આ સૂર્ય ગ્રહણ આ સાત રાશિઓ માટે છે ખૂબ હાનિકારક, દિવસો આવી રહ્યા છે નજીક, ધ્યાન રાખજો

૨૧ જુન, ૨૦૨૦ રવિવારના રોજ જેઠ માસના કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસે એટલે કે જેઠ અમાસની તિથિના દિવસે સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ ભારતીય સમય પ્રમાણે સવારના ૯:૩૦ વાગે શરુ થવાનું છે. જયારે બપોરના ૧૨:૧૦ વાગે આ સૂર્ય ગ્રહણ પોતાની ચરમ સીમા પર પ્રભાવિત કરશે. અમાસની તિથિએ થનાર સૂર્ય ગ્રહણનો સુતક સમય સૂર્ય ગ્રહણના એક દિવસ પહેલા એટલે કે, ૨૦ જુન, ૨૦૨૦ની રાત્રિના ૯:૧૫ વાગે શરુ થશે. આ સુતક સમય સૂર્ય ગ્રહણના પૂર્ણ થવા સુધી રહેવાનું છે. અમાસના રોજ થનાર સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળવાનું હોવાથી સૂર્ય ગ્રહણના સુતકની અવધિ માન્ય રહેવાની છે. ચાલો જાણીએ સૂર્ય ગ્રહણની અસર બધી રાશિઓ પર કેવો પ્રભાવ કરશે.

-મેષ રાશિ :

મેષ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણની અસરથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને લોકો દ્વારા આપને માન- સન્માન પણ મળી શકે છે.

-વૃષભ રાશિ :

વૃષભ રાશિના જાતકો માટે આર્થિક ક્ષેત્રે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં આપે થોડીક સાવધાનીઓ રાખવી જરૂરી છે.

-મિથુન રાશિ :

મિથુન રાશિના જાતકોએ સૂર્ય ગ્રહણની અસરના લીધે વાહનને ચલાવતા સમયે કાળજી રાખવી ખુબ જરૂરી છે. મીઠુંના રાશિના જાતકોને સૂર્ય ગ્રહણની અસરના લીધે અકસ્માત થવાની શક્યતા બની રહી છે. ઉપરાંત કોઈ દુર્ઘટના પણ આપની સાથે સર્જાઈ શકે છે.

-કર્ક રાશિ :

કર્ક રાશિના જાતકો સાથે સૂર્ય ગ્રહણની અસરના લીધે સ્થાવર માળ મિલકત અંગે વિવાદ થવાની શક્યતા બની રહી છે.

-સિંહ રાશિ :

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણની સકારાત્મક અસર થઈ શકે છે તેમનું વૈવાહિક જીવનમાં માધુર્ય આવી શકે છે. આ સાથે જ આપના દ્વારા કોઈ આર્થિક લાભ થવાની પણ સંભાવના બની રહી છે.

-કન્યા રાશિ :

કન્યા રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ કોઈ શુભ સમાચાર આપી શકે છે.

-તુલા રાશિ :

તુલા રાશિના જાતકોએ સૂર્ય ગ્રહણના લીધે તુલા રાશિના જાતકોએ પોતાને શાંત કરવાની જરૂરિયાત આવે છે, કે ન કે, આપની સાથે કોઈ પણ પ્રકારના વાદ- વિવાદ પણ થવાની સંભાવના છે.

-વુશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના જાતકોને સૂર્ય ગ્રહણ સમયે આપને કોઈ પ્રકારની વેદનાનો સામનો કરવો પડશે.

-ધનુ રાશિ :

ધનુ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં તણાવ રહી શકે છે. ઉપરાંત ધનુ રાશિના જાતકોના જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

-મકર રાશિ :

મકર રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણ આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

-કુંભ રાશિ :

કુંભ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ અશુભ રીતે પ્રભાવિત કરી શકે છે જેના લીધે કુંભ રાશિના જાતકોનું માનસિક સ્વાસ્થ્ય કથળતા ભારે માનસિક તણાવના શિકાર થઈ શકે છે.

-મીન રાશિ :

મીન રાશિના જાતકો પર સૂર્ય ગ્રહણની અશુભ અસરોના લીધે સ્વાસ્થ્ય કથળી શકે છે અને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.

આ સૂર્ય ગ્રહણ ક્યાં જોવા મળી શકે છે ?

૨૧ જુન, ૨૦૨૦ રવિવારના રોજ થનાર સૂર્ય ગ્રહણ ભારત, દક્ષિણ આફ્રિકા, મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક, કોંગો, ઇથોપિયા, પાકિસ્તાન અને ચીન દેશમાં જોવા મળવાની સંભાવના છે. સૂર્ય ગ્રહણ ક્યારેય પણ નરી આંખોથી જોવું જોઈએ નહી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જો આપ નરી આંખે ચંદ્ર ગ્રહણ જોવું શક્ય છે પરંતુ સૂર્ય ગ્રહણને ક્યારેય પણ નરી આંખે જોવું નહી. કેમ કે, નરી આંખે સૂર્ય ગ્રહણ જોવાથી આપની આંખો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપે સૂર્ય ગ્રહણ જોવા માટે સૌર ફિલ્ટર્સ વાળા ચશ્મા પહેરવા જોઈએ.

image source

સૂર્ય ગ્રહણમાં આટલી સાવધાનીઓ રાખવી.:

સૂર્ય ગ્રહણ થતા પહેલા ગ્રહણના સુતકની અવધિ ૧૨ કલાક પહેલા જ અસર કરવા લાગે છે. આ સુતક અવધિ સૂર્ય ગ્રહણના અંતની સાથે જ સમાપ્ત થાય છે. સૂર્ય ગ્રહણના સમય દરમીયાન આપે કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી જોઈએ જેમ કે, ગર્ભવતી સ્ત્રીઓએ પોતાનું ધ્યાન રાખવું, ગ્રહણના સમયે પૂજા સ્થાનને બંધ કરી દેવા જોઈએ, આપે સૂર્યગ્રહણ પૂર્ણ થઈ ગયા પછી સ્નાન, દાન અને મંત્રના જાપ કરવાથી ફલદાયક સાબિત થઈ શકે છે.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત