સુશાંત સિંહ રાજપૂતના અવસાન પર તેમના 5 વર્ષના ભાણિયાએ કહી દિલને સ્પર્શી જાય એવી વાત

સુશાંત સિંહ રાજપૂતના અવસાન પર તેમના 5 વર્ષના ભાણિયાએ કહી દિલને સ્પર્શી જાય એવી વાત.

image source

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક અવસાને તેમના ફેન્સને ઢંઢોળી મુક્યા છે. હજી પણ લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે બોલિવુડનો આ ચમકતો સિતારો ફક્ત 34 વર્ષની ઉંમરે જ આવી રીતે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. અમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કીર્તિ સિંહે સુશાંતના ફેન્સને વિનંતી કરી છે કે સંવેદનશીલ સમયમાં હિંમતથી કામ લેવું જોઈએ. શ્વેતા સિંહ કીર્તિએ જ્યારે પોતાના 5 વર્ષના દીકરાને તેના મામાના અવસાનના સમાચાર આપ્યા તો એ નાનકડા બાળકનો જવાબ સાંભળી કોઈપણ વ્યક્તિ લાગણીશીલ થઈ જશે.

image source

શ્વેતા સિંહ કીર્તિએ ફેશબુક પર પોસ્ટ કરીને પોતાના દીકરા સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું છે કે “જ્યારે મેં મારા દીકરા નિર્વાણને જણાવ્યું કે મામા હવે આ દુનિયામાં નથી રહ્યા તો એને મને કહ્યું કે પણ એ તમારા દિલમાં તો જીવિત છે ને. અને આવું એને ત્રણ વાર કહ્યું.

જો એક પાંચ વર્ષનું બાળક આ રીતની વાત કરી શકતું હોય તો એના પરથી ખબર પડે છે કે આપણે બધા એ કેટલું મજબૂત રહેવું પડશે. તમે બધા જ મજબૂત બનીને રહેજો, ખાસ કરીને સુશાંતના ફેન્સ. મહેરબાની કરીને એ વાતને સમજો કે સુશાંત આજે પણ આપણા બધાના દિલમાં રહે છે અને એ હંમેશા આપણા દિલમાં રહેશે. એટલે પ્લીઝ એવું કંઈ જ ન કરશો જેનાથી એની આત્માને દુઃખ પહોંચે”

image source

આ સાથે શ્વેતાએ આગળ લખ્યું છે કે “મારે જલ્દી જ ભારત પહોંચવુ છે પમ કોઈ ફ્લાઈટની ટીકીટ નથી મળી રહી. જો કોઈ મદદ કરી શકે એમ હોય તો કૃપા કરીને મને જણાવો” એ પછી શ્વેતાએ જાણકારી આપી હતી કે એમને ટીકીટ મળી ગઈ છે અને એ 16 જૂને ફ્લાઇટ દ્વારા દિલ્હી થઈને મુંબઈ પહોંચશે. એમને આગળ લખ્યું હતું કે “હું 7 દિવસના કોરોન્ટાઇન પિરિયડને લઈને થોડી ચિંતામાં છું, શુ કોઈ એવો રસ્તો છે જેના દ્વારા આ કોરોન્ટાઇન પિરિયડને માફ કરી શકાય? મારે મારા પરિવારને મળવાની ખાસ જરૂર છે”

image source

સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા અને એ પોતાની સારવાર પણ કરાવી રહ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતે ટેલિવિઝન સિરિયલમાંથી પોતાનું કરિયર શરૂ કરીને વર્ષ 2013માં ફિલ્મ “કાઈપો છે” દ્વારા બોલીવુડમાં પગ મૂક્યો હતો. એ પછી સુશાંતે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને છીછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

source : naidunia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત