જો સૂર્યગ્રહણ પછી આવુ બનશે તો ઉભી થઈ શકે છે આ મોટી તકલીફો, વાંચો આ વિશે શું કહ્યું અંબાલાલ પટેલે

સૂર્યગ્રહણ બાદ અમુક સંજોગો ઉભા થશે તો ઉભી થઈ શકે છે તકલીફો – અંબાલાલ પટેલ

image source

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૂર્ય ગ્રહણને લઈને કેટલીક મહત્ત્વની બાબતો તરફ ધ્યાન દોર્યું હતું અને અમુક સંજોગોમાં સૂર્યગ્રહણની ભયાનક અસરો વિષે પણ જણાવ્યું હતું. જેમ કે ગ્રહણ દરમિયાન વાદળા ઘેરાયેલા રહે તો તેને અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ શું કહ્યું અંબાલાલ પટેલે.

image source

અંબાલાલ પટેલ જણાવે છે કે જો ગ્રહણ દરમિયાન વીજળી થાય તો દાંતસુર ધરાવતા જાનવરોને મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત ગ્રહણ બાદ જો ધૂમ્મસ છાયુ વાતાવરણ બને તો રોગચાળો ફેલાવાની સંભાવના રહે છે. તેમજ જો સૂર્યની આસપાસ કાળા કુંડાળા દેખાય તો પણ રોગ ચાળો ફાટી શકે છે. તેમજ ગ્રહણ વખતે વાદળો ઘેરાય તો પણ ભયની સ્થિતિ ઉદ્ભવે છે. ગ્રહણ બાદ જો સૂસવાટાવાળો પવન ફૂંકાય તો તે સારી વાત નથી કહેવાતી. પણ જો ગ્રહણ બાદ નિર્મળ જળનો વરસાદ થાય તો કહેવાય છે કે ગ્રહનું ઝેર ધોવાઈ જાય છે.

image source

હવામાનવ વિદ અંબાલલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળનાર છે. ગઈ કાલે અમદાવાદ સુરત, રાજકોટ જેવી જગ્યાઓએ સુર્ય ગ્રહણ જોવા મળ્યુ હતું. અમદાવાદમાં ગ્રહણ સવારના 10.0. મિનિટે શરૂ થયું હતું તો સુરતમાં 10.02 મિનિટે શરૂ થયું હતું અને રાજકોટ ખાતે 9.59 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થયું હતું. અને આગલા દિવસે એટલે કે શનિવાર રાત્રીના 10 વાગ્યાથી મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. અને બપોરે ત્રણ વાગ્યા બાદ મંદીરોને ખોલવામાં આવ્યા હતા.

image source

ગુજરાત ઉપરાતં દેશના ઘણા બધા ભાગોમાં સૂર્યગ્રહણનું સુંદર દ્રશ્ય લોકોને જોવા મળ્યું હતું. કેટલાક લોકોએ ગોગલ્સથી તો કેટલાક લોકોએ ચારણીથી તો વળી કેટલાક લોકોએ એક્સરેની ફીલ્મથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ કર્યો હતો. આ સૂર્યગ્રહણની અસર કેટલીક રાશિઓ પર અશુભ થવાની છે તો વળી કેટલાક માટે શુભ સાબિત થનાર છે તો વળી કેટલીકને મિશ્ર ફળ આપનારી સાબિત થશે.

મેષ, સિંહ, કન્યા, તેમજ મકર રાશીને સૂર્યગ્રહણ શુભ ફળ આપનારું સાબિત થશે. જ્યારે વૃષભ, તુલા, ધનુ, કુંભ રાશિને તેનું મિશ્ર ફળ મળશે. અને મિથુન, કર્ક, વૃશ્ચિક તેમજ મીન રાશીને તેના અશુભ ફળનો સામનો કરવો પડશે.

image source

સૂર્ય ગ્રહણનો સંબંધ મહાભારત સાથે પણ છે

કહેવાય છે કે જે દિવસે પાંડવો કૌરવો સાથે પોતાનો આખો રાજપાટ દ્રૌપદીની સાથે હારી ગયા હતા ત્યારે સૂર્યગ્રહણ હતું. મહાભારતના એક અધ્યામાં કેહવામાં આવ્યું છે કે અર્જુન જે દિવસે જયદ્રથનો વધ કરશે ત્યારે પણ સૂર્યગ્રહણ હતું. અને તે જ કારહણસર અર્જુન જયદ્રથનો વધ કરવામાં સફળ રહ્યા હતા. તો વળી ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધ પણ સૂર્યગર્હણ સાથે રહ્યો છે. કહેવાય છે કે જે દિવસે દ્વારિકા નગરી ડૂબી હતી ત્યારે પણ સૂર્યગ્રહણ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત