આટલા આલિશાન ઘરમાં રહે છે સૂર્યકુમાર યાદવ,જાણો કઈ કઈ સુવિધાઓ ઘરમાં જ છે

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમનાર બેટ્સમેન સુર્યકુમાર યાદવ આ વર્ષે ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. મેદાનમાં સૂર્યકુમાર જેટલા આક્રમક દેખાય ચ3 અસલ જીવનમાં એ એટલા જ શાંત સ્વભાવના છે. સાથે જ એ ખુબ જ સ્ટાઈલિશ લાઇફસ્ટાઇલ મેઈન્ટેન કરવી પસંદ કરે છે. તો ચાલો નજર નાખી લઈએ એમના શાનદાર એપાર્ટમેન્ટ પર.

image socure

સૂર્યકુમાર યાદવનું આલિશાન એપાર્ટમેન્ટ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છે. જ્યાં એ પોતાના આખા પરિવાર સાથે રહે છે. એ ખૂબ જ ધાર્મિક છે એટલે એમને એમના ઘરમાં પૂજા ઘર પણ બનાવ્યું છે.

IMAGE SOUCRE

સૂર્યકુમાર યાદવ નવરાશની પળોમાં એમના ડોગી પાબ્લો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

સુર્યકુમાર યાદવનું ઘર એક હાઈ રાઈઝ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર છે. એમના ઘરની બાલ્કનીમાંથી શાનદાર નઝારો દેખાય છે.

image soucre

સૂર્યકુમાર યાદવના ઘરનું રોયલ ફર્નીશીંગ જોવા જેવું છે. દીવાલો પર ઉમદા કલરનો ઉપયોગ થયો છે અને અહીંયાનો લુક ખૂબ જ ફેન્સી છે.

image soucre

સૂર્યકુમાર યાદવના ઘરમાં બ્લુ સોફા અને વ્હાઇટ ડાઇનિંગ ચેર મુકેલી છે. એમના બેડરૂમની વોલ વુડન છે જે ખૂબ જ લેવીસ લુક આપે છે.
ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો પરિવાર મૂળ રૂપે ગાજીપૂર જિલ્લાના સૈદપુરના હથોડા ગામનો રહેવાસી છે..સૂર્ય કુમારના પિતા અશોક યાદવ મુંબઈમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં એન્જીનીયર છે. મુંબઈમાં નોકરી હોવાને કારણે અશોક યાદવનો પરિવાર પણ અહીંયા આવી ગયો. 10 વર્ષની ઉંમરમાં જ સૂર્ય કુમાર યાદવ મુંબઈ આવી ગયા હતા. એ પહેલાં થોડા દિવસ એ વારાણસીમાં નાનક નગર સ્થિત એમના કાકા વિનોદ યાદવના ઘરે પણ રહ્યા હતા. અહીંયા કાકાએ એમને શરૂઆતનું ક્રિકેટ જ્ઞાન આપ્યું અને થોડા દિવસ સુધી એ ત્યાં જ બનારસની ગલીઓમાં ક્રિકેટ રમ્યા હતા. એ પછી એ મુંબઈ આવી ગયા જ્યાં એમની શિક્ષા દીક્ષા અને ક્રિકેટની ટ્રેનિંગ થઈ.

image soucre

સૂર્યકુમાર યાદવે બાળપણમાં વિચારી લીધું હતું કે તે ક્રિકેટર બનશે. પરિવારના સભ્યોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો. સ્કૂલિંગથી પ્રારંભિક તાલીમ સુધી કરીયરને ધ્યાનમાં રાખીને થઈ. એ બાદમાં તેમણે વેંગસરકર એકેડમીમાં પ્રવેશ લીધો. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. પસંદગીકારો ધ્યાન આપતા નથી, છતાં મહેનત છોડી નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં લગભગ 10 વર્ષ અને IPL માં રનનો પહાડ બનાવ્યા બાદ તેને ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કરવાની તક મળી.