સુશાંત સિંહની આત્મહત્યા કેસ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું મોટું નિવેદન, જાણો શું કરી ટ્વીટ

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે તેના મુંબઈના બાંદ્રા ખાતેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂત ડીપ્રેશનમાં હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું અને તેનું મોતનું કારણ ગળામાં ફંદાના કારણે શ્વાસ રુંધાવાનું છે તેવું પણ સ્પષ્ટ થયું છે પરંતુ તેના મોત બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.

image source

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર ગઈકાલે વિલેપાર્લે સ્થિત સ્મશાન ઘાટ ખાતે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા. જો કે સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડમાં ચાલતા ભાઈ-ભત્રીજા વાદ ચર્ચાનો વિષય બન્યો છે. તેને ધ્યાનમાં લઈ ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં તેણે લખ્યું છે કે, “ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી સાબિત થઈ ગયું છે કે તેમણે આત્મહત્યા કરી છે. પરંતુ મીડિયામાં એવી વાતો સામે આવી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આંતરિક દુશ્મનીના કારણે સુશાંત સિંહે રાજપૂતે મોતને વ્હાલું કર્યું છે. આ એન્ગલ પર પણ પોલીસ વિભાગ તપાસ કરશે. ”

જણાવી દઈએ કે સુશાંત સિંહના મોત બાદ બોલિવૂડના સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મામલે અભિનેત્રી કંગના રનૌતે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેણે કહ્યું છે કે, સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ આ પ્લાન્ડ મર્ડર છે. ફિલ્મ ઉદ્યોગમાં ભાઈ-ભત્રીજાવાદ ચાલે છે અને બીજા લોકોને સ્વીકારવામાં આવતા નથી.

image source

બીજી તરફ સુશાંતની બહેને જણાવ્યું છે કે, સુશાંત ડિપ્રેશનની દવા 6 મહિનાથી લેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેણે દવા લેવાનું બંધ કરી દીધું હતું. 4-5 દિવસ પહેલા સુશાંતે તેની સાથે વાત કરી હતી અને વાતચીતમાં જણાવ્યું હતું કે તેની તબીયત સારી નથી. જો કે સુશાંતની બહેને એ વાત પર સ્પષ્ટતા કરી દીધી હતી કે સુશાંત આર્થિક રીતે સદ્ધર જ હતો. તેને એવી કોઈ સમસ્યા ન હતી.

image source

મહત્વપૂર્ણ છે કે સુશાંત સિંહની આત્મહત્યાના એક દિવસ બાદ મુંબઈ પોલીસે તેના આત્મહત્યાની તપાસ અલગ અલગ એન્ગલથી શરુ કરી છે. જો કે પોલીસે તેના મિત્રો અને ઘરમાં હાજર હેલ્પરની પુછપરછ અને ઘરની તપાસ કરી એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે સુશાંતના મોત પાછળ કોઈ ષડયંત્ર કારણ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત