છેલ્લા 30 વર્ષથી 22 મેના રોજ થાય છે મંદિરમાં આ અલૌલિક દર્શન, આ વખતે પણ જોવા મળ્યો નજારો
આપણી આસપાસ અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેને તમે નરી આંખે જોયેલો ચમત્કાર કહી શકો છો.

આવો જ ચમત્કાર દર વર્ષે 22 મેના રોજ જોવા મળે છે. આ એક અલૌકિક ઘટના છે અને દર વર્ષે આ અલભ્ય દ્રશ્યને જોવા ભક્તો ઉમટી પડતા હોય છે. જો કે આ વખતે આ ખાસ દર્શનનો લાભ ભક્તોએ ઓનલાઈન લીધો હતો. આ ઘટના બને છે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં. અહીં વર્ષમાં એક દિવસ એટલે કે 22 મેના દિવસે આ ઘટના બને છે જેમાં સૂર્યનો પ્રકાશ એવી રીતે જિનાલયમાં આવે છે કે ગર્ભગૃહમાં રહેલી ભગવાન મહાવીરની પ્રતિમા પર તિલક કર્યું હોય તેવી દ્રશ્ય સર્જાય છે.

આ અંગે જાણવા મળે છે કે 22 મેના રોજ થતી આ ઘટના વર્ષ 1987થી થઈ રહી છે. અત્યાર સુધીમાં એક પણ વર્ષ એવું નથી કે જ્યારે 22 મેના રોજ મહાવીર સ્વામીનું સૂર્ય તિલક થયું ન હોય. આ વર્ષે કોરોના વાયરસનું સંક્રમણ હોવાથી મંદિર પ્રસાશને ભક્તો માટે દર્શનની વ્યવસ્થા ઓનલાઈન કરી હતી. ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા હતા.

ગાંધીનગરના કોબા સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સૂર્ય દેવ તેના પ્રકાશથી મહાવીર સ્વામીના લલાટ પર તિલક થાય છે. સામાન્ય દિવસોમાં આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ ખગોળિય ઘટનાની અન્ય એક ખાસ વાત એ પણ છે કે આ સૂર્ય તિલક બપોરે 2.07 મિનિટે જ થાય છે. આ વર્ષે એટલે કે આજે પણ આ સૂર્ય તિલકની ઘટના બની હતી. જેને ભક્તોએ ઓનલાઈન જોઈ હતી.

જૈન આરાધના કેન્દ્રમાં છેલ્લા 30 વર્ષથી બનતી આ ઘટના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તો વિજ્ઞાન માટે મોટો પ્રશ્ન છે કે દર વર્ષે 22 મેના દિવસે બપોરના સમયે આ ઘટના કેવી રીતે બને છે. આ સૂર્ય તિલકના દર્શન માત્ર 7 મિનિટ સુધી થાય છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં આવેલા જૈન તીર્થોમાંથી આ એક જ જગ્યાએ અલૌકિક દર્શન થાય છે. અહીં જૈનોના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીની શ્વેત આરસની 41 ઈંચની પ્રતિમા સ્થાપિત છે. આ મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત