ગંગા નદીમાં થયુ સુશાંતના અસ્થિનુ વિસર્જન…

સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવ્યું, શ્રાદ્ધ કર્મ પણ પટના અથવા પૂર્ણિયામાં થશે

image source

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓને આજે એમના પરિવારના સભ્યો દ્વારા આજે પટનાના ગંગા ઘાટ પર વિસર્જિત કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં પરિવારના નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

મળતી માહિતી મુજબ આજના દિવસે જ એટલે કે 18 જુનના રોજ ગુરુવારે પટના સ્થિતિ ગંગા નદીના ઘાટ પર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓને વિસર્જિત કરવામાં આવી છે. સુશાંતે 14 જુનના દિવસે મુંબઈના પોતાના બાંદ્રા સ્થિત અપાર્ટમેન્ટમાં જ આત્મહત્યા કરી હતી. ગુરુવાર સાંજે મુંબઈમાં એકતા કપૂરે એક શોક સભાનું આયોજન પણ કરી રહી છે.

image source

આત્મહત્યાના કારણો પોલીસ શોધી રહી છે

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુના સમાચારથી આખોય દેશ આઘાતમાં છે, ગત રવિવારે એમણે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. એમના મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુશાંત છેલ્લા છ મહિનાથી ડીપ્રેશનના ઈલાજ હેઠળ હતા. જો કે એમના પિતાના જણાવ્યા પ્રમાણે એમને ખબર ન હતી કે પુત્ર ડીપ્રેશનમાં છે. સુશાંત પિતાને બસ એટલું જ કહેતા હતા કે એમને સારું નથી લાગી રહ્યું. એ કયા કારણો સર ડીપ્રેશનમાં હતા અને કયા કારણોસર એમણે આત્મહત્યા જેવું પગલું ભર્યું એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

image source

દિલમાં નિસ્વાર્થ પ્રેમ સાથે એમને વિદાય આપો : બહેન

સુશાંતસિંહ રાજપૂતનાં ગુજરી ગયા પછી એમના પરિવારના લોકોએ ખુબ જ હિંમતથી સામનો કરવો પડી રહ્યો છે. જો કે બહેન અમેરિકા હોવાના કારણે તેઓ અંતિમ સંસ્કારમાં ભાગ લઇ શક્યા ન હતા. જો કે અત્યારે તે પટના પિતા પાસે પહોચી ગયા છે. એમણે ફેસબુક દ્વારા માહિતી આપી હતી કે હું મારા ઘરે સુરક્ષિત પટના પહોચી ગઈ છું. આ કાર્યમાં સહાય કરનાર અને પ્રાથના કરનારનો આભાર. કોઈ સમસ્યા આવી નથી, જો કે આજે અમે ભાઈનું અસ્થી વિસર્જન કરીશું. હું ફરી એક વાર તમને બધાયને એટલો જ આગ્રહ કરીશ કે તમે એમના માટે પ્રાથના કરો અને એમને સારી યાદો અને દિલમાં નિસ્વાર્થ પ્રેમ સાથે વિદાય આપો. એમના જીવનને ઉજવો અને પ્રેમ તેમજ ખુશીઓથી ભરેલી વિદાય આપો.

image source

સુશાંતના ઘરે પહોચી હતી અંકિતા લોખંડે

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી ઇન્ડસ્ટ્રીને ઊંડો આઘાત લાગ્યો છે. બધી જ ચર્ચાઓ, જેમકે બોલીવુડમાં ચાલતા નેપોટીઝમ અને સુશાંતના ડીપ્રેશનની ખબરો વચ્ચે દુઃખના જે ઘેરા વાદળો છે એને વિખેરાતા હજુ સમય લાગશે. જો કે મંગળવારના દિવસે સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે આ જ દુઃખને વહેચવા અભિનેતાના બાંદ્રા સ્થિત ઘરે પહોચી હતી. આ દરમિયાન એમની મા પણ એમની સાથે જ હતી.

image source

સફેદ વસ્ત્રોમાં વેદનાથી ભરેલી આ આંખોને ધ્યાનથી જુઓ, કોઈ પોતાનાને ખોઈ દેવાનું દુઃખ સ્પષ્ટ દેખાય છે. આ વાત એટલે પણ જરૂરી છે કે સોશિયલ મીડિયામાં આ વાત માટે એમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે કે સુશાંતના નિધન પર એમનું કોઈ રીએક્શન હજુ સુધી આવ્યું નથી.

મામા હવે આ દુનિયામાં નથી, આ સાંભળી ભાણેજના પ્રતિભાવ

image source

સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી આ વાત પર કોઈ વિશ્વાસ નથી કરી શકતું ત્યારે એમના પરિવારના લોકોના હાલ ખરાબ છે. તો બીજી બાજુ એમના ફેન્સના મનમાં આ જ બેચેની છે કે સુશાંતે ક્યા કારણે આમ કર્યું હશે. આ બધા વચ્ચે એમની બહેન શ્વેતા સિંહની એક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં એમણે જણાવ્યું છે કે જયારે એમના ૫ વર્ષના બાળકને ખબર મળી કે મામુ નથી રહ્યા તો એમણે જે જવાબ આપ્યો તે હિમ્મત આપનારો છે.

14 જૂનના દિવસે જ્યારે આ ખબર સામે આવી કે સુશાંત સિંહ રાજપૂત હવે નથી રહ્યા ત્યારે કોઈને આ વાત પર વિશ્વાસ આવ્યો ન હતો. એમની એક બહેન યુએસમાં રહે છે. તે અંતિમ સંસ્કારમાં પણ આવી શકી નહિ. જો કે એમણે ત્યાં રહીને પણ અનેક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

image source

સુશાંતની બહેને પોસ્ટમાં પોતાની ભારત ન આવી શકવાની સમસ્યા વિશે લખ્યું અને એમને ભારત આવવાની ટીકીટ નથી મળી રહી એ બાબતે મદદ પણ માંગી. જો કે આ ઉપરાંત એમણે ફેસબુકમાં એક અત્યંત ભાવનાત્મક પોસ્ટ પણ મૂકી છે. એમણે જયારે પોતાના 5 વર્ષના દીકરા નિર્વાણને મામાના આ સંસારમાંથી વિદાય અંગે વાત કરી તો એનું શું રીએક્શન હતું એ અંગે પણ જણાવ્યું હતું.

image source

આ પોસ્ટમાં શ્વેતાએ જણાવ્યું કે જ્યારે મેં નિર્વાણને કહ્યું કે મામુ હવે નથી રહ્યા. તો એણે 3 વાર કહ્યું, ‘પણ તે તમારા હ્રદયમાં છે’. જો 5 વર્ષનું બાળક આવી વાત કહી શકે છે તો વિચારો કે આપણે કેટલી હિંમત રાખવાની જરૂર છે. બધા લોકો હિંમત રાખો, ખાસ કરીને સુશાંતના ફેન્સ. સુશાંત આપણા દિલોમાં રહે છે અને હંમેશા રહેશે. પ્લીઝ કઈ એવું ન કરશો જેથી કરીને એમની આત્મા દુખી થાય, હિમ્મત રાખો.

image source

ત્યાર બાદ એમણે ટીકીટ મળી એ અંગે પણ જાણકારી આપી હતી અને પહોચતાની સાથે જ ક્વોરેન્ટાઇન રહેવું પડશે એની ચિંતા પણ વ્યક્ત કરી હતી. કારણ કે એ ભારત ઉતરીને તરત જ પરિવારને મળવા માંગતા હતા. જો કે ૨૦૦૨માં એમની માતાનું નિધન થયું છે. એમના પપ્પા એકલા રહે છે, જો કે ચાર બહેનોમાં સુશાંત એક જ ભાઈ છે. અને આ ૪ બહેનોમાંથી એક બહેનનું પણ નિધન થઇ ચુક્યું છે.

સુશાંતસિંહ રાજપૂતને પરિવારે અંતિમ વિદાય આપી

image source

ગુરુવાર એટલે કે આજના દિવસે બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓને પટનામાં પરિવાર દ્વારા વિસર્જિત કરવામાં આવી હતી. ગુરુવાર બપોરના સમયે સુશાંતનો પરિવાર ગંગા ઘાટ પર પહોચ્યો હતો, ત્યાર બાદ નાવની મદદથી તેઓ નદીના મધ્યમાં ગયા હતા. જ્યાં એમણે અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરી હતી. આ દરમિયાન ગંગા ઘાટ પર પરિવારના ખાસ લોકો જ હાજર રહ્યા હતા.

image source

જો કે આ અંગે એમના ફેન્સને જાણ થતા જ એ લોકો પણ ગંગા ઘાટ તરફ આવવા લાગ્યા હતા. પણ પોલીસ ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ધ્યાનમાં લઈને ચોકસાઈ રાખવામાં આવી હતી, જેથી કરીને એમના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. એમના પરિવાર સાથે જોડયેલા લોકોએ આ અંગે પણ માહિતી આપી હતી કે સુશાંતનું શ્રાદ્ધ કર્મ પણ પટનામાં જ કરવામાં આવશે. જો કે એમના ગામ પૂર્ણિયાથી પણ શ્રાદ્ધ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

શ્રાદ્ધ કર્મ પટનામાં જ થશે

image source

આપને જણાવી દઈએ કે સુશાંતના પરિવારના લોકો 15 જુનની સાંજે એમની અંતિમ સંસ્કાર વિધિ પતાવીને બુધવારના દિવસે પટના નીકળી ગયા હતા. સુશાંતના પિતા કેકે સિંહે દીકરાની અસ્થી રાજીવ નગર સ્થિત પોતાના ઘરે લઇ આવ્યા હતા. અત્યારે એમના પિતાની સ્થિતિ ઠીક છે. તેઓ મુંબઈથી દીકરી મીતુ સિંહ અને જમાઈ ઓપી સિંહ સાથે પાછા ફર્યા હતા. ઘરે કોઈ પણ બહારના લોકોના આવવા પર રોક લગાડવામાં આવી છે. સુશાંતનું શ્રાદ્ધકર્મ અને બાકીની વિધિ પણ પટનામાં જ થશે. જેમાં સુશાંતની બહેન, એમના પતિ અને નજીકના લોકો જ સામેલ હશે.

Source: NavBharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત