સુરતીઓએ ચીનનો વિરોધ કરવા ઘરમાંથી બહાર ફેંકી આવી મોંઘી દાટ વસ્તુઓ, વીડિયો થયા વાયરલ

ભારત અને ચીનની સરહદે ગલવાન ઘાટી ખાતે સોમવારે મોડી રાત્રે થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા છે.

image source

હિંદી ચીની ભાઈ ભાઈની વાત પર વિશ્વાસ કરનાર ભારતના સૈનિકોને ચીની સૈનિકોએ દગો કરી મોતને ઘાટ ઉતાર્યાની વાતનો રોષ હવે દેશભરમાં જોવા મળી રહ્યો છે. દેશભર લોકોમાં ચીન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે, એટલું જ નહીં ઠેર ઠેર લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

image source

આવા જ દ્રશ્યો ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પોતાના ઘરમાંથી ચીની પ્રોડક્ટને બહાર ફેંકી રહ્યા છે. આ દ્રશ્યો છે સુરતના વરાછા વિસ્તારના, અહીં મેડ ઈન ચાઈના વસ્તુઓને બહિષ્કાર કરી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યાનુસાર વરાછાના સ્થાનિકોએ પોતાનો રોષ ઉગ્ર રીતે દર્શાવ્યો હતો.

image source

અહીં મોટી સંખ્યામાં લોકોએ ચીનનો વિરોધ કર્યો હતો. ચીન સામેના રોષની ચરમસીમાં આ વાત કહી શકાય કે જ્યારે એક પરિવારે પોતાના ઘરની બાલકનીમાંથી એક ટીવી નીચે ફેંક્યું. કારણ કે આ ટીવી ચાઈનાની કંપનીનું હતું. આ ઉપરાંત સ્થાનિકોએ અહીં ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાના બોર્ડ પણ માર્યા છે.

વરાછા સિવાય અહીંના બોમ્બે માર્કેટ વિસ્તામાં આવેલી એક સોસાયટીમાં પણ લોકો એલઈડી સહિત કેટલીક ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દીધી હતી. સુરતના લોકોએ ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ચીનને પાઠ ભણાવવા માટે તેમની વસ્તુનો સંપુર્ણ રીતે બહિષ્કાર કરવો જરૂરી છે. સુરત સિવાય આજે રાજકોટ, સુરેન્દ્રનગર ખાતે પણ ચીનનો ધ્વજ અને અન્ય વસ્તુઓ સળગાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

image source

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીનની સરહદે બંને સેના વચ્ચે તણાવ પૂર્ણ સ્થિતિ સર્જાયેલી હતી. તેવામાં સોમવારે રાત્રે ચીની સૈનિકોએ વાતચીત કરવા ગયેલા કમાન્ડિંગ ઓફિસર અને તેની ટુકડી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સહિત 20 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતભરમાં લોકોમાં ચીન પ્રત્યે રોષ વ્યાપી ગયો છે.

image source

સોમવારે જ્યાં 20 જવાનો શહીદ થયા તે વિસ્તાર એ જ છે જ્યાં 1962નું યુદ્ધ થયું હતું અને 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા. સરહદે છેલ્લા 45 વર્ષમાં જે નથી બન્યું તે બનતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે ભારતીય જવાનોની શહીદી બેકાર જશે નહીં. ભારતને કોઈ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત