અને થિયેટર રિલીઝ અંગે નિર્માતાઓમાં શંકા છે.

રામસેતુ

image soucre

અક્ષય કુમારે કોરોનાની બીજી લહેર બાદ નુસરત ભરૂચા સાથે ‘રામ સેતુ’ શૂટ કર્યું. ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં ચાલી રહ્યું હતું. પરંતુ કોરોના હોવાને કારણે અક્ષયે વચ્ચે શૂટિંગ બંધ કરવું પડ્યું

રક્ષાબંધન

image soucre

અક્ષય કુમાર ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં છે

ઓહ માય ગોડ 2

image soucre

અક્ષય કુમાર 2012 માં આવેલી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ’ ઓહ માય ગોડ 2 ‘માટે પણ પાઇપલાઇનમાં છે. ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી.