Site icon News Gujarat

સુશાંત સિંહ રાજપૂતને ક્યારેય નહીં જોયો હોય આ અવતારમાં, જોઈ લો વાયરલ વીડિયો

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહએ રવિવારે આત્મહત્યા કરી હતી. આ ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચુક્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને થતી ચર્ચા અને તેના મોત પહેલા તેની સાથે શું થઈ રહ્યું હતું તેના રહસ્યો સતત બહાર આવી રહ્યા છે. રોજે રોજ સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને નવા નવા સત્ય સામે આવી રહ્યા છે.

image source

સુશાંતના ફેન્સના મનમાં પણ ફરે છે કે સુશાંતે શા માટે આવું પગલું ભર્યું. આ કારણ શોધવા પોલીસ પણ સુશાંતના પરીવાર સાથે તેના સંપર્કમાં આવ્યા હોય તે તમામની પુછપરછ કરી રહી છે. તેવામાં અનેક લોકો સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને પોસ્ટ શેર કરી રહ્યા છે.

તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતની નજીક હતા તેવા અને અભિનેતા એવા અલી ગોનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંતનું અલગ જ વ્યક્તિત્વ જોવા મળે છે.

આ વીડિયો સુશાંતની ફિલ્મ સોન ચીરૈયાના સેટ પરનો છે. આ વીડિયો જોઈ લોકો પણ ભાવુક થઈ રહ્યા છે, આ વાત તેમની કરેલી કોમેન્ટ પરથી જાણી શકાય છે. આ વીડિયોમાં સુશાંત ફિલ્મના સેટમાં અને તેના કેરેક્ટરના ગેટઅપમાં છે. તે એક નાની બાળકને પોતાના હાથે જમાડી રહ્યો છે. આ બાળક પણ સુશાંતના હાથે પ્રેમથી જમી રહી છે. આ સાથે જ બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગી રહ્યું છે. બાળક તેની મસ્તીમાં આ ગીતનો આનંદ માણી રહી છે.

image source

વીડિયોના કેપ્શનમાં અલી ગોનીએ લખ્યું છે કે, એક સૂર્ય હતો જે તારાઓ વચ્ચેથી ઉગ્યો હતો. આંખ આશ્ચર્યમાં છે કે શું એ વ્યક્તિ દુનિયામાંથી જતો રહ્યો.. આભાર મિજૂખાન સુશાંતનો આ સુંદર વીડિયો શેર કરવા બદલ.

સુશાંતે સોન ચીરૈયામાં ડાકુની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેણે ભજવેલા પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી. ફિલ્મમાં અભિનેતા મનોજ બાજપાયી, અભિનેત્રી ભૂમિ પેડનેકર અને રણબીર શૌરી પણ જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતને બાળકો સાથે ખૂબ લગાવ હતો.

image source

આ જ કારણ છે કે તેણે કેટલાક બાળકોને નાસા ફરવા મોકલ્યા હતા. તેનું આ સ્વપ્ન હતું. આ સિવાય સુશાંત બાળકો માટેના એક પ્રોજેક્ટ પર પણ કામ કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version