મુંબઈની સડકો પર ઓપન બસમાં ફરતી દેખાઈ આલિયા ભટ્ટ, ફેન્સને આપ્યું જબરદસ્ત સરપ્રાઈઝ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ લાંબા ઈંતજાર બાદ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મે પહેલા દિવસે શાનદાર કમાણી કરી હતી. બીજી તરફ આલિયા પણ પોતાની ફિલ્મનું ખૂબ પ્રમોશન કરી રહી છે. જ્યાં આલિયા ફિલ્મની રિલીઝ પહેલા અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળી હતી. તો ત્યાં હવે આલિયા ચાહકોની વચ્ચે આવીને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મ રીલિઝ થયા બાદ આલિયા ભટ્ટ મુંબઈની સડકો પર ઉતરી આવી હતી અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. આ પ્રસંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

आलिया भट्ट
image soucre

વાત જાણે એમ છે કે આલિયા ભટ્ટ મુંબઈમાં ખુલ્લી બસમાં જોવા મળી હતી. આ દરમિયાન આલિયા ગંગુબાઈના અંદાજમાં જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ મુંબઈની સડકો પર દોડતી ખુલ્લી બસમાં બેઠી છે. આ દરમિયાન એક્ટ્રેસની આસપાસ હાજર દરેક વ્યક્તિ તેનો ફોટો લેવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયોથી સ્પષ્ટ છે કે આલિયાને બસમાં જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મુંબઈના રસ્તાઓ પર પ્રમોશન દરમિયાન, આલિયા ભટ્ટે ક્રીમ રંગની ફ્લોરલ સાડી પહેરી હતી અને ગંગુબાઈની જેમ તેના વાળમાં ફૂલો હતા. અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા

आलिया भट्ट
image soucre

ઉપરાંત, આલિયા ભટ્ટ તેની ફિલ્મ રિલીઝ થયા બાદ મુંબઈના પ્રખ્યાત સિનેમા ગેઈટી ગેલેક્સી પહોંચી હતી. આ અવસર પર આલિયાને જોઈને તમામ ફેન્સ તેના દિવાના થઈ ગયા હતા. બધા આલિયા-આલિયાની બૂમો પાડવા લાગ્યા. તે જ સમયે, અભિનેત્રી પણ ચાહકોની વચ્ચે આવી અને તમામ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો. આલિયાએ અહીં આવીને ગંગુબાઈની સ્ટાઈલમાં કહ્યું હતું કે સન્માનથી જીવો, કોઈથી ડરશો નહીં. ચાહકોને આલિયાની આ સ્ટાઈલ ખૂબ પસંદ આવી.

गंगूबाई काठियावाड़ी
image soucre

આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ગંગુબાઈની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગ અને જોરદાર ડાયલોગ્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત બોલિવૂડ એક્ટર અજય દેવગન પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રહીમ લાલાનું પાત્ર ભજવી રહ્યો છે. અભિનેતા અને નૃત્યાંગના શાંતનુ મહેશ્વરીએ પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું