લૂટેરી દુલ્હન: સુરતના રત્નકલાકાર સાથે લગ્ન કરી 4.50 લાખના ઘરેણા લઈ યુવતી ફરાર

લૂટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. વર્ષોથી રાજ્યમાં આવા કિસ્સા સામે આવતા રહે છે જેમા લગ્ન બાદ યુવતી પૈસા કે ઘરેણા લઈને ફરાર થઈ જાય છે, આવી એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં રત્નકલાકાર સાથે લગ્ન કરી માત્ર દોઢ મહિનામાં જ સુધી યુવતી 4.50 લાખના ઘરેણાં લઇને રફૂચક્કર થઈ ગઈ હતી. જો કે સરથાણા પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે હાલમાં આ લેટેરી દુલ્હન પોલીસની પકડમા આવી ગઈ છે. તો બીજી તરફ સરથાણા પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલાએ લગ્નનો ઢોંગ કરી પાંચેક લોકો સાથે છેતરપીંડી કર હોવાની પણ વાત સામે આવી છે.

image source

આ અંગ મળતી વિગતો પ્રમાણે સરથાણા શ્યામધામ રોડ સ્થિત સાંઇકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટભાઇ શિહોર (ઉ.વ.28) વ્યવસાયે એક રત્નકલાકાર છે. નોંધનિય છે કે, છ મહિના પહેલા મહારાષ્ટ્રના બાનાયતની મમતા દોરાણી નામની યુવતી સાથે તેઓ પરિચયમાં આવ્યા હતા. તેમની બહેનની નણંદના પતિની દુકાને આ યુવતી વારંવાર અવજ-જવર કરતી હોય બંનેની મુલાકાત થઇ હતી. તો બીજી તરફ નંણદના પતિએ મમતા સાથે નરેશના લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ એક બીજાની સંમતિથી 4 ફેબ્રુઆરી 2021ના રોજ નરેશ અને મમતાએ પ્રભુતામાં પગલા મા્ંડ્યા.

image source

તો બીજી તરફ મમતા નરેશના જીવનમાં કઈક ઉથલપાથલના ઈરાદે જ આવી હતી. મળતી માહિતી પ્રમાણે 25મી માર્ચ 2021ના રોજ જ્યારે નરેશ નોકરી પર ગયો હતો ત્યારે તેમનો નાનો ભાઇ અને તેમના મમ્મી ઘરે સૂતા હતા. આ દરમિયાન મોકાનો લાભ લઈ મમતાએ ઘરના મંદિરમાં મૂકેલી ચાવી વડે તિજોરી ખોલી તેમાંથી સોનાના ઘરેણાં તેમજ રોકડ મળી 4.50 લાખનો મુદ્દા માલ લઈ નાસી છૂટી હતી. આ વાતની ઘરના સભ્યોને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

તો બીજી તરફ જ્યારે નરેશે આ સમગ્ર મામલે તપાસ કરી તો લગ્નના નામે આ યુવતી લોકોને છેતરતી હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ યુવતી ઘરમાં પત્ની તરીકે રહી મોટી રકમની ચોરી કરતી હતી. તમને જણાવી દઈએ કે, આ રીતે મમતાએ પાંચેક વ્યક્તિને લગ્નના નામે પોતાનો શિકાર બનાવ્યા હોવાના વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. તો બીજી તરફ સરથાણા પોલીસે ગુનો નોંધી મમતા શંકરસિંગ દોરાણી (ઉ.વ.23, રહે- બાનાયત, તા.ધારવા, જિ.યવતમાલ, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.

આટલુ જ નહી મમતા સાથે પરિવારના સભ્ય કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પીએસઆઇ જેબલિયા તપાસ કરી રહ્યા છે. નોંધનિય છે કે, મમતાએ લગ્નના નામે અનેક કાવતરા રચ્યા છે. આ પહેલા મમતાએ લલીત ઘુસાભાઇ બાબરીયા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના પંદર દિવસમાં જ મમતાએ પોતાનો અસલી ચહેરો બતાવી છૂટાછેડા બદલ 50 હજાર પણ તેને બાબરિયા પાસે પડાવી લીધા હતા. સરથાણા પોલીસ આ અંગે દરેક એંગલથી હાલમાં તપાસ કરી રહી છે. આ યુવતીએ અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે અને કેટલા રૂપિયાની છેતરપીંડી કરી છે. પોલીસ તપાસ બાદ જ સાચી હકિકકત બહાર આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *