લાખોમાં આળોટતો હતો સુશાંત સિંહ, મહિનામાં ખર્ચી નાખતો હતો આટલા બધા રૂપિયા, પૂર્વ મેનેજરે ખોલ્યા અનેક રહસ્યો

લાખોમાં આળોટતા હતા સુશાંત સિંહ – મહિનાના ખર્ચતા હતા આટલા રૂપિયા – પૂર્વ મેનેજરે ખોલ્યા રાજ

image source

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે આખાએ દેશમાં શોકનો માહોલ ઉભો કરી દીધો છે. નિરાશા એટલે કે ડિપ્રેશનથી કંટાળી જઈને તેમણે આ પગલું લીધું હોવાના અહેવાલ સામે આવ્યા હતા અને હાલ તેમના ડીપ્રેશન માટે કયા કારણો જવાબદાર હતા તે વિષે તપાસ ચાલી રહી છે. અને તેને ધ્યાનમાં લઈને તેમના નજીકના લોકો સાથે સઘન પુછપરછ પણ ચાલી રહી છે.

image source

સુશાંત તેમની પ્રતિભાના કારણે તો ફેન્સમાં પ્રિય હતા જ પણ તેમના નિર્દોશ સ્મિતે પણ લોકોના હૃદયમાં તેમને જગ્યા અપાવી હતી. તે એક અભિનેતા હતા પણ તે ઘણા બધા વિષયોનું ઉંડું જ્ઞાન ધરાવતા હતા. તેની કેરિયર પણ સફળ રહી છે. તેમની છેલ્લી ફિલ્મ છીછોરેએ ગયા વર્ષે કરોડોનો બિઝનેસ કર્યો હતો અને તેમની આ ફિલ્મમાં ખૂબ સરાહના પણ કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પિડાઈ રહ્યા હતા. અને છેવટે ડિપ્રેશનથી છૂટકારો મેળવવા માટે તેમણે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી જીવન ટુંકાવ્યું.

image source

સુશાંતની આત્મહત્યા બાદ સુશાંત સાથે જોડાયેલી ઘણી બધી જાણી અજાણી વાતો સામે આવી રહી છે અને લોકોમાં પણ તેમના વિષે વધારે અને વધારે જાણવાની ઉત્સુકતા જોવા મળી છે. અને આ બધામાં તેના અંગત રસ, તેમની રહેણી કરણી, તેમજ તેમની આર્થિક સ્થિતિ અંગે પણ ઘણા રહસ્યો જાણવા મળ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે લોકોને હંમેશા તેની પાછળ કોઈ આર્થિક તંગી જ જવાબદાર લાગતી હોય છે. પણ સુશાંત સાથે તેવું નહોતું તેના પૂર્વ મેનેજરે તેની આર્થિક સ્થિતિ વિષે માહિતી આપતા કેટલાક ખુલાસા કર્યા છે.

સુશાંત કરતો હતો દર મહિને 10 લાખ રૂપિયાનો ખર્ચ

image source

પોલીસે આ બાબતે સુશાંતની પૂર્વ મેનેજરની પણ પુછપરછ કરી હતી. સુશાંતની મેનેજર શ્રૃતિએ સુશાંતની આર્થિક સ્થિતિ બાબતે કેટલીક જાણકારી પોલીસને આપી છે. તેણીએ જણાવ્યું હતું કે સુશાંતની આર્થિક સ્થિત સંપૂર્ણ મજબૂત હતી તેને તેમાં કોઈ જ મુશ્કેલી નહોતી. તે એક મહિનાના 10 લાખ રૂપિયા ખર્ચતો હતો.

મોંઘી ગાડીઓ અને ફાર્મ હાઉસનો પણ રહ્યો હતો શોખ

image source

શ્રૃતિના જણાવ્યા પ્રમાણે સુશાંતે જે ફ્લેટમાં પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા તે મુંબઈના પોશ વિસ્તાર એવા બાન્દ્રામાં આવેલો છે અને તેનું માત્ર એક મહિનાનું ભાડું જ 4.5 લાખ રૂપિયા હતું. આ ઉપરાંત તેણે રીલેક્સેશન માટે લોનાવાલામાં આવેલા પાવના ડેમ નજીક એક સુંદર ફાર્મ હાઉસ પણ ભાડે રાખ્યુ હતું. તેનું ભાડું પણ તે લાખોમાં ચૂકવી રહ્યો હતો. આ ઉપરાંત સુશાંત મોંઘેરી ગાડીઓ પણ ધરાવતા હતા.

image source

શ્રૃતિએ પોલીસને જણાવ્યું હતું કે તેણીએ સુશાંત સાથે જુલાઈ 2019થી ફેબ્રુઆરી 2020 સુધી કામ કર્યું હતું. તેણીના જણાવ્યા પ્રમાણે સુશાંત તે સમયે ચાર પ્રોજેક્ટ પરર કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત તે કેટલાક સમાજ સેવાના કાર્યો પણ કરી રહ્યા હતા. તેમજ નજીકના ભવિષ્યમાં તેમના ટુડુ લીસ્ટમાં ખગોળશાસ્ત્ર અને એક્ટિંગ શીખવા જેવી બાબતોનો પણ મસાવેશ થતો હતો.

image source

આ ઉપરાંત સુશાંતે પોતાની એક કંપની પણ ખોલી હતી જેનું નામ તેમણે વિવિડ રેજ રિયલીસ્ટિક રાખ્યું હતું. સુશાંતનો આ એક વર્ચ્યુઅલ રિયાલીટી પ્રોજેક્ટ હતો. આ ઉપરાંત તે નેશનલ ઇન્ડિયા વર્લ્ડ નામના પ્રોજેક્ટ સાથે પણ કામ કરી રહ્યા હતા. તેમને ખગોળશાસ્ત્રમાં ખૂબ રસ હતો અને તેઓ પોતાનું નોલેજ વધારવા અને કૂતુહલ દૂર કરવા અવારનવાર નાસા તેમજ ઇસરો પાસેથી માહિતી મેળવતા રહેતા. આમ તેટલું તો સ્પષ્ટ થાય છે કે સુશાંત કોઈ પણ જાતની આર્થિક સંકડામણમાં નહોતા માટે તેમના ડિપ્રેશન પાછળ આ કારણ જવાબદાર ન હોઈ શકે. અને પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં ન આવે અને જ્યાં સુધી કેઈ નિર્ણય પર પોલીસ ન પહોંચી શકે ત્યાં સુધી આપણા માટે અંદાજા લગાવવા પણ યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત