Site icon News Gujarat

જો તમે રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો તમને મળે છે તેના આ ખાસ લાભ

સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવે છે, સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર જીવન સંભવ છે, સૂર્યને પ્રતિદિન જળ આપવાથી જાતકને આધ્યાત્મિક લાભ મળે છે. સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યનું ઘણું મહત્વ છે. તેમને અસાધારણ ક્ષમતા અને દિવ્ય શક્તિની સાથે સૌથી ખાસ દેવતામાંના એક માનવામાં આવે છે. આ સિવાય પૃથ્વી પર પ્રકાશનો પ્રમુખ સ્ત્રોત છે અને જીવનનું સમર્થક છે. જ્યારે જ્યોતિષમાં પણ સૂર્યનું મહત્વ વધ્યું છે. જ્યોતિષના અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે આ મનુષ્યના જીવનમાં માન સમ્માન, પિતા-પુત્ર અને સફળતાનો કારક માનવામાં આવે છે.

image source

જ્યોતિષના અનુસાર સૂર્ય દર મહિને એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે, આ વખતે તે બાર રાશિમાં સર્ય એક વર્ષમાં પોતાનું ચક્ર પૂરું કરે છે. સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવ્યો છે. સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર જીવન શક્ય છે. સૂર્યને રોજ જળ ચઢાવવાથી જાતકને આધ્યાત્મિક લાભ થયા છે અને સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સૂર્ય દેવની કૃપા મેળવવા અને કિંડળીમાં સૂર્યની અુકૂળતા બનાવી રાખવા માટે રોજ સૂર્યને અર્દ્ય આપવું જોઈએ. તેનાથી સમાજમાં માન સમ્માન મળે છે.

શા માટે કરાય છે સૂર્ય દેવને જળ અર્પણ

image source

કહેવાય છે કે સવારના સમયે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. રોગથી મુક્તિ મળે છે અને સુખમય જીવન પસાર થાય છે.
માન્યતા છે કે ભગવાન સૂર્યની પૂજા કરતા પહેલા સ્નાન કરી લેવું. સ્નાન કરવાથી શરીરને રાતના સમયે અર્જિત તમામ અશુધ્ધિ અને નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવામાં રાહત મળે છે. સવારે સ્નાન કરવાથી શરીરના સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને બીમારી થવાની સંભાવના ઘટે છે.

સૂર્ય દેવની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અનિવાર્ય રહે છે. ભગવાન ગણેશની પૂજા કરતી સમયે તમારા માથા પર કુમકુમ અને મૌલી લગાવાય છે. તિલકનું આવેદન તમારા માટે મહત્વનું છે અને માનસિક એકાગ્રતા માટે મદદ કરે છે.

image source

કહેવાય છે કે સૂર્ય દેવને તાંબાના વાસણથી જળ અર્પણ કરાય તો એવામાં રોશની પાણીથી પસાર થઈને જાય છે અને સૂર્યની સાત કિરણોમાં વિભાજિત થઈ જાય છે. આમ કરવાથી શરીરની તમામ નકારાત્મકતા પોઝિટિવિટીમાં બદલાઈ જાય છે.

ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ સૂર્ય દેવને જળ ચઢાવાય છે. સવારે ભગવાન સૂર્યને જળ ચઢાવવાથી ધ્યાન શક્તિ વધે છે. જળ ચઢાવતી સમયે સૂર્ય દેવને જુઓ.

ભગવાન સૂર્યને રોજ જળ ચઢાવવાથી સ્વસ્થ મન અને શરીરની સાથે સાથે અનુશાસિત જીવન પ્રાપ્ત થાય છે.

image source

આ લોકોની ભાવનાઓ અને કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જળ અર્પણ કરીને ક્રોધ, અહંકાર, તણાવ અને શરીરને સ્થિર કરવામાં મદદ મળે છે.

સૂર્ય દેવને જળ અર્પણ કરતી સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે અને મન પણ શાંત રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version