17 વર્ષ પછી પોતાના ગામ ગયો હતો સુશાંત, માની અંતિમ ઈચ્છા માટે મંદિરમાં કરાવ્યુ હતુ મુંડન, PHOTOS

૧૭ વર્ષ પછી પોતાના ગામમાં જઈને સુશાંત સિંહ રાજપૂતે , માની અંતિમ ઈચ્છા માટે મદિરમાં મુંડન કરાવ્યું હતું.

image source

મૂળ બિહારના વતની અને અત્યારે મુંબઈમાં રહેતા બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના દિવસે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. શરૂઆતના સમાચાર મુજબ સુશાંત સિંહને મુંબઈમાં બંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હતું. એમના નોકરે ફોન કરીને આ વિશે જાણકારી આપી હતી. જો કે હજુ સુધી એ વાતનો ખુલાસો થઇ શક્યો નથી કે સુશાંતે આત્મહત્યા શા માટે કરી છે.

૧૭ વર્ષ પછી ગામ પાછા ફર્યા હતા

image source

આપને જણાવી દઈએ કે સુશાંતનો જન્મ બિહારના પૂર્ણિયા જીલ્લાના મદીહા ગામમાં થયો હતો. 2000ની શરૂઆતમાં એમનો પરિવાર બિહારથી દિલ્લી આવીને વસ્યો હતો. ત્યારબાદ લગભગ ૧૭ વર્ષ પછી ૨૦૧૯માં તેઓ પિતા કે.કે. સિંહ અને કઝીન ભાઈ સાથે ગામ પાછા ફર્યા હતા. જ્યાં તેમણે પોતાનું માથું મૂંડાવ્યું હતું. ખબરો અનુસાર આમ એમણે પોતાની માતાની ઈચ્છા ખાત્ર પોતાના ગામના મંદિરે આવ્યા હતા. માએ માનતા માની હતી કે એમનો દીકરો કઈક કરવા લાગશે તો અહી આવીને માતાના મંદિરે તે સુશાંતનું મુંડન કરાવશે. જો કે વર્ષ ૨૦૦૨માં એમની માનું નિધન થયું હતું.

સુશાંતની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ હતી

image source

સુશાંતની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ગ્ખુબ જ વાયરલ થઇ હતી. તસ્વીરોમાં જોઈ શકાય છે કે તેઓ ગામના લોકોને મળ્યા હતા એ એમની સાથે એમણે સમય પણ પસાર કર્યો હતો. સુશાંતે એમની સાથે તસ્વીરો પણ ક્લિક કરી હતી અને ગામના બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત એ સમયે માત્ર ૧૬ વર્ષના જ હતા, જે સમયે એમની માતાનું નિધન થયું હતું.

image source

સુશાંતની ચાર બહેન છે. આ ચારેય બહેન એમનાથી મોટી છે, એમાંથી એક મીતુ સિંહ રાજ્ય કક્ષાની ક્રિકેટ ખિલાડી છે.

નીચેની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે જયારે તેઓ પોતાના ગામમાં ગયા ત્યારે એમણે તુલસીના છોડને આવી રીતે પ્રણામ કર્યા હતા.

image source

આ મુલાકાત દરમિયાન એમણે પોતાના ગામમાં બાળપણના મિત્રો સાથે ક્રિકેટ પણ રમી હતી.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો, કે કેટલી શ્રદ્ધા પૂર્વક તેઓ પોતાના માથાના વાળ કપાવીને મુંડન કરાવી રહ્યા છે.

image source

આ તસ્વીરમાં તેઓ પોતાના બાળપણના મિત્રો સાથે જોવા મળી રહ્યા છે.

આ તસ્વીરમાં સુશાંત સિંહ રાજપૂત મંદિરમાં પ્રવેશી રહ્યા છે.

image source

સુશાંત સિંહે મંદિરમાં જઈને માતાની ઈચ્છા પૂર્ણ કરવા પૂજા કરી અને પછી મુંડન પણ કરાવ્યું હતું.

Source: AsiaNetNews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત