મોટા બજેટની આ ફિલ્મો માટે પહેલી પસંદ હતો સુશાંત સિંહ રાજપૂત – છેવટે હાથમાં ન આવી આ ફિલ્મો
14મી જૂને બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પંખે લટકતી હાલતમાં મૃત દેહ મળી આવતા આખાએ દેશમાં તેમજ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો અને સાથે સાથે શોકની લહેર પણ પ્રવર્તિ ઉઠી હતી. ત્યારથી પોલીસ સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ તપાસી રહી છે જો કે હજુ સુધી કશું જ નક્કર જાણવા મળ્યું નથી.
હા સુશાંત છેલ્લા 6 મહિનાથી અત્યંત ડિપ્રેશન નીચે જીવી રહ્યો હતો તે વાત જાણવા મળી છે. પણ તે શા માટે ડીપ્રેસ હતો તેની કોઈ જાણકારી મળી નથી. એક માહિતી પ્રમાણે સુશાંત સિંહ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો અન્યાય થયો છે તેવું પણ લોકો કહી રહ્યા છે. કહેવાય છે કે તેને ઓફર કરવામા આવેલી મોટા બેનર તેમજ બજેટની ફીલ્મો તેના હાથમાંથી જતી રહી હતી જેના કારણે તે ડીપ્રેશનમાં હોવાની પણ આશંકા છે.
તમને જણાવી દઈ કે સુશાંતને ઘણા બધા મોટા બેનરની ફિલ્મો માટે ફાઈનલ કરવામા આવ્યો હતો પણ વાત આગળ વધી શકી નહોતી. જો કે તેનું એક કારણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે બીજી ફિલ્મોને ડેટ આપી હોવાથી તે આ ફિલ્મો નહોતા કરી શક્યા. તો આજે અમે તમને જણાવીએ સુશાંત સિંહ રાજપૂતને ઓફર થયેલી ફિલ્મો વિશે. જે તેઓ નહોતા કરી શક્યા.
આશિકી 2
આશિકી 2 એક હીટ ફિલ્મ રહી હતી, આ ફિલ્મ માટે સુશાંતનું ઓડિશન લેવામાં આવ્યું હતું બધું જ સ્મૂધલી ચાલી રહ્યું હતું પણ કેટલીક બાબતોના કારણે વાત આગળ નહોતી વદી શકી અને છેવટે સુશાંતની જગ્યાએ આદિત્ય કપૂરને લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ અને તેના ગીતો સુપરહીટ રહ્યા હતા.
બાજીરાવ મસ્તાની
સંજય લીલા ભણસાળીએ પોતાની પિરિયડ ડ્રામા બાજીરાવ મસ્તાની માટે સુશાંત સિંહ રાજપુતને મુખ્ય પાત્ર માટે લેવાનું વિચાર્યું હતું, પણ તે વખતે સુશાંત પાની ફિલ્મ કરી રહ્યા હતા. માટે આ ફિલ્મ સુશાંત સાઈન નહોતા કરી શક્યા. અને ત્યાર બાદ આ ફિલ્મ રણવીર સિંહના હાથમાં આવી. જો કે તમને જણાવી દઈએ કે પાની ફીલ્મ ક્યારેય બની જ ન શકી.
ગોલીયોં કી રાસલીલા રામ-લીલા
સંજય લીલા ભણસાળીની આ સુપરીહીટ ફિલ્મ માટે તેમની પ્રથમ પસંદગી સુશાંત સિંહ રાજપૂત હતો. પણ આ ફિલ્મનું યશ રાજ ફીલ્મસ સાથે એસોસિએશન હતું અને તેના કારણે તેઓ સુશાંતને આ ફિલ્મ માટે સાઇન નહોતા કરી શક્યા.
બેફીક્રે
આદિત્ય ચોપરા ઘણા વર્ષો બાદ ફિલ્મ ડીરેક્ટ કરી રહ્યા હતા અને તે વખતે એવી ચર્ચા હતી કે તેમની ફિલ્મ બેફીક્રેમાં સુશાંત સિંહ રાજપુત અભિનય કરશે. પણ છેવટે આ ફિલ્મ રણવીર સિંહના ખોળામાં આવી પડી.
ફીતૂર
ફીતૂર ફિલ્મ અભિષેક કપૂર દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મ પહેલાં સુશાંત સિંહ રાજપુતને ઓફર કરવામા આવી હતી. પણ સુશાંતના વ્યસ્ત શેડ્યુલના કારણે આ ફિલ્મ સાઇન ન કરી શક્યા અને છેવટે આ ફિલ્મ આદિત્ય રોય કપૂરના હાથમાં આવી.
સારે જહાં સે અચ્છા
આ ફિલ્મ ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન પર આધારીત હતી. સુશાંતનો આ ફિલ્મના લિડ રોલ માટે મેકર્સે એપ્રોચ કર્યો હતો. આ ફિલ્મ સાથે આમિર ખાન, સલમાન ખાન શાહરુખ ખાન, વિકી કૌશલ જેવા નામ પણ સામેલ હતા. પણ સુશાંતનું નામ આ ફિલ્મ માટે ફાયનલ નહોતું થઈ શક્યું.
રોમિયો અકબર વોલ્ટર
આ વાતને સ્વિકારતા ડિરેક્ટર રૉબી ગ્રેવાલે જણાવ્યુ હતું કે તેમણે આ ફિલ્મ પ્રથમ સુશાંત સિંહ રાજપૂતને જ ઓફર કરી હતી પણ છેવટે ડેટ ક્લેશ થતાં આ ફિલ્મ જોહ્ન અબ્રાહમને ઓફર કરવામા આવી.
સડક ટુ
મહેશ ભટ્ટની આ ફિલ્મ સંજય દત્ત – પુજા ભટ્ટ અભિનિત ફિલ્મ સડકની સિક્વલ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત તેમજ પૂજા ભટ્ટ અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ હાલના સંજોગોને ધ્યાનમાં રાખતા ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થશે. ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ ભટ્ટે જણાવ્યું કે આ ફિલ્મ પ્રથમ સુશાંત સિંહ રાજપૂતને ઓફર કરવામા આવી હતી પણ વાત આગળ ન વધતા છેવટે રોલ આદિત્યને ઓફર કરવામા આવ્યો.
હાફ ગર્લફ્રેન્ડ
ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ પર આધારીત આ ફિલ્મ માટે સુશાંતની પસંદગી કરવામા આવી હતી અને તેની જાહેરાત ખૂદ ચેતન ભગતે પોતાના સોસયિલ મિડિયા અકાઉન્ટ પર કરી હતી. પણ ફરી પાછા ડેટ્સના પ્રોબ્લેમ્સ થતાં આ ફિલ્મ સુશાંતના હાથમાંથી સરકી ગઈ અને અર્જુન કપૂરના હાથમાં આ ફિલ્મ આવી ગઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત