સુર્ય કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો તમારી રાશિને કેટલુ મળશે શુભ ફળ

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થતાં ૧૬ જુલાઈએ થશે રાશિ પરિવર્તન, થશે બારેય રાશિને લાભ જાણો વિગત!

અગામી તા.૧૬ને સવારે ૧૦.૪૯ કલાકથી સૂર્ય કર્ક સંક્રાંતિમાં સતત ૩૧ દિવસ પરિભ્રમણ કરશે. ગ્રહોના રાશિ બદલવાની અસર બારેય રાશિ ઉપર થાય છે. આ મહિને સૂર્ય અને ચંદ્રનું જ પરિવર્તન થશે. વૈશ્વિક મહામારી કોરોનાવાઇરસમાં લોકો વધુ સેલ્ફ લોકડાઉન રાખશે. ધીમે-ધીમે વેપાર-વ્યવસાય વધુ ધમધમતા બને!

આ સમય દરમિયાન ગરમીમાં ઘટાડો થઈ વરસાદમાં વધારો જોવા મળશે જયારે પાક સારો થશે તેમ જ લોકોની મનોસ્થિતિમાં ધાર્મિક કાર્યો કે શુભ કાર્યો કરવા માટે વધુ પ્રેરાશે. તા.૧ ઓગષ્ટથી બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી બુધાદિત્ય યોગ બનશે જેને કારણે વિદ્યાર્થીગણ માટે આ સમયે કંઈક અંશે શુભ બની રહેશે. આ પરિભ્રમણ ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અંગે જણાવતાં એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જ્યોતિષાચાર્ય મહોદય શ્રી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર….

કર્ક રાશિ (હ,ડ):- મન-કર્મ-વચનથી નક્કી કરેલાં કાર્યો સંપન્ન થાય. લગ્નજીવનમાં એક બીજાનો અહંકાર આવી શકે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી.

સિંહ રાશિ (મ,ટ):- દેહ પીડા આવી શકે. નોકરિયાત વર્ગને બદલી થવાથી લાભ થાય. માનહાની પણ થઈ શકે.

મેષ રાશિ (અ,લ,ઈ):- માતાની માંદગીની સમસ્યા વધે. કર્મક્ષેત્રમાં સરકારી લાભ થઈ શકે. સંતાનથી શુભ સમાચાર.

વૃષભ રાશિ (બ,વ,ઊ):- નવા સાહસ કરારો કરવાથી લાભ થાય. ભાગ્ય પરિવર્તન માટે વડીલોની મદદ મળે. ટૂંકો પ્રવાસ ફળદાયી નીવડે.

મિથુન રાશિ( ક,છ,ઘ):- ડાબી આંખે તકલીફો આવે. ગળામાં સોજો કે બળતરા થઈ શકે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ભાઈભાંડુના લાભ થઈ શકે.

કન્યા રાશિ (પ,ઠ,ણ):- લાંબાગાળાના વડીલો મારફતે લાભ થઈ શકે. વિદ્યાર્થી ગણ માટે ઉત્તમ સમય. કોર્ટ-કચેરી બંધન તથા સરકારી લફડાથી સાવધાની આવશ્યક.

કુંભ રાશિ (ગ,સ,શ):- શત્રુ પર વિજય. ડાબી આંખે તકલીફ વધી શકે. ખર્ચા પર રકમ વધી જાય. વિદ્યાર્થીગણ માટે મધ્યમ સમય ગણાવી શકાય.

મીન રાશિ (દ, ચ, ઝ, થ):- સંતાનથી શુભ સમાચાર, શેરબજારમાં લાભ થઈ શકે. વડીલોથી સારા લાભ ફાયદાવાળી વાત જણાવે. નોકરિયાત વર્ગ માટે શુભ સમય ગણાવી શકાય.

તુલા રાશિ (ર,ત):- દરેક ક્ષેત્રમાં માન-સન્માન કીર્તિમાં વધારો થાય. મકાન-મિલકતના રીનોવેશન સંભવ. બાકી રહેલા સરકારી કામકાજનો ઉકેલ આવે.

વૃશ્ચિક રાશિ (ન,ય):- ધાર્મિક સ્થળોની મુલાકાત સંભવ. યુવાવર્ગ માટે ભાગ્યની શુભ તક મળે. સામાજિક પ્રવૃત્તિઓમાં સમય વધારે વ્યતીત થાય.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- આકસ્મિક મુસીબતો, મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે. કૌટુંબિક સંબંધો બગડી શકે. નાનું-મોટું ઓપરેશન સંભવ.

મકર રાશિ (ખ,જ):- લગ્નજીવનમાં સંબંધો બગડી શકે. મનોસ્થિતિમાં વધારે ઉગ્રતા આવે. વણમાગી મુસીબતો આવી શકે માટે સાવધાની રાખવી.

ગ્રહોની અશુભ અસરથી બચવા માટે પૂજન કર્મ કરોઃ-

ચંદ્ર, મંગળ, ગુરુ અને શુક્ર ગ્રહના દોષ દૂર કરવા માટે રોજ શિવજીની પૂજા કરવી જોઇએ. શિવલિંગ ઉપર જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. રોજ સવારે સૂર્યને જળ ચઢાવવાથી સૂર્યના દોષ દૂર થાય છે. ચંદ્ર અને શુક્ર માટે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઇએ. મંગળ ગ્રહ માટે શિવલિંગ ઉપર લાલ ફૂલ અર્પણ કરો. બુધ માટે ગણેશજીને દૂર્વા ચઢાવો. ગુરુ ગ્રહ માટે શિવલિંગ ઉપર ચણાની દાળ ચઢાવો અને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. શનિવારે તેલનું દાન કરવાથી શનિદોષ શાંત થાય છે. રાહુ-કેતુ માટે ગરીબ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત