સુશાંત સિંહને ટેલીસ્કોપનો હતો જબરો શોખીન, તસવીરોમાં જોઇ લો તમે પણ

અનેક વિષયોમાં રસ ધરાવતા સુશાંત સિંહને ટેલીસ્કોપનો પણ હતો જબરો શોખ, આ માટે એમણે શું કર્યું

image source

એક તરફ કોરોનાની મહામારી આખાય દેશમાં ફેયેલી છે, તો બીજી તરફ બોલીવુડમાં ઘણા અભિનેતાઓના મૃત્યુના કારણે ફિલ્મ જગત પણ પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સિનેમા બંધ છે, શુટિંગ અટકેલી પડી છે, રિલીજ ડેટ ટાળવામાં આવી રહી છે અને પરિણામે બોલીવુડના સિતારાઓ પોતાના ઘરમાં ભરાયેલા છે. આ બધામાં અમુક પ્રખ્યાત ફિલ્મ સ્ટારના મૃત્યુના સમાચારે લોકોમાં ભારે આશ્ચર્ય જન્માવ્યું છે. જેમાં સુશાંતના મૃત્યુથી લગભગ લોકો અચરજમાં છે.

સુશાંતને અભિનય સાથે અનેક ક્ષેત્રોમાં રસ હતો

image source

બૉલીવુડ જગતના એક્ટર સુશાંત સિંહ રાજપુત જેમણે પોતાના કરિયરને ધોની ફિલ્મથી નવી શરૂઆત આપી હતી એમના ઓચિંતા આપઘાતથી આખુય બોલીવુડ અને એમના ભાવકો અત્યારે શોકમાં છે. 34 વર્ષનાં સુશાંતે ૧૪ જુનના દિવસે પોતાના જ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. આ અભિનેતા પોતાના અભિનય સાથે અવનવા ક્ષેત્રોમાં પોતાના રસ અને જ્ઞાનને કારણે પણ લોકોના દિલમાં વસતા હતા. જેમ કે એમણે શેર કરેલા ૫૦ સપના અને હોલીવુડમાં કામ કરવાની ઈચ્છાઓ વગેરે જોતા એમનામાં માત્ર એક જ નહી અનેક પ્રકારની ખૂબીઓ હતી.

સુશાંતે LX-600 નામનું ટેલિસ્કોપ પણ ખરીદ્યું હતું

image source

સુશાંત સિંહ રાજપૂતને અભિનય સાથે સાથે બ્રહ્માંડ સાથે જોડાયેલાં રહસ્યોમાં પણ ઉંડો રસ હતો. આ જ કારણ છે કે, એમણે પોતાના ઘરમાં એક એડવાન્સ ટેલિસ્કોપ પણ વસાવ્યું હતું. જો કે એમના ફોલોઅર પણ એ સારી રીતે જાણે છે કે સુશાંત એસ્ટ્રોફિઝીક્સ અને તારાઓની દુનિયામાં પણ ઘણો રસ રાખતા હતા. અવારનવાર સોશિયલ મીડિયામાં પણ આ અંગે લખતા હતા. પોતાના આ શોખને પૂરો કરવા માટે સુશાંતે LX-600 નામનું ટેલિસ્કોપ પણ ખરીદ્યું હતું. આપને જણાવી દઈએ કે આ ટેલિસ્કોપને વિશ્વના સૌથી અદ્યતન ટેલિસ્કોપમાંથી માનવામાં આવે છે. આ ટેલિસ્કોપ એસ્ટ્રો ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પણ એક મોટું પગલું માનવામાં આવે છે.

શનિ ગ્રહની રીંગો સુધી જોઈ શકાય છે

image source

ઉલ્લેખનીય છે કે સુશાંતે આ ટેલિસ્કોપ તેના સી ફેસિંગ ઘરની બહાર લગાવેલું હતું અને આ ટેલિસ્કોપની મદદથી તે શનિ ગ્રહની રીંગો સુધી જોઈ શકતો હતો. સુશાંત પાસે થિયોરેટિકલ ફિઝીક્સની લગભગ 125 જેટલી પુસ્તકો હતી અને તે હંમેશાં બ્લેક હૉલ અને વૉર્મ હોલ સાથે જોડાયેલી થિયરીને લઈને ઘણો જ ઉત્શાહી જોવા મળતો હતો.

2020 બોલીવુડ માટે મુશ્કેલ રહ્યું

image source

જો કે કોલેજ કાળના દિવસોથી જ સુશાંતને એસ્ટ્રો ફિઝિક્સમાં ઊંડો રસ હતો. ઉલ્લેખનીય છે કે સુશાંતની આમ ઓચિંતા આપઘાતને કારણે ચાહકોની સાથે સાથે બોલીવુડ પણ ગહેરા આઘાતમાં છે. જો કે છેલ્લાં થોડા સમયથી બોલિવૂડની અનેક હસ્તીઓને પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમયગાળામાં ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું હતુ. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત