Site icon News Gujarat

સૂર્યાસ્ત પછી ક્યારે પણ ના કરવા જોઇએ આ 10 કામ, જાણો નહિં તો પસ્તાશો

સૂર્યાસ્ત પછી ન કરો આ 10 કામ,નહિ તો આવી શકે છે આ અશુભ પરિણામ.

આપણે ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા છે કે દિવસ ઢળી ગયા પછી આવું ન કરાય, તેવું ન કરાય અને આપણે એમની વાતોને ઇગ્નોર કરી દઈએ છીએ પણ શાસ્ત્રોમાં ખરેખર દિવસ ઢળ્યા પછી અમુક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ કે સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ અને એના શુ પરિણામ આવી શકે છે.

1. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી કચરા પોતું કરવું પણ અશુભ માનવામાં આવે છે. એટલે સૂર્યાસ્તના સમયે ઘરમાં ક્યારેય કચરો ન વાડવો જોઈએ. એવું કરવાથી કચરાની સાથે સારી વસ્તુઓ પણ ઘરની બહાર જાય છે અને ખુશીઓ અને ગુડલક સમાપ્ત થઈ જાય છે. એટલે સાંજના સમય પહેલા ઘરને સાફ કરી લો એ જ સારું છે.

image source

2. સાંજે તુલસીને ક્યારેય હાથ ન લગાવો. કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની રોજ પૂજા થાય છે માતા લક્ષમીની કૃપા ત્યાં હંમેશા જળવાઈ રહે છે પણ ધ્યાન રાખો કે તુલસીને સંજના સમયે સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે એટલે સૂર્યાસ્તના સમયે ક્યારેય તુલસીના છોડને સ્પર્શ ન કરવું જોઈએ.

3. ઘણા લોકો સાંજે પહેલા મંદિરમાં દીવો કરે છે પછી ઘરની બહાર તુલસીજીને દીવો કરે છે પણ એવું ન કરો. સાંજના સમયે દીવો કરતી વખતે પહેલા તુલસીને દીવો કરો એ પછી દિવાને આખા ઘરમાં ફેરવી પછી પૂજા ઘરમાં મુકો.

image source

4. સૂર્યાસ્ત સામે ક્યારેય પણ સૂવું ન જોઈએ. એ દરમિયાન સવાર અને સાંજ બન્ને સમયનો મેળ હોય છે અને શાસ્ત્રો અનુસાર આ સમયે સૂવાથી ઘરમાં ક્યારેય પણ બરકત નથી આવતી.

5. સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં અંધારું ન રાખો. એનાથી ઘરમાં નેગેટિવિટી આવી શકે છે. સાથે જ સાંજના સમયે ભગવાનની સામે દીવો જરૂર કરો.

image source

6. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ દૂધ, દહીં કે અન્ય કોઈપણ સફેદ વસ્તુ ન આપવી જોઈએ. જ્યોતિષ અનુસાર આ બધી વસ્તુઓમાં ચન્દ્રનો વાસ હોય છે. સાંજના સમયે એને આપવાથી તમારો ચંદ્ર ગ્રહ કમજોર થઈ શકે છે.

7. એ સિવાય સાંજના સમયે કોઈને પણ ઉધાર ન આપવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમને પૈસાની તકલીફ થઈ શકે છે.

8. સૂર્યાસ્ત પછી ઘરના કોઈપણ ખૂણામાં કચરો ભેગો ન કરો. એનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. માતા લક્ષ્મી પણ ઘરમાંથી જતા રહે છે.

image source

9.સૂર્યાસ્ત પછી ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને ક્યારેય ખાલી હાથ ન મોકલો, ન એમને ભૂખ્યા જવા દો. આપના શાસ્ત્રોમાં અતિથિને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે એટલે સાંજે મહેમાન આવે તો એમને સમ્માન સાથે વિદાય આપો. એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

10. સૂર્યાસ્ત પછી અભ્યાસ ન કરવો જોઈએ. કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત દરમિયાન ઘરમાં બેસી રહેવું કે અભ્યાસ કરવાને બદલે રમવું જોઈએ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version