સુશાંતના મુંબઈમાં થયા અગ્નિ સંસ્કાર અને પૈતૃક ગામમાં ભાભીએ તોડ્યો દમ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી હતી. તેના નિધનને કારણે તેનો પરિવાર, તેના ચાહકો તથા બોલિવૂડના સ્ટાર્સ પણ આઘાતમાં છે.

image source

સુશાંતની આત્મહત્યાના સમાચાર મળતાં જ તેના પિતાની તબિયત લથડી હતી પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી અને તેઓ સોમવારે પુત્રના અંતિમ સંસ્કાર કરવા મુંબઈ પણ આવ્યા હતા. જો કે સુશાંતની આત્મહત્યાનો આઘાત તેના ભાભીને ભયંકર રીતે લાગ્યો અને તેના કારણે સુશાંતના કાકાના દીકરાની પત્ની સુધા દેવીનું નિધન થયું છે.

image source

સુશાંતની આત્મહત્યાના સમચારા મળ્યા બાદ પુર્નિયા જિલ્લા સ્થિત તેના પૈતૃક ગામમાં રહેતા સુધા દેવીનું અવસાન થયું હતું. તેમની તબિયત કેટલાંક દિવસથી સારી ન હતી અને તેમાં તેને આ સમાચાર મળતા તે આઘાતમાં સરી પડયા હતા. સુશાંતના મોતના સમાચાર સાંભળ્યા ત્યારથી જ તે ડિપ્રેશનમાં સરી પડ્યા હતાં. એટલું જ નહીં તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું.

image source

વિધિની વક્રતા કહો કે બીજું કંઈ સોમવારે જે સમયે મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા તે જ સમયે સુધા દેવીના નિધનના સમાચાર આવ્યા હતાં. સુશાંત સિંહ રાજપૂતનું પૈતૃક ગામ મલડીહા છે.

image source

પરિવારના નિકટના સંબંધીઓ જણાવ્યા પ્રમાણે સુધા દેવીનું નિધન લગભગ તે જ સમયે થયું જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતાં. સુશાંતના નિધન બાદ હવે તેના ભાભીનું પણ મોતથી પરિવારને એક પછી એક બે આઘાત લાગ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે 14 જૂન અને રવિવારના રોજ સુશાંતે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. જેના બીજા દિવસે એટલે કે 15 જૂન અને સોમવારે સાંજે પાંચ કલાકે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનઘાટમાં સુશાંતના અંતિમ સંસ્કાર થયા હતાં. અંતિમ સંસ્કારમાં તેના પિતા, બહેન તથા પરિવારના નિકટના સભ્યો ઉપરાંત બોલિવૂડમાંથી શ્રદ્ધા કપૂર, વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી, વરુણ શર્મા, ક્રિસ્ટલ ડિસોઝા, અર્જુન બિજલાણી, અભિષેક કપૂર, રણવીર સૌરી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. સુશાંતની નિકટની મિત્ર રિયા ચક્રવર્તી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત