જાણો અષાઢ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી થતા આ ચમત્કારિક ફાયદાઓ વિશે..

આષાઢ મહિનામાં સૂર્યને પાણી ચઢાવવાથી શરીરની ઊર્જાને કાબુમાં કરી શકાય છે

શ્રીરામે લંકામાં રાવણ સાથેના યુદ્ધ પહેલાં સૂર્ય પૂજા કરી હતી, જેથી તેમને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મદદ મળી હતી

image source

22 જૂનથી અષાઢ મહિનો શરૂ થઇ રહ્યો છે. આ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાનું ભારે મહત્વ છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. સ્કંદ અને પદ્મ પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં સૂર્યને પાણી ચઢાવવાથી પુણ્ય મળે છે અને પાપ પણ દૂર થાય છે. ધર્મ ગ્રંથોના જાણકાર કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાનું કહેવું છે કે, વેદોમાં સૂર્યને પોઝિટિવ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્યની ઉપાસના કરવાથી પોઝિટિવ ઊર્જા વધે છે.

image source

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સૂર્યને પાણી ચઢાવવાનું મહત્ત્વ છે. સૂર્યના કિરણો શરીરમાં રહેલાં બેક્ટેરિયાને દૂર કરીને શરીરને નિરોગી બનાવવાનું કામ કરે છે. સૂર્યના કિરણોથી વિટામિન ડી મળે છે. જ્યોતિષ ગ્રંથોમાં પણ સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. એટલે જો સવારે જલ્દી ઉઠીને સૂર્યદેવના દર્શન કરવામાં આવે તો મન પ્રસન્ન થાય છે. જેથી પોઝિટિવ રહેવા અને સારા કામ કરવાની પ્રેરણા મળે છે. સૂર્યપૂજાથી શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે. ઉગતા સૂર્યના કિરણો આપણી આંખ માટે ફાયદાકારક હોય છે. તે આપણાં શરીરના ઊર્જા ચક્રને સક્રિય કરવામાં પણ મદદ કરે છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણા છે ફાયદા-

image source

સૂર્યને પાણી ચઢાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી શરીરને વિટામિન ડી ઘણી માત્રામાં મળે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. વ્યક્તિનું શરીર પાંચ તત્વોનું બનેલુ છે. તેમાંથી એક તત્વ અગ્નિ પણ હોય છે. સૂર્યને અગ્નિનો કારક માનવામાં આવે છે. એટલે સવારે સૂર્યને જળ ચઢાવવાથી તેના કિરણો આખા શરીર ઉપર પડે છે.

જેથી હાર્ટ, સ્કીન, આંખ, લિવર અને દિમાગ જેવા બધા અંગ સક્રિય થઇ જાય છે. સૂર્યને પાણી ચઢાવવાથી મનમાં સારા વિચાર આવે છે, જેના દ્વારા પ્રસન્નતાનો અનુભવ થાય છે. માણસની સમજવા-વિચારવાની શક્તિ પણ વધે છે. વ્યક્તિની ઇચ્છાશક્તિ વધારે પ્રબળ થાય છે.

ધર્મ ગ્રંથો પ્રમાણે સંક્રાતિ પર્વ ઉપર સૂર્યને પાણીચઢાવવાનું મહત્ત્વઃ-

image source

સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે સૂર્યને દેવતા જ માનવામા આવે છે. તેમને ભક્તોને પ્રત્યેક્ષ દર્શન આપનાર દેવ પણ કહેવામાં આવે છે. અષાઢ મહિનામાં સૂર્યદેવને પાણી ચઢાવવાથી વિશેષ પુણ્ય મળે છે.

1. અષાઢ મહિનામાં સૂર્યને પાણીચઢાવવાથી સન્માન મળે છે.

2. સફળતા અને ઉન્નતિની પ્રાપ્તિ માટે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે.

3. દુશ્મનો ઉપર વિજય મેળવવો હોય તો પણ સૂર્યને જળ ચઢાવવામાં આવે છે.

image source

4. વાલ્મીકિ રામાયણ પ્રમાણે યુદ્ધ માટે લંકા જતાં પહેલાં ભગવાન શ્રીરામે પણ સૂર્યદેવને પાણી ચઢાવીને પૂજા કરી હતી. જેથી તેમને રાવણ ઉપર વિજય મેળવવામાં મદદ મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત